બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / See the possibility of assigning which account to which minister

ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 / હર્ષ સંઘવીનું થઈ શકે છે પ્રમોશન! જુઓ કયા મંત્રીને કયું ખાતું સોંપાય તેવી શક્યતા

Priyakant

Last Updated: 11:33 AM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કયા મંત્રીને કયું ખાતું મળશે તેને લઈ અનેક ચર્ચાઓ વચ્ચે એક મોટા સમાચાર

  • આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળની શપથ 
  • આજે શપથવિધિ સમારોહમાં 16 મંત્રીઓ શપથ લેશે
  • ઋષીકેશ પટેલને કેબિનેટ કક્ષાનું આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ મળી શકે 
  • કનુભાઈ દેસાઈને કેબિનટ કક્ષાનો નાણા અને ઉર્જા વિભાગ મળી શકે 

આજે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળની શપથવિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. આ તરફ મંત્રી મંડળના શપથ માટે ધારાસભ્યોને ફોન આવ્યા હતા. જેમાં મંત્રી મંડળમાં સમાવેશ કરાયેલ ધારસભ્યોને ફોન આવ્યા હોઇ તેઓ પણ આજે જ શપથગ્રહણ કરશે. વિગતો મુજબ આજે શપથવિધિ સમારોહમાં 16 મંત્રીઓ શપથ લેશે જે બ વધુ 6 મંત્રીઓ આગામી દિવસોમાં શપથ લેશે. આ સાથે હાલ 18 લોકોને ટેલિફોનિક જાણ કરાઈ છે. જેમાં 8 કેબિનેટ મંત્રી તરીકે, 8 રાજયકક્ષાના મંત્રી તરીકે શપથ લેશે. 

ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળની શપથ 

આજે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કયા મંત્રીને કયું ખાતું મળશે તેને લઈ અનેક ચર્ચાઓએ જોર પકડયું છે. તેવામાં સૂત્રોના હવાલાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ઋષીકેશ પટેલને કેબિનેટ કક્ષાનું આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ તો કનુભાઈ દેસાઈને કેબિનટ કક્ષાનો નાણા અને ઉર્જા વિભાગ મળી શકે છે. આ સાથે હર્ષ સંઘવીને કેબિનેટ કક્ષાનો મહેસુલ વિભાગ અને જગદીશ પંચાલને ઉદ્યોગ અને વન પર્યાવરણ વિભાગ મળી શકે છે. 

આ સાથે રાઘવજી પટેલનું કૃષિ ખાતું રિપીટ થઇ શકે છે. તો મુળુભાઈ બેરાને કેબિનેટ કક્ષાનું ગ્રામિણ વિભાગ અને પુરુષોત્તમ સોલંકીને  રાજ્ય કક્ષાનું મત્સ્ય ઉદ્યોગ વિભાગ, કુંવરજી બાવળીયાને કેબિનેટ કક્ષાનું સિંચાઈ, પાણી પૂરવઠા વિભાગ, ભાનુબહેન બાબરીયાને કેબિનેટ કક્ષાનું સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ અને ભાનુબેન બાબરિયાને મહિલા બાળ વિકાસ વિભાગ પણ મળી શકે છે. 

તો વળી કુબેર ડિંડોરને કેબિનેટ કક્ષાનું શિક્ષણ-ઉચ્ચ અને ટેકનિકલ વિભાગ, બળવંતસિંહ રાજપુતને ઉદ્યોગ વિભાગ, બચુ ખાબડને કેબિનેટ કક્ષાનું આદિજાતિ વિભાગ, ભીખુસિંહ પરમારને રાજ્ય કક્ષાનો શ્રમ અને રોજગાર વિભાગ, મુકેશ પટેલને રાજ્યકક્ષાનો ઉર્જા વિભાગ, પ્રફુલ પાનસેરીયાને રાજ્યકક્ષાનો વાહન વ્યવહાર વિભાગ અને કુંવરજી હળપતિને રાજયકક્ષાનું વન અને પર્યાવરણ મંત્રાલય મળી શકે છે. 

કયા કયા ધારાસભ્યને આવ્યા ફોન ? 

ગુજરાતની નવી સરકારના મંત્રીમંડળના સદસ્યો આજે શપથ ગ્રહણ કરશે. જેમાં ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળીયા, ભાનુબેન બાબરીયા, કુબેર ડિંડોર, બળવંતસિંહ રાજપુત, બચુ ખાબડ, જગદીશ પંચાલ, ભીખુસિંહ પરમાર, મુકેશ પટેલ, હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરીયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે અહીં મહત્વની વાત છે કે, શપથવિધિ બાદ કેબીનેટની બેઠકમાં ખાતાની ફાળવણી કરાશે.

શપથવિધિમાં કોણ કોણ હાજર રહેશે ? 

શપથવિધિ માટે 20 ચાર્ટર્ડ સહિત ફ્લાઇટમાં VVIPની અવરજવર રહેશે. ગઇકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ગૃહમંત્રી અમિત શાહ અને આસામના CM પણ આવી ગયા હતા. શપથવિધિમાં 7 રાજ્યોના CM ચાર્ટર્ડ લઇને આવશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ શપથવિધિમાં હાજર રહેશે. CM યોગી આદિત્યનાથ અને હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર તેમજ ગોવાના CM પ્રમોદ સાવંત, કર્ણાટકના CM બસવરાજ બોમાઈ, મધ્ય પ્રદેશના અને મહારાષ્ટ્રના CM તેમજ ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામી પણ શપથવિધિમાં હાજર રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

નવું મંત્રીમંડળ ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 મંત્રીમંડળ શપથ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથગ્રહણ સમારોહ Bhupendra Patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ