બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / સાઉદી અરેબિયામાં અરામકોનું હેલિકોપ્ટર ક્રેશ, રાસ તનૂરામાં 14 લોકોનાં મોત

વિશ્વ / સાઉદી અરેબિયામાં અરામકોનું હેલિકોપ્ટર ક્રેશ, રાસ તનૂરામાં 14 લોકોનાં મોત

Kalpesh Kandoria

Last Updated: 07:10 PM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉદી અરેબિયાના પૂર્વી તટીય શહેર રાસ તનૂરામાં અરામકોનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં મોટી જાનહાનિ સર્જાઈ છે. આ અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 14 લોકોનાં મોત થયાં હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

રવિવારે સાઉદી અરેબિયા સ્થિત ક્રૂડ ઓઈલ કંપની અરામકોનું એક હેલિકોપ્ટર દેશના પૂર્વી તટીય શહેર રાસ તનૂરામાં ક્રેશ થયું હોવાના અહેવાલ મળ્યા છે. આ ઘટનાને પગલે હેલિકોપ્ટરમાં સવાર તમામ 14 લોકોનાં મોત થયાં છે. આ ઘટના ઠીક એવા સમયે બની જ્યારે અરામકો કંપનીએ લગભગ 4 મહિના પછી રાસ તનૂરા ટર્મિનલથી ક્રૂડ ઓઈલનું લોડિંગ પુનઃ શરૂ કર્યું હતું.

કયા કરણસર ક્રેશ થયું તે હજી સ્પષ્ટ જાણી શકાયું નથી. સાઉદી સરકારે જણાવ્યું કે, સંબંધિત એજન્સીઓ ઘટનાની તપાસ કરી રહી છે. આ ઘટનાએ એવા સમયે ચિંતા વધારી દીધી છે, જ્યારે મધ્ય પૂર્વમાં ક્રૂડ નિકાસ તેજીથી વધારવામાં આવી રહી છે અને વૈશ્વિક ઉર્જા બજાર પર બધાની નજર બનેલી છે.

રાસ તનૂરામાં કેવી રીતે બની ઘટના?

સરકારી સમાચાર એજન્સી મુજબ અરામકોનું હેલિકોપ્ટર રવિવારે રાસ તનૂરા ક્ષેત્રમાં ઉડાણ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. ઘટનામાં 14 લોકો મૃત્યુ પામ્યા છે. ટેક્નિકલ ખામીને કારણે અકસ્માત સર્જાયો, હવામાનના કારણે અકસ્માત સર્જાયો કે અન્ય કોઈ કારણ હતું તે અંગે હજી જાણી શકાયું નથી. તપાસ પૂર્ણ થયા પછી જ સાચું કારણ જાણવા મળશે.

આ પણ વાંચો- સેશેલ્સના રાષ્ટ્રપતિએ PM મોદીને સર્વોચ્ચ સન્માન 'ગાર્ડિયન્સ ઓફ બ્લૂ હોરાઈઝન'થી સન્માનિત કર્યા

4 મહિના પછી ફરી શરૂ થયું હતું લોડિંગ

અરામકોએ શુક્રવારે રાસ તનૂરા ટર્મિનલથી ક્રૂડ ઓઈલનું લોડિંગ શરૂ કર્યું હતું. આ ટર્મિનલની ગણતરી વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ક્રૂડ નિકાસ કરતા કેન્દ્રોમાં થાય છે. એવામાં આ ક્ષેત્રમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાએ સુરક્ષા અને સંચાલનને લઈ અનેક સવાલો ઊભા કરી દીધા છે. જો કે હજી સુધી ક્રૂડ લોડિંગ કે નિકાસ પર કોઈ અસર પડી હોવાના અહેવાલ મળ્યા નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Saudi Aramco helicopter crash Saudi Arabia news Ras Tanura helicopter accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ