બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 10:36 AM, 7 September 2022
ADVERTISEMENT
SBI ક્લાર્ક ભરતીની તૈયારી કરી રહેલા અથવા બેંકમાં સરકારી નોકરી ઈચ્છતા ઉમેદવારો માટે ખૂબ જ કામના સમાચાર આવ્યા છે. ભારતીય સ્ટેટ બેંકે દેશભરમાં આવેલી વિવિધ સર્કલની બ્રાન્ચમાં ક્લેરિકલ કેડરમાં જૂનિયર એસોશિએટ્સના કુલ 5008 પદ પર ભરતી માટે અરજી પ્રક્રિયા બુધવારથી શરુ કરી દીધી છે. અરજી કરવા ઈચ્છુક યોગ્ય ઉમેદવાર બેંકની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશે.
અરજી ફી
ADVERTISEMENT
ઉમેદવારો એસબીઆઈ ક્લાર્ક ભરતી 2022 માટે અરજી કરતા હેતુ એપ્લીકેશન પેજ પર સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરાવશે અને બાદમાં તેના વિવરણના માધ્યમથી લોન ઈન કરીને ઉમેદવાર પોતાનું અરજી પત્રક સબમિટ કરશે. અરજી દરમિયાન ઉમેદવારને 750 રૂપિયા ફ્રી ઓનલાઈન માધ્યમથી ચુકવવાની રહેશે. જો કે, એસસી, એસટી અને દિ્વ્યાંગ ઉમેદવારને કઈ ફી ભરવાની થતી નથી.
ભરતીનું સત્તાવાર નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો: https://www.sbi.co.in/documents/77530/25386736/060922-JA+2022-Detailed+Advt.pdf/3a163d20-b15a-2b83-fe54-1e8dba091220?t=1662465793728
ભરતીના માપદંડ
ભારતીય સ્ટેટ બેંકમાં ક્લેરિકલ કેડરના જૂનિયર એસોશિએટ્સના પદ પર ભરતી માટે જાહેર થયેલા નોટિફિકેશન અનુસાર ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા કોઈ અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી કોઈ પણ વિષય સાથે સ્નાતક હોવો જોઈએ. સાથે જ ઉમેદવારની ઉંમર 1 ઓગસ્ટ 2022ના રોજ 20 વર્ષથી ઓછી અને 28 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. તેનો અર્થ એવો થાય છે કે. ઉમેદવારનો જન્મ 1 ઓગસ્ટ 2022 બાદ અને 2 ઓગસ્ટ 1994થી પહેલા થયો હોવો જોઈએ નહીં. જો કે, અનામત વર્ગના ઉમેદવારને તેમાં વયમર્યાદામાં નિયમઅનુસાર છૂટછાટ મળવા માત્ર છે. વધારે જાણકારી તથા અન્ય વિવરણ હેતુ એસબીઆઈ ક્લાક ભરતી 2022 નોટિફિકેશન જોઈ શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.