ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:38 AM, 8 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારત અને દક્ષીણ આફ્રિકા વચ્ચે બીજી વન ડે મેચ રાંચીમાં રમાશે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 વન ડેની સીરિઝ રમવામાં આવી રહી છે. રોહિત શર્માની આગેવાનીમાં મુખ્ય ટીમ ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલીયા પહોંચી ગઈ છે. આવામાં આ સીરીઝમા યુવા પ્લેયર્સને તક મળી છે. લખનૌમાં રમાયેલ પહેલી વન ડે ટીમ ઇન્ડિયા 8 રનથી હારી ગયું છે. પરંતુ, સંજૂ સેમસને અણનમ 86 રન બનાવ્યા હતા. હવે બંને ટીમોનો સામનો 9 ઓક્ટોબરના રોજ રાંચીમાં થશે.
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયાએ જો સીરીઝમાં પોતાનું વર્ચસ્વ બનાવવું છે, તો આ મેચ જીતવી પડશે. ભારત અહીં 2014 બાદથી કોઈ વન ડે મેચ જીત્યું નથી. રાંચીમાં ગત બે મુકાબલાઓમાં ભારતે હારનો જ સામનો કરવો પડ્યો છે. આવામાં ભારત માટે આ વખતે પણ જીત સરળ નહીં હોય. 2019માં ભારતે રાંચીમાં ઓસ્ટ્રેલીયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે કાંગારું ટીમે ભારતને 32 રનથી માત આપી હતી.
.jpg)
ADVERTISEMENT
આ પહેલા, 2016માં ટીમ ઇન્ડિયા જીત મેળવવાથી ચુકી ગઈ હતી. ત્યારે ન્યુઝીલેન્ડ સામે રાંચીમાં ભારતને હાર મળી હતી. આવામાં આ વખતે ભારત માટે જીતવું મહત્વપૂર્ણ બની ગયું છે. ભારતીય ટીમ રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા દિગ્ગજ ખેલાડીઓ વગર રમી રહ્યું છે, એટલા માટે જીત મેળવવી થોડી મુશ્કેલ જણાઈ રહી છે.
કોહલી છે રાંચીના કિંગ
કોહલીનો રાંચીમાં રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેમણે અહીં સૌથી વધારે રન બનાવ્યા છે. કોહલીએ રાંચીમાં રમેલી 5 વન ડેમાં 192ની સરેરાશે 384 રન બનાવ્યા છે. તેમણે 2 સદી અને એક હાફ સેન્ચુરી બનાવી છે. આ મેદાન પર ભારતે ઓસ્ટ્રેલીયા સામે જે ગત મુકાબલો રમવામાં આવ્યો હતો, તેમાં 32 રનથી મેચ ગુમાવી હતી. પણ તે મેચમાં પણ વિરાટ કોહલી ટોપ સ્કોરર રહ્યા હતા. તેમણે 314 રનનાં લક્ષ્યને ચેઝ કરતા 95 બોલમાં 123 રન બનાવ્યા હતા. જોકે તેમને કોઈ બીજા બેટ્સમેનનો સાથ નહોતો મળી શક્યો. આ જ કારણે ભારત આ મેચ હારી ગયું હતું.
ADVERTISEMENT
.jpg)
ધવન - ગીલે કરવું પડશે શાનદાર પ્રદર્શન
હવે દક્ષીણ આફ્રિકા સામે ભારતે જો સીરીઝમાં વાપસી કરવી છે, તો ભારતીય બેટ્સમેનોએ કોહલી જેવું પ્રદર્શન કરવું પડશે. ખાસકરીને કેપ્ટન શિખર ધવન અને શુભમન ગીલે. લખનૌ વન ડેમાં આ બંને ઓછા રનમાં આઉટ થઇ ગયા હતા. ધવને 16 બોલમાં 4 રન અને શુભમન ગીલે 7 બોલમાં 3 રન જ બનાવ્યા હતા. આવામાં રાંચીમાં આ બંને બેટ્સમેને સારું પ્રદર્શન કરવું પડશે, ત્યારે જ ટીમ ઇન્ડિયા કમબેક કરી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ