બ્રેકિંગ ન્યુઝ
પંચાગ અનુસાર 6 એપ્રિલ શનિવારે 3.55 વાગ્યે શનિદેવ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. શનિ આ નક્ષત્રમાં 3 ઓક્ટોબર સુધી રહેશે. જેનો પ્રભાવ બધી રાશિઓના જાતકો પર જોવા મળશે. શનિ ગ્રહનું નામ લેતા જ મોટાભાગના લોકો ડરી જાય છે.
ADVERTISEMENT

પરંતુ શનિ ડરના નહીં પરંતુ ન્યાયના દેવતા છે. ત્યાં જ શનિ હંમેશા લોકોને ખરાબ ફળ નથી આપતા પરંતુ શનિ ગોચરથી અમુક રાશિઓ પર તેનો શુભ પ્રભાવ પણ પડે છે. શનિના આ નક્ષત્ર પરિવર્તન કરવાથી બધી રાશિના જાતકો પર સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પડશે પરંતુ 4 રાશિના જાતકો પર શનિની ખાસ કૃપા રહેશે.
ADVERTISEMENT
આ રાશિના જાતકો પર રહેશે ખાસ કૃપા
મેષ
મેષ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન ધન લાભ થશે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે. આ સમયગાળા દરમિયાન જાતક નવું મકાન, જમીન કે પછી ફ્લેટ પણ ખરીદી શકે છે. તેના ઉપરાંત જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને સરકારી નોકરી મળવાના યોગ બની રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તમારા રોકાયેલા કામ બની જશે અને મહેનત રંગ લાવશે.
વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થવાના છે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિ મળશે. તમને જો ઘણા વર્ષોથી મહેનત કર્યા બાદ પણ પ્રમોશન નથી મળી શક્યું તો તમને થોડા જ દિવસોમાં શુભ સમાચાર મળી જશે. આ સમય દરમિયાન જાતકોની આવકમાં ઝડપથી વધારો થશે. સમાજમાં માન-સન્માન વધશે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે.
ADVERTISEMENT
.jpg)
કન્યા
કન્યા રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ લાભકારી પરિણામ મળશે. તમને મનમાં છેલ્લા કેટલાક દિવસોથી જે પણ મુશ્કેલીઓ આવી રહી હતી તેનું સમાધાન થશે. સાથે જ આર્થિક સ્થિતિ સુધરવાની સાથે તમારૂ દેવું પણ ઉતરી જશે. તમારી સુખ-સુવિધાઓ વધશે. જેના કારણે તમારૂ મન પ્રસન્ન થઈ જશે. જીવનસાથી સાથે સારૂ બનવાના કારણે સંબંધ મજબૂત થશે.
ADVERTISEMENT
વધુ વાંચો: ચૈત્રી નવરાત્રીની શરૂઆત થશે બે શૂભ યોગથી, ભક્તોની દરેક મનોકામનાઓ થશે પૂર્ણ
ધન
ધન રાશિના જાતકો માટે ઈચ્છા અનુસાર નોકરી મળશે. લાઈફ પાર્ટનરની સાથે સારો સમય પસાર કરી શકશો સ્વાસ્થ્ય સંબંધિત મુસ્કેલીઓ દૂર થશે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. લાંબા સમયથી રોકાયેલું કાર્ય પુરૂ થશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.