બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:33 AM, 29 June 2026
US-Iran Conflict Explained: અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં જ થયેલ શાંતિ સમજૂતી પર પાણી ફરતું હોય તેવું જણાઈ રહ્યું છે. 17 જૂને પાકિસ્તાનની મધ્યસ્થતામાં બંને દેશો વચ્ચે એક મેમોરેંડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર થયા હતા.
ADVERTISEMENT
જેનો ઉદ્દેશ્ય તણાવ ઘટાડીને પશ્ચિમ એશિયામાં સ્થિરતા બનાવવાનો હતો. પરંતુ સમજૂતીના થોડા દિવસોમાં જ બંને દેશ વચ્ચે ફરી એકવાર સૈન્ય હુમલા શરૂ થઈ ગયા છે. આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં MoUનો આર્ટિકલ 5 છે.
ઈરાન અને અમેરિકા બંને એક-બીજા પર અનુચ્છેદના ઉલ્લંઘનનો આરોપ લગાવી રહ્યા છે. ખાસ કરીને દુનિયાના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંથી એક હૉર્મુજ સમુદ્રધુની (Strait of Hormuz)ને લઈ બંને દેશોની વ્યાખ્યા અલગ-અલગ છે. આવો સરળ ભાષામાં સમજીએ Article 5 શું છે અને તે વિવાદનું કારણ કઈ રીતે બની ગયું.
ADVERTISEMENT
આર્ટિકલ 5 આ સમગ્ર મામલાનો મુખ્ય ભાગ છે. જે દુનિયાના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વ્યાપારિક રસ્તો એટલે કે સ્ટ્રેટ ઑફ હોર્મુજને ફરી ખોલવા અને ત્યાંથી ક્રૂડ ઓઈલના જહાજો સુરક્ષિત કાઢવાની એક ફ્રેમવર્ક તૈયાર કરે છે. જણાવી દઈએ કે દુનિયાનું 20% કાચું ક્રૂડ ઓઈલ અને લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) આ રસ્તેથી થઈને જ પસાર થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આગલા 60 દિવસ સુધી કોઈપણ પ્રકારનો ટેક્સ કે ટ્રાંજિટ ફી લીધા વિના ખાડી દેશોથી ઓમાનની ખાડી સુધી જહાજોને સુરક્ષિત રસ્તે જવા દેવા પર ઈરાન સહમત થયું હતું.
ADVERTISEMENT
ઈરાને વચન આપ્યું હતું કે તે 30 દિવસની અંદર આ દરિયાઈ માર્ગમાં પાથરવામાં આવેલી પોતાની સૈન્ય અને તકનીકી અવરોધો (જેમ કે દરિયાઈ બારૂદી સુરંગો) દૂર કરશે, જેથી જહાજોની અવરજવર ફરીથી શરૂ થઈ શકે.
ADVERTISEMENT
આ દરિયાઈ માર્ગના ભવિષ્યના સંચાલન માટે ઈરાન ઓમાન અને અન્ય ખાડી દેશો સાથે આંતરરાષ્ટ્રીય કાયદાઓના દાયરામાં રહીને ચર્ચા અને વાટાઘાટો કરશે.
આ પણ વાંચો- મેઘરાજાને મનાવવા મહિલાઓનો અનોખો પ્રયાસ, ઢૂંઢિયા મહારાજની મૂર્તિ બનાવી, ભજન ગાયાં
બંને દેશોએ આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ આર્ટિકલ 5ને લઈ બંને દેશની વ્યાખ્યા અલગ-અલગ છે. આ કારણે જ આ અનુચ્છેદ બંને દેશો માટે નવા વિવાદનું કારણ બની ગયો છે. ઈરાનનો દાવો છે કે આર્ટિકલ 5 અંતર્ગત હોર્મુજના પ્રબંધન અને સંચાલનની મુખ્ય જવાબદારી તેમની છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ તેહરાનનું કહેવું છે કે વ્યાપારિક જહાજોએ ઈરાનના ઉત્તરી સમુદ્રી માર્ગનો ઉપયોગ કરવો જોઈએ, જે ઈરાની તટની નજીક છે. પરંતુ અત્યારે કેટલાંય જહાજો ઓમાનના તટ પાસે આવેલ દક્ષિણી માર્ગથી પસાર થવા લાગ્યાં.
ઈરાનનો આરોપ છે કે આ MoUની ભાવનાના વિરુદ્ધ છે અને તેના કારણે હોર્મુઝ જળમાર્ગને સંપૂર્ણપણે ખુલ્લો કરવાની પ્રક્રિયા પર અસર પડી શકે છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ જણાવ્યું કે સમજૂતીથી અલગ નવી વ્યવસ્થા લાગુ કરવાનો પ્રયાસ પરિસ્થિતિને વધુ જટિલ બનાવી દેશે. તેમનું કહેવું છે કે હોર્મુઝ જળમાર્ગના સંચાલનની જવાબદારી માત્ર ઈરાનની છે અને અન્ય કોઈ દેશનું હસ્તક્ષેપ તણાવને વધુ વધારશે.
વિશ્લેષકોના મતે અમેરિકા હોર્મુઝ જળમાર્ગ પર ઈરાનના સંપૂર્ણ નિયંત્રણના મોડેલ સાથે સહમત નથી. અમેરિકાનું માનવું છે કે હોર્મુઝ જેવા આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા દરિયાઈ માર્ગ પર માત્ર એક દેશનું નિયંત્રણ હોવું યોગ્ય નથી.
નિષ્ણાંતોનું માનવું છે કે આર્ટિકલ 5 માત્ર એક કાનૂની પ્રાવધાન નથી પરંતુ આખા શાંતિ સમજૂતીની મહત્વની કડી છે. જો સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં જહાજોની સુરક્ષિત અવર-જવર સુનિશ્ચિત નથી થઈ શકતી, તો સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ્ય નબળો પડી જશે. આ કારણે જ બંને વચ્ચે આર્ટિકલ 5ને લઈ વધતો વિવાદ પશ્ચિમ એશિયામાં ફરી એકવાર મોટા ઘર્ષણનું કારણ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.