બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / SBIના નવા નિયમો! 4 વખત ફ્રી કેશ ઉપાડ્યા બાદ લાગશે ચાર્જ

તમારા કામનું / SBIના નવા નિયમો! 4 વખત ફ્રી કેશ ઉપાડ્યા બાદ લાગશે ચાર્જ

Published By: Jinal Chauhan

Last Updated: 04:00 PM, 19 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBIના BSBD એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે કેશ વિથડ્રૉલના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 ઓક્ટોબર 2026થી મહિનામાં 4 વખત ફ્રી કેશ ઉપાડ્યા બાદ દરેક વધારાની વિથડ્રૉલ પર 15 રૂપિયા સાથે GST લાગશે.

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તેના ગ્રાહકો માટે કેશ વિથડ્રૉલના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. SBIના બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે નવા સર્વિસ ચાર્જ નિયમો 1 ઓક્ટોબર 2026થી લાગુ થશે. નવા નિયમ મુજબ મહિનામાં ચાર વખત સુધી કેશ ઉપાડવાની સુવિધા મફત રહેશે. ત્યારબાદ પાંચમી અને વધુ વખત કેશ ઉપાડવા પર દરેક ટ્રાન્ઝેક્શન માટે 15 રૂપિયા સાથે GST ચૂકવવો પડશે.

4 ફ્રી કેશ વિથડ્રૉલ બાદ લાગશે ચાર્જ

નવા નિયમો મુજબ BSBD એકાઉન્ટ ધારકો મહિનામાં પ્રથમ ચાર કેશ વિથડ્રૉલ મફતમાં કરી શકશે. આ મર્યાદા પૂરી થયા બાદ જો ગ્રાહક પાંચમી વખત અથવા તેનાથી વધુ વખત કેશ ઉપાડશે તો દરેક ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયા અને GSTનો ચાર્જ લાગશે.

SBI-FINAL

ડિજિટલ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં પણ ફેરફાર

SBIના બદલાયેલા નિયમોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનના ટ્રીટમેન્ટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ચાર ફ્રી ટ્રાન્ઝેક્શનની ગણતરીમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને અલગ રાખવામાં આવતા હતા. હવે આ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ગ્રાહકોએ નવા નિયમોને ધ્યાનમાં રાખીને પોતાના ટ્રાન્ઝેક્શનનું આયોજન કરવું પડશે.

શું છે BSBD એકાઉન્ટ?

બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એટલે કે BSBD એકાઉન્ટ એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે, જેઓ ઓછા અથવા વગર વધારાના ચાર્જે બેંકિંગ સુવિધાનો લાભ લેવા માંગે છે. આ ખાતાની ખાસ વાત એ છે કે તેમાં મિનિમમ બેલેન્સ જાળવવાની જરૂર પડતી નથી. જેના કારણે ઓછી આવક ધરાવતા ગ્રાહકો માટે આ એકાઉન્ટ ઉપયોગી માનવામાં આવે છે.આ એકાઉન્ટમાં સામાન્ય રીતે ચેકબુકની સુવિધા મળતી નથી. ગ્રાહકો ATM અથવા બેંક બ્રાન્ચમાં વિથડ્રૉલ ફોર્મ મારફતે પૈસા ઉપાડી શકે છે. SBI તરફથી BSBD ખાતા સાથે બેઝિક RuPay ATM-કમ-ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ આજે ફરી સોનું મોંઘુ થયું, તો ચાંદીએ પણ મારી જોરદાર છલાંગ, જાણો લેટેસ્ટ રેટ

BSBD એકાઉન્ટ ખોલવાની મોટી શરત

જો કોઈ ગ્રાહક SBIમાં BSBD એકાઉન્ટ ખોલવા માંગે છે તો તેના નામે અન્ય કોઈ સેવિંગ્સ એકાઉન્ટ ન હોવું જોઈએ. જો ગ્રાહક પાસે પહેલેથી જ SBIમાં સેવિંગ્સ એકાઉન્ટ હોય તો BSBD એકાઉન્ટ ખોલ્યા બાદ 30 દિવસની અંદર જૂનું સેવિંગ્સ એકાઉન્ટ બંધ કરવું જરૂરી રહેશે.

આ સુવિધાઓ મળે છે મફત

BSBD એકાઉન્ટ સાથે મળતું બેઝિક RuPay ડેબિટ કાર્ડ મફત હોય છે અને તેના પર વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવતો નથી. NEFT અને RTGS જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમથી ખાતામાં પૈસા જમા થવા પર પણ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.આ ઉપરાંત કેન્દ્ર અથવા રાજ્ય સરકારના ચેક જમા કરાવવા અથવા કલેક્શનની સુવિધા પણ મફત છે. લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાયેલા ખાતાને ફરીથી એક્ટિવ કરાવવા માટે પણ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. જોકે, ખાતું બંધ કરાવવા પર ચાર્જ લાગુ પડી શકે છે.

SBIના BSBD ખાતાધારકોએ શું ધ્યાન રાખવું?

BSBD ખાતાધારકોએ 1 ઓક્ટોબર 2026થી અમલમાં આવનારા નવા નિયમોને ધ્યાનમાં રાખવા જરૂરી છે. મહિનામાં ચાર વખતથી વધુ કેશ ઉપાડવાની જરૂર હોય તો પાંચમી વિથડ્રૉલથી દરેક ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયા ઉપરાંત GSTનો ખર્ચ થશે. તેથી વારંવાર કેશ ઉપાડતા ગ્રાહકો માટે નવા નિયમો જાણવું મહત્વપૂર્ણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SBI Cash Withdrawal Charges SBI BSBD Account Rules SBI New Rules 2026

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ