બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ચીનની રાજધાની બીજિંગમાં મોટો વિમાન અકસ્માત: 109 મંજિલા ગગનચુંબી બિલ્ડીંગ સાથે પ્લેન ટકરાયું

VIDEO / ચીનની રાજધાની બીજિંગમાં મોટો વિમાન અકસ્માત: 109 મંજિલા ગગનચુંબી બિલ્ડીંગ સાથે પ્લેન ટકરાયું

Pravin Joshi

Last Updated: 12:35 AM, 27 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનની રાજધાની બીજિંગમાં એક હૃદયકંપાવનારો વિમાન અકસ્માત સર્જાયો છે. અહીં એક નાનું લાઇટ સ્પોર્ટ એરક્રાફ્ટ બીજિંગની સૌથી ઊંચી 109 માળની ઇમારત 'સિટિક ટાવર' સાથે ટકરાયું હતું.

ચીનની રાજધાની બીજિંગના ચાઓયાંગ ડિસ્ટ્રિક્ટમાં આવેલા સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બીજિંગની સૌથી ઊંચી અને પ્રતિષ્ઠિત ગગનચુંબી ઇમારત સિટિક ટાવર, જેને સ્થાનિક સ્તરે ચાઇના ઝૂન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની સાથે એક નાનું વિમાન ટકરાયું છે. આ ભયાનક અકસ્માતમાં વિમાનના પરખચ્ચા ઊડી ગયા છે. સોશિયલ મીડિયા પર આ ભયાનક દુર્ઘટનાના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં 1,700 ફીટ ઊંચી બિલ્ડિંગ પરથી પ્લેનનો કાટમાળ નીચે પડતો સ્પષ્ટ જોઈ શકાય છે.

હવામાં જ વિમાનના ટુકડા થયા, બિલ્ડિંગમાં પડ્યું કાણું

વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયો અનુસાર, પ્લેનની ટક્કર એટલી જોરદાર હતી કે ટાવરની સાઇડના ભાગમાં એક મોટું ગાબડું (કાણું) પડી ગયું છે. ટક્કરને કારણે બિલ્ડિંગની બે મોટી બારીઓ તૂટી ગઈ હતી, જેના લીધે એરક્રાફ્ટ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું. ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર વિમાનનો કાટમાળ વેરવિખેર પડ્યો હતો અને ત્યાંથી કાળો ઘટ્ટ ધુમાડો નીકળી રહ્યો હતો. સીએનએનના (CNN) પત્રકારના જણાવ્યા મુજબ, અકસ્માત બાદ બિલ્ડિંગમાં હાજર લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા અને એન્ટ્રી ગેટ પાસે લોકોના ટોળા જમા થઈ ગયા હતા. ઘટનાસ્થળે ફાયર ફાઈટર, પોલીસ અને એમ્બ્યુલન્સનો મોટો કાફલો તૈનાત કરી દેવાયો છે.

નક્કી કરેલા રૂટ પરથી ભટકી ગયું હતું પ્લેન

અહેવાલો અનુસાર, આ પ્લેન સ્થાનિક જનરલ એવિએશન કંપનીનું એક લાઇટ સ્પોર્ટ એરક્રાફ્ટ હતું, જેનો રજીસ્ટ્રેશન કોડ B-12PP હોવાનું કહેવાય છે. આ પ્લેનમાં માત્ર પાયલટ એકલો જ સવાર હતો. તેણે અકસ્માતના માત્ર અડધા કલાક પહેલા જ શિફોસી એરપોર્ટ પરથી ટેક-ઓફ કર્યું હતું. સાંજે 5:40 વાગ્યે પ્લેન લેન્ડિંગ માટે એરપોર્ટ પર પાછું ફરવાની તૈયારી કરી રહ્યું હતું, પરંતુ તે પોતાના નિયત રસ્તા પરથી ભટકી ગયું હતું. ફ્લાઇટ મોનિટરિંગ સિસ્ટમે આ પ્લેનને ત્યાં સુધી ટ્રેક કર્યું હતું જ્યાં સુધી બીજિંગના ઇસ્ટ ફિફ્થ રિંગ રોડ વિસ્તારમાં તેનો સિગ્નલ ગાયબ ન થઈ ગયો. સિગ્નલ ગયા બાદ પ્લેનનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો હતો અને ત્યારબાદ આ અકસ્માત સર્જાયો હતો. ફ્લાઇટ રડાર 24 ના અનવેરિફાઇડ ડેટા પણ પુષ્ટિ કરે છે કે વિમાન પોતાના રૂટ પરથી ઘણું દૂર નીકળી ગયું હતું.

આ પણ વાંચો : નવા સીમાંકન બાદ લોકસભાની બેઠકો વધીને 40, વિધાનસભાની બેઠકો 273 થઈ શકે છે, 10 મતવિસ્તારોનું વિભાજન થઈ શકે

બીજિંગ ડ્રોન-ફ્રી ઝોન હોવા છતાં સર્જાયો અકસ્માત

આ અકસ્માતમાં જાનહાનિ કે હતાહત થયેલા લોકોની સંખ્યા અંગે હજુ સુધી ચીન સરકાર તરફથી કોઈ સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી નથી. આ ઘટના એટલે પણ આશ્ચર્યજનક છે કારણ કે 1 May થી લાગુ કરાયેલા નવા અને કડક નિયમો હેઠળ ચીનની રાજધાની બીજિંગને સત્તાવાર રીતે 'ડ્રોન-ફ્રી ઝોન' જાહેર કરવામાં આવ્યું છે. આ નિયમ હેઠળ કોઈ પણ નાગરિક સરકારની આગોતરી મંજૂરી વિના ડ્રોન ખરીદી, ભાડે કે ઉડાવી શકતું નથી. આવા કડક સુરક્ષા પ્રોટોકોલ વચ્ચે આટલી મોટી દુર્ઘટના કેવી રીતે ઘટી, તે અંગે તપાસ એજન્સીઓ ઊંડી તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BeijingPlaneCrash ChinaZun CiticTower
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ