બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / શાંતિ મંત્રણા જોખમમાં! અમેરિકાએ જાહેર કર્યો ઈરાન પર હુમલાનો વીડિયો, પલટવારમાં બહેરીન-કુવૈત પર હુમલા

Video / શાંતિ મંત્રણા જોખમમાં! અમેરિકાએ જાહેર કર્યો ઈરાન પર હુમલાનો વીડિયો, પલટવારમાં બહેરીન-કુવૈત પર હુમલા

Ajitsinh Jadeja

Last Updated: 01:24 PM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Middle East Conflict: અમેરિકન નેવી અને એરફોર્સે હોર્મુઝ સ્ટ્રેટ અને તેની આસપાસના 10 ઈરાની લશ્કરી થાણાઓને નિશાન બનાવ્યા. બીજી તરફ ઈરાને પણ બહેરીન અને કુવૈત પર હુમલો કરીને બદલો લીધો છે

Middle East Conflict: અમેરિકન નેવી અને એરફોર્સે હોર્મુઝ સ્ટ્રેટ અને તેની આસપાસના 10 ઈરાની લશ્કરી થાણાઓને નિશાન બનાવ્યા. બીજી તરફ ઈરાને પણ બહેરીન અને કુવૈત પર હુમલો કરીને બદલો લીધો છે, ધમકી આપી કે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાથી શાંતિ મંત્રણાઓ સમાપ્ત થઈ શકે છે.

અમેરિકા- ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ બાદ ફરી એકવાર વાર-પલટવાર શરૂ થયું છે. અમેરિકન નેવી અને એરફોર્સના લડાકુ વિમાનોએ શનિવારે મોડી રાત્રે હોર્મુઝ સ્ટ્રેટ અને તેની આસપાસના 10 ઈરાની લશ્કરી થાણાઓ પર હુમલો કર્યો, જેમાં ઈરાની લશ્કરી થાણાને નિશાન બનાવવામાં આવ્યું. આ યુએસ લશ્કરી હુમલો ઈરાનના તેલ ટેન્કર એમ/ટી કિકુ પર ડ્રોન હુમલાનો બદલો છે.

અમેરિકાએ ઈરાનના ડ્રોન હુમલાનો જવાબ આપ્યો

યુએસ સેન્ટ્રલ કમાન્ડે એક્સ પર પોસ્ટ કર્યું, "ઈરાનના M/T કિકુ પર ડ્રોન હુમલાના જવાબમાં અમેરિકી નેવી અને એરફોર્સના ફાઇટર જેટ્સે હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ અનેક સ્થળોએ 10 ઈરાની લશ્કરી થાણાઓ પર હુમલો કર્યો.

એવું ના થાય કે ઈરાનનું અસ્તિત્વ નષ્ટ થઇ જાય - ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "અમેરિકાના વિમાનોએ ઈરાનની મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ સુવિધાઓ અને દરિયાકાંઠાના રડાર સ્થળો પર હુમલો કર્યો છે કારણ કે તેઓએ ફરી એકવાર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું છે. તે ખૂબ જ શક્ય છે કે તેઓ ક્યારેય શીખશે નહીં! એક સમય આવી શકે છે જ્યારે આપણે હવે સમજદારીપૂર્વક કાર્ય કરી શકતા નથી, અને આપણે લશ્કરી માધ્યમો દ્વારા સફળતાપૂર્વક શરૂ કરેલા કાર્યને પૂર્ણ કરવા મજબૂર થવું પડે" જો આવું થશે, તો ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનનું અસ્તિત્વ ખતમ થઈ જશે!"

રઘવાયા થયેલ ઈરાને મોટો વળતો હુમલો કર્યો

આ દરમિયાન અમેરિકન હુમલા બાદ પરેશાન ઈરાને મોટો વળતો હુમલો કર્યો. ઈરાને કુવૈત અને બહેરીનમાં આઠ અમેરિકન લશ્કરી મથકો પર હુમલો કર્યો. આમાં કુવૈતમાં અલી અલ સાલેમ એર બેઝ અને બહેરીનમાં યુએસ ફિફ્થ ફ્લીટ પર હુમલો શામેલ છે. આઇઆરજીસી દ્વારા આ કાર્યવાહી ઈરાની લશ્કરી મથકો પર અમેરિકાના હુમલા પછી કરવામાં આવી છે.

VTV ADD

આ પણ વાંચોઃ VIDEO / ચીનની રાજધાની બીજિંગમાં મોટો વિમાન અકસ્માત: 109 મંજિલા ગગનચુંબી બિલ્ડીંગ સાથે પ્લેન ટકરાયું

યુદ્ધવિરામ ઉલ્લંઘન શાંતિ કરારને જોખમમાં મૂકી શકે છે - ઈરાન

ઈરાને અમેરિકાને ચેતવણી પણ આપી છે કે યુદ્ધવિરામ ઉલ્લંઘન શાંતિ કરારને જોખમમાં મૂકી શકે છે. દરમિયાન કુવૈત ઈરાની હુમલા માટે સતર્ક થયું છે. કુવૈતી સેનાએ તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીને સક્રિય કરી છે. સેનાએ જણાવ્યું છે કે દેશ મિસાઈલ અને ડ્રોન હુમલાઓનો સામનો કરી રહ્યો છે. તેથી તેમણે હવાઈ સંરક્ષણ પ્રણાલીને સક્રિય કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

America Iran Middle East Conflict
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ