ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / sbi-jio-extends-partnership-to-digital-payments-area

NULL / SBI-JIOએ કરી પાર્ટનરશિપ ગ્રાહકો મળશે ફાયદો

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જિયો પેમેન્ટ્સ બેંક પછી ભારતીય સ્ટેટ બેંક (SBI) અને રિલાયન્સ જિયોએ પોતાની પાર્ટનરશિપ આગળ વધારી છે. જિયો પેમેન્ટ્સ બેંક અને SBIએ ડિજિટલ બેંકિંગ વાણિજ્ય અને વિત્તીય સેવાઓ માટે આ મહત્વની ડીલ ફાઇનલ કરી છે. આ સર્વિસ SBI દ્વારા લોન્ચ કરવામાં આવેલી ડિજિટલ બેંકિંગ એપ YONO (you only need one) દ્વારા પૂરી પાડવામાં આવશે જેનાથી દેશની સૌથી મોટી બેંકને ડિજિટલ ગ્રાહકોની સંખ્યામાં વધારો કરવામાં મદદ મળશે.

SBI YONO ઓમની ચેનલ પ્લેટફોર્મ છે જે ગ્રાહકોને ડિજિટલ બેંકિંગ વાણિજ્ય અને વિત્તીય સુપરસ્ટોર સર્વિસ પૂરી પાડે છે. તમને જણાવી દઇએ કે બંને પહેલાથી પેમેન્ટ બેંક વેન્ચરમાં પાર્ટનર છે. ભારતીય સ્ટેટ બેંક અને જિયોની સાથે મળીને જિયો પેમેન્ટ્સ બેંક બનાવવામાં આવી છે જેમાં જિયોની 70% પાર્ટનરશિપ છે અને બાકીની 30% ભાગ ભારતીય સ્ટેટ બેંક પાસે છે. જોકે લાઇસન્સ મળ્યાના 2 વર્ષથી વધારે સમય પસાર થઇ ગયા બાદ પણ શરૂ નથી થયું.

YONOની ડિજિટલ બેંકિંગ સુવિધાઓને ગ્રાહકો માટે MyJio  પ્લેટફોર્મના માધ્યમથી વધારે સારી બનાવવામાં આવશે. સ્ટેટ બેંકના ચેરમેને જણાવ્યુ કે ''અમે જિયોની સાથે પાર્ટનરશિપ કરીને ઉત્સાહિત છીએ તમામ ક્ષેત્રો માટે બંને લાભદાયક છે અને જેનાથી SBIના ગ્રાહકો માટેની ડિજિટલ સેવા વધારે સારી થશે.'' તમને જણાવી દઇએ કે SBI YONO પર ડિજિટલ સેવિંગ એકાઉન્ટ જેવી ઘણી સુવિધાઓ મળે છે.

જિયો અને SBI ગ્રાહકો માટે જિયો પ્રાઇમનો લાભ મળશે. જિયો પ્રાઇમ રિલાયન્સ રિટેલ જિયો અને બીજા પાર્ટનર બ્રાન્ડ્સ પર મોટી ડીલ ઑફર કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે ''SBIના યૂઝર્સ ઘણા છે જિયો અને SBIના યૂઝર્સની જરૂરિયાતો પૂરી કરવા માટે ડિજિટલ સેવાઓ પોતાના નેટવર્કનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે.''

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ