બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / sbi has changes rules for withdrawal of money from atm

નવો નિયમ / ATMમાંથી પૈસા ઉપાડવા પર આ બેંકે બદલ્યો નિયમ, પિન નંબરની સાથે આ નંબર પણ જોઇશે, જાણો વિગત

Khyati

Last Updated: 05:12 PM, 5 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે કોઇ પણ વ્યક્તિ તમારા એટીએમમાંથી નહી ઉપાડી શકે પૈસા, બેંકે છેતરપિંડી રોકવા નવો નિયમ કર્યો લાગુ

  • ATMમાંથી પૈસા ઉપાડવા માટે નવો નિયમ
  • છેતરપિંડીથી બચવા SBIએ બનાવ્યો નવો નિયમ
  • પિન નંબરની સાથે ઓટીપી પણ કરવો પડશે એન્ટર 

જો તમે એસબીઆઇ બેંકમાં ખાતુ ધરાવો છો તો તમારા માટે બેંક દ્વારા એક મહત્વની અપડેટ સામે આવી છે. જો  તમે એટીએમમાંથી કેશ વિડ્રો કરશો તો તમારી પાસે તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો જરૂરી છે નહી તો તમે ટ્રાન્સેક્શન કરી જ નહી કરી શકો.  કારણ કે એસબીઆઇએ એટીએમ ટ્રાન્ઝેક્શનને વધારે સેફ કરવા માટે એક મહત્વનુ પગલુ લીધુ છે. 

OTP દાખલ કરવો ફરજિયાત

હવે તમારે SBI ATMમાંથી રોકડ ઉપાડવા માટે OTP દાખલ કરવો ફરજિયાત છે. આ નવા નિયમ હેઠળ ગ્રાહક OTP વિના રોકડ ઉપાડી શકશે નહીં. આમાં, રોકડ ઉપાડના સમયે, ગ્રાહકોને તેમના મોબાઇલ ફોન પર એક OTP આવશે જે દાખલ કર્યા પછી જ ATMમાંથી રોકડ ઉપાડી શકાશે. 

જાણો શું છે નિયમ ?

તમને જણાવી દઈએ કે આ નિયમો 10,000 અને તેનાથી વધુના ઉપાડ પર લાગુ પડશે. SBI ગ્રાહકોએ તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપા઼ડવા માટે પિન નંબર ઉપરાંત રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલો ઓટીપી એન્ટર કરવાનો રહેશે. 10 હજાર કે તેનાથી વધારે રકમ ઉપાડવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. 

અહીં પ્રક્રિયા જાણો

  • SBI ATMમાંથી રોકડ ઉપાડવા માટે તમારે OTPની જરૂર પડશે.
  • આ માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.
  • આ OTP ચાર અંકનો નંબર હશે જે ગ્રાહકને એક જ વ્યવહાર માટે મળશે.
  • એકવાર તમે જે રકમ ઉપાડવા માંગો છો તે દાખલ કરી લો, પછી તમને ATM સ્ક્રીન પર OTP દાખલ કરવા માટે કહેવામાં આવશે.
  • તમારે રોકડ ઉપાડ માટે આ સ્ક્રીનમાં બેંકમાં નોંધાયેલા મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરવો પડશે.

શા માટે બેંક લાવી આ નિયમ 

ગ્રાહકોને છેતરપિંડીથી બચાવી શકાય તે માટે બેંક દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI ભારતમાં 71,705 BC આઉટલેટ્સ સાથે 22,224 શાખાઓ અને 63,906 ATM/CDM નું સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગનો ઉપયોગ કરતા ગ્રાહકોની સંખ્યા અંદાજે 91 મિલિયન અને 20 મિલિયન છે.

સંકળાયેલા મુદ્દાઓ

ATM OTP SBI એટીએમ એસબીઆઇ business
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ