બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:15 PM, 26 June 2026
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (26 જૂન, 2026) ઈરાન પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. યુએસ રાષ્ટ્રપતિએ 25 જૂનના હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા એક કોમર્શિયલ જહાજ પર મિસાઇલ હુમલા બાદ આ નિવેદન આપ્યું હતું. ટ્રમ્પના જણાવ્યા મુજબ ઈરાને હુમલો કર્યો, જ્યારે યુએસ સેનાએ અન્ય ત્રણ ડ્રોનને રોકી દીધા હતા.
ADVERTISEMENT
ટ્રમ્પે ઈરાન પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું, "ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો પર ઓછામાં ઓછા ચાર વન-વે એટેક ડ્રોન ફાયર કર્યા. આમાંથી એક ડ્રોન સીધો એક મોંઘા કોમર્શિયલ જહાજના ઉપરી ભાગ પર અથડાયું." હુમલાથી જહાજને નુકસાન થયું, પરંતુ તે આગળ વધવામાં સફળ રહ્યું. બાકીના ત્રણ ડ્રોનને યુએસ સેનાએ હવામાં તોડી પાડ્યા હતા. ટ્રમ્પે આને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન ગણાવ્યું.
ADVERTISEMENT
ઈરાને ધમકી આપી હતી
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રની એજન્સી ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) એ હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજો અને ખલાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ રોકી દીધું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Venezuela / વેનેઝુએલાની મદદ માટે ભારતે ચલાવ્યું ઑપરેશન 'અમિસ્તાદ', રાહત સામગ્રી સહિત આ વસ્તુઓ મોકલી
બ્રિટિશ નૌસેનાની એજન્સી (UKMTO) અનુસાર ઓમાનના દરિયાકાંઠે જહાજ પર મિસાઇલ અથવા ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં જહાજના કંટ્રોલ રૂમને નુકસાન થયું હતું, પરંતુ કોઈને ઈજા થઈ ન હતી. સૂત્રોએ બાદમાં જહાજને 'એવર લવલી' તરીકે ઓળખાવ્યું હતું, જેના પર સિંગાપોરનો ઝંડો લાગેલો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.