બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 06:34 PM, 28 March 2024
વર્ષ 2024ની ચૈત્રી નવરાત્રી 9મી એપ્રિલથી શરૂ થશે. ચૈત્ર મહિનાની સુદ એકમથી ચૈત્ર નવરાત્રિ શરૂ થશે. મંગળવારથી નવરાત્રિ શરૂ થઈ રહી હોવાથી આ વખતે દૂર્ગા માતા ઘોડા પર સવાર થઈને આવશે. આ વખતે ચૈત્રી નવરાત્રી ખૂબ જ ખાસ છે. કારણ કે વર્ષો બાદ ચૈત્રની એકમ પર અનેક શુભ સંયોગો પણ બની રહ્યા છે. જેથી આ દરમિયાન પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થશે.
ADVERTISEMENT
ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અભિજિત મુહૂર્ત સાથે સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગનો અદ્ભુત સંયોગ થવાનો છે. સવારે 7.35 પછી દિવસભર સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ રહેશે. ઉપરાંત બપોરે 12.03 વાગ્યાથી અભિજીત મુહૂર્ત શરૂ થઈ રહ્યુ છે, જે 12.54 વાગ્યા સુધી રહેશે.
ADVERTISEMENT
જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક યોગનું વિશેષ મહત્વ છે. બધા યોગોમાં સર્વાર્થ સિદ્ધિ યોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાર અને નક્ષત્રના સંયોગને સર્વાર્થ સિદ્ધિ યોગ કહેવાય છે. અમુક વારે આવતા વિશેષ નક્ષત્રોના સંયોગથી આ યોગ બને છે. જ્યારે કોઈ શુભ સમય ન હોય તો આ યોગની સાથે શુભ, લાભ કે અમૃત ચોઘડિયુ જોઈને કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગમાં દેવીની ઉપાસના કરવાથી તમામ ઇચ્છાઓ પુરી થાય છે. જો સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગમાં પૂજા કરવામાં આવશે તો તેનો વિશેષ લાભ મળશે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન દુર્ગાની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ નવરાત્રીમાં નવ દિવસ દુર્ગા માતાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પંચાગ અનુસાર 9 એપ્રિલની સવારે 6:24 થી 10:28 સુધી કળશ સ્થાપના માટે શુભ મૂહુર્ત છે.
વાંચવા જેવું: આજે આ તારીખે જન્મેલા લોકોને થશે જોરદાર ફાયદો, ભરપૂર પૈસા મળવાના યોગ
માન્યતા મુજબ નવરાત્રીનો પ્રથમ દિવસ મંગળવાર હોવાથી આ વખતે દુર્ગા માતાનું વાહન ઘોડો છે. ઘોડા પર માતાના આગમનને શુભ સંકેત માનવામાં આવતું નથી. જ્યારે પણ માતા ઘોડા પર સવાર થઈને આવે છે, ત્યારે સામાજિક અને રાજકીય સ્તરે મોટા ફેરફારો જોવા મળે છે. દેશ અને દુનિયામાં યુદ્ધની સંભાવના રહે છે, મોટા રાજકીય પરિવર્તન પણ થઈ શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.