ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / saurav ganguly declined to take the position of chairman of ipl

ક્રિકેટ / BCCIની મીટિંગમાં થઈ ખેંચતાણ? અધ્યક્ષ પદથી હટી રહેલા ગાંગુલીએ આ ઑફર પણ ઠુકરાવી

Published By: Jaydeep Shah

Last Updated: 04:50 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCIની મિટિંગમાં સૌરવ ગાંગુલીએ અધ્યક્ષ પદ પર બની રહેવાની પોતાની ઈચ્છાને વ્યક્ત કરી હતી અને IPLનાં ચેરમેન પદની ઓફર મળતા તેમણે તે ઠુકરાવી દીધી.

ADVERTISEMENT

  • BCCIનાં અધ્યક્ષ બની રહેવા માંગતા હતા સૌરવ ગાંગુલી 
  • ગાંગુલીએ IPLનું ચેરમેન પદ ઠુકરાવી દીધું   
  • રોજર બિન્નીએ બીસીસીઆઈનાં પદ માટે નામાંકન ભર્યું 

BCCIનાં અધ્યક્ષ બની રહેવા માંગતા હતા સૌરવ ગાંગુલી 

સૌરવ ગાંગુલીની જગ્યાએ રોઝર બિન્નીનું બીસીસીઆઈના અધ્યક્ષ બનવાનું લગભગ નક્કી જ છે. આ બાબતને લઈને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. ટીએમસીએ સૌરવ ગાંગુલીને પદ પરથી હટાવવાને દાદાનું અપમાન જણાવ્યું છે. તેમનું કહેવું છે કે જો જય શાહ બીસીસીઆઈ સચિવ બન્યા રહી શકે છે, તો સૌરવ ગાંગુલી અધ્યક્ષ સહાય માટે ન 
રહી શકે. 

BCCIની મિટિંગમાં એવું શું થયું?
આ વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે સૌરવ ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ પદની ચૂંટણી લડવા માંગતા હતા અને તેમણે ગઇકાલે થયેલ બીસીસીઆઈની બેઠકમાં પણ પોતાની વાત સામે રાખી હતી. ગાંગુલી બીસીસીઆઈ અથવા આઇસીસી અધ્યક્ષ બનવા માંગતા હતા, પણ તેમને જણાવવામાં આવ્યું હતું કે બોર્ડ અધ્યક્ષ પદને બીજો કાર્યકાળ આપાનું ચલણ નથી. બેઠાક દરમિયાન ગાંગુલીને IPLના ચેરમેન પદની પણ ઓફર આપવામાં આવી હતી, જે લેવાની તેમણે ના પાડી દીધી. 

ગાંગુલીએ આ કારણ ઠુકરાવી IPLના ચેરમેન પદની ઓફર 
બીસીસીઆઈના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે સૌરવને આઈપીએલના ચેરમેન પદની ઓફર આપવામાં આવી હતી, પણ તેમણે ખૂબ જ શાંતિથી આ ઓફરનો અસ્વીકાર કરી દીધો. તેમનું તર્ક એ હતું કે બીસીસીઆઈ અધ્યક્ષ રહ્યા બાદ તેઓ તેની ઉપ સમિતિના પ્રમુખ ન બની શકે. તેમણે અધ્યક્ષ પદ પર રહેવામાં દિલચસ્પી જતાવી હતી. જણાવી દઈએ કે ગાંગુલી ના પાડવા પર અરુણ સિંહ ધૂમલને આઈપીએલના ચેરમેન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે બૃજેશ પટેલની જગ્યા લેશે. 

રોજર બિન્નીએ બીસીસીઆઈ અધ્યક્ષ પદ માટે નામાંકન ભર્યું 
ભારતની 1983 વિશ્વ કપ વિજેતા ટીમનો હિસ્સો રહેલા રોજર બિન્નીએ મંગળવારે બીસીસીઆઈનાં અધ્યક્ષ પદ માટે નામાંકન ભર્યું છે. રોજર બિન્નીનાં આ પદ પર નિર્વિરોધ પસંદગી થવાની આશા છે. બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જાણકારી આપતા કહ્યું કે રોજર બિન્નીએ અધ્યક્ષ પદ, મેં ઉપાધ્યક્ષ પદ,  જય શાહે સચિવ, આશિષ શેલારે કોષાધ્યક્ષ અને દેવજીત સૈકિયાએ સંયુક્ત સચિવ પદ માટે નામાંકન ભર્યા છે. 

બેંગ્લોરના રહેનારા ૬૭ વર્ષીય રોજર બિન્ની બીસીસીઆઈ અધ્યક્ષ પદ માટે નામાંકન ભરનારા અત્યારે એકમાત્ર ઉમેદવાર છે અને જો કોઈ ઉમેદવાર દાવેદારી પેશ નથી કરતુ 
તો ૧૮ ઓક્ટોબરના રોજ મુંબઈમાં થનારી બોર્ડની વાર્ષિક બેઠકમાં તેઓ સૌરવ ગાંગુલીની જગ્યાએ બીસીસીઆઈ અધ્યક્ષ બની જશે. 

જય શાહ સચિવ રહેશે 
કેદ્રિય ગૃહ મંત્રી અમિત શાહનાં પુત્ર જય શાહે પણ નામાંકન દાખલ કર્યું છે અને જો કોઈ અન્ય ઉમેદવાર મેદાનમાં નથી ઉતરતો તો તે સતત બીજા કાર્યકાળ માટે બીસીસીઆઈ સચિવ બન્યા રહેશે. જય શાહનાં આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનાં બોર્ડમાં પણ સૌરવ ગાંગુલીની જગ્યાએ ભારતીય પ્રતિનિધિ બનવાની આશા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News SAURAV GANGULY જય શાહ સૌરવ ગાંગુલી BCCI

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ