બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / કરાચીમાં પેરામિલિટ્રી હેડક્વાર્ટર પર આતંકી હુમલો, 6 આતંકીઓ અને 4 સુરક્ષાકર્મીઓના મોત

વર્લ્ડ / કરાચીમાં પેરામિલિટ્રી હેડક્વાર્ટર પર આતંકી હુમલો, 6 આતંકીઓ અને 4 સુરક્ષાકર્મીઓના મોત

Jinal Chauhan

Last Updated: 08:15 AM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના આર્થિક કેન્દ્ર ગણાતા કરાચીમાં ફરી એકવાર આતંકવાદી હુમલાએ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધી છે. પેરામિલિટ્રી ફોર્સ સિંધ રેન્જર્સના મુખ્યાલયને નિશાન બનાવી કરાયેલા હુમલામાં અનેક લોકોના મોત થયા છે.

કરાચીના ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારમાં આવેલા સિંધ રેન્જર્સના હેડક્વાર્ટર પર સશસ્ત્ર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલા વાહનનો ઉપયોગ કરીને કેમ્પસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોએ ઝડપી કાર્યવાહી કરીને મોટું નુકસાન ટાળ્યું, પરંતુ અથડામણ દરમિયાન ચાર જવાનો શહીદ થયા હતા. હુમલાની જવાબદારી પ્રતિબંધિત આતંકી સંગઠન જમાત-ઉલ-અહરારે સ્વીકારી છે.

રાત્રે શરૂ થયો હુમલો

માહિતી મુજબ, શનિવારે રાત્રે કરાચીના ગીચ વસ્તીવાળા ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારમાં સ્થિત સિંધ રેન્જર્સના ભિટ્ટાઈ વિંગ મુખ્યાલય પર સાત જેટલા આતંકવાદીઓએ સંયોજિત હુમલો કર્યો હતો. હુમલાખોરો ભારે હથિયારો અને વિસ્ફોટકો સાથે આવ્યા હતા.

Karachi Terror Attack

ગેટ તોડી કેમ્પસમાં ઘૂસવાનો પ્રયાસ

આતંકવાદીઓએ સૌપ્રથમ વિસ્ફોટકોથી ભરેલા વાહનને મુખ્ય પ્રવેશદ્વાર સાથે અથડાવ્યું હતું. ત્યારબાદ તેમણે હેન્ડ ગ્રેનેડ ફેંક્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. અચાનક થયેલા હુમલાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.

સુરક્ષા દળોની કાર્યવાહી

હુમલાની જાણ થતાં જ રેન્જર્સના જવાનોએ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. બાદમાં સ્પેશિયલ સિક્યોરિટી યુનિટ (SSU) અને એન્ટી ટેરરિસ્ટ ફોર્સ (ATF)ની ટીમો પણ સ્થળ પર પહોંચી હતી. લગભગ 90 મિનિટ સુધી ચાલેલી અથડામણ બાદ સુરક્ષા દળોએ 6 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

એક આતંકી જીવતો ઝડપાયો

ઓપરેશન દરમિયાન એક હુમલાખોરને ઘાયલ હાલતમાં જીવતો પકડી લેવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓ હવે તેની પૂછપરછ કરીને હુમલાની સમગ્ર યોજના અને તેમાં સામેલ અન્ય લોકો વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

4 જવાનો શહીદ

આ આતંકી હુમલામાં સિંધ રેન્જર્સના ચાર બહાદુર જવાનોએ ફરજ બજાવતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. અનેક સુરક્ષાકર્મીઓ ઘાયલ પણ થયા હોવાના અહેવાલ છે. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.

vtv hiring

આ પણ વાંચોઃ અમેરિકાનો ઈરાન પર બીજો મોટો હુમલો, હોર્મુઝ પર મંડરાવા લાગ્યું સંકટ

સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ

ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. મુખ્યાલય તરફ જતાં તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. બચાવ અને તબીબી ટીમોને પણ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

જમાત-ઉલ-અહરારે લીધી જવાબદારી

આ હુમલાની જવાબદારી જમાત-ઉલ-અહરાર નામના આતંકવાદી સંગઠને લીધી છે. આ સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સાથે જોડાયેલું માનવામાં આવે છે અને ભૂતકાળમાં પણ અનેક આતંકી હુમલાઓમાં તેનું નામ સામે આવ્યું છે.

પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા સામે પડકાર

કરાચીમાં છેલ્લા કેટલાક સમય બાદ થયેલો આ મોટો હુમલો પાકિસ્તાનની આંતરિક સુરક્ષા વ્યવસ્થા માટે ગંભીર પડકાર માનવામાં આવી રહ્યો છે. તાજેતરમાં અફઘાનિસ્તાન સરહદને લઈને વધેલા તણાવ અને આતંકી સંગઠનોની વધતી ગતિવિધિઓ વચ્ચે આ હુમલો સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

અગાઉ પણ બન્યા હતા આવા હુમલા

કરાચીમાં અગાઉ પણ આતંકવાદીઓ દ્વારા સુરક્ષા સંસ્થાઓ અને મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે તાજેતરનો હુમલો આતંકી સંગઠનોની બદલાતી વ્યૂહરચના અને વધતી હિંમત તરફ સંકેત આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Karachi Terror Attack Jamaat-ul-Ahrar Sindh Rangers Headquarters
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ