બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Scientists designed artificial muscles Actuator for robots

સંશોધન / રોબોટિક્સની દુનિયામાં એક્ટુએટર સર્જી શકે છે ક્રાંતિ, વૈજ્ઞાનિકોએ તૈયાર કરી કૃત્રિમ માંસપેશી

Published By: Dhruv

Last Updated: 07:14 PM, 2 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોફ્ટ રોબોટિક્સ ક્ષેત્રમાં વિજ્ઞાનીઓએ કૃત્રિમ માંસપેશી તૈયાર કરી ક્રાંતિ લાવી છે. ભવિષ્યમાં રોબોટ માત્ર હવે એક મશીનના બદલે કામ કરતા જોવા મળશે. આ માંસપેશીઓથી તેની કામ કરવાની ક્ષમતામાં પણ જબરદસ્ત સુધારો જોવા મળી શકે છે. સાયન્સ રોબોટિક્સ મેગેઝિનમાં છપાયેલા એક અભ્યાસમાં કહેવાયું છે કે સંશોધકોએ સોફ્ટ રોબોટિક્સ માટે એક પાતળી કૃત્રિમ ત્વચા વિકસાવી છે, જેને એક્ટુએટર નામ અપાયું છે.

artificial muscle

તેને હાલમાં એક પ્રદર્શનમાં પ્રદર્શિત કરાયું હતું, જ્યાં કૃત્રિમ રોબોટને પતંગિયા સાથે જોડવામાં આવ્યો અને તેની મદદથી આ પતંગિયાં સરળતાથી ફૂલ અને ઝાડનાં પાંદડાં પર પોતાની પાંખો ફેલાવી શકતાં હતાં. સંશોધકોએ કહ્યું કે દુનિયાભરના એન્જિનિયર વધુ ગતિશીલ એક્ટુએટર વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ટકાઉ હોવાની સાથે તૂટ્યા વગર ઝૂકી પણ શકે છે અને ખૂબ જ જલદી પ્રતિક્રિયા પણ આપે છે. તેમણે કહ્યું કે અમે જે એક્ટુએટર બનાવ્યા છે તે કરંટની મદદથી માંસપેશીઓને (artificial muscle) સંકોચે છે અને ફરે છે. 

સંશોધકોએ કહ્યું કે સોફ્ટ રોબોટની માંસપેશીઓ સાથે પહેરવા યોગ્ય ઇલેક્ટ્રોનિક્સની મદદથી ઘણા પ્રકારના પ્રયોગ કરાય છે, તેનાથી રોબોટને વધુ ઉન્નત બનાવી શકાય છે. આ રોબોટિક્સ માંસપેશીઓ ક્રિએટિવ રિસર્ચ ઇનિશિયેટિવ સેન્ટર ફોર ફંક્શનલી એન્ટેગોનિસ્ટિક નેનો એન્જિનિયરિંગની ટીમે વિકસાવી છે. તે લગભગ એક ઇંચ લાંબી છે અને કાગળની પાતળી પટ્ટી જેવી દેખાય છે. તેને બનાવવા માટે વિજ્ઞાનીઓએ એક વિશેષ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કર્યો, તેનું નામ એમએક્સઇએન છે.

તે યૌ‌ગિકોનો એક વર્ગ છે, જેમાં માત્ર કેટલાક પરમાણુ હોય છે. એમએક્સઇએન સામગ્રી ટાઇટેનિયમ અને કાર્બન યૌ‌િગકોની પાતળી પરતોથી બનેલી છે. સંશોધકોએ જણાવ્યું કે એક્ટુએટરની સૌથી મોટી ખાસિયત એ છે કે ઓછા વોલ્ટેજમાં કમસે કમ પાંચ કલાકથી વધુ સમય સુધી ચાલે છે. રોબોટિક મસલ (માંસપેશી)ની કાર્યપ્રણાલીને બતાવવા માટે સંશોધકોએ તેને એક્યુએટર સાથે જોડીને એક આર્ટ પ્રદર્શનમાં પણ પ્રદર્શિત કર્યો. ભવિષ્યમાં એવા રોબોટ પણ જોવા મળશે, જે હૂબહૂ માણસો જેવા દેખાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Scientists Technology actuator artificial muscle robot કૃત્રિમ માંસપેશી વૈજ્ઞાનિક Research

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ