બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:29 AM, 29 January 2024
ADVERTISEMENT
આજે સંકટ ચોથ છે. આજના દિવસે વ્રત કરવાખથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ વ્રત બાળકોના દીર્ઘાયુ માટે લાભદાયી માનવામાં આવે છે. સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ દિવસે ખાસ ઉપાય કરવાથી નોકરી, તંદુરસ્ત માનસિક આરોગ્ય અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. સંકટ ચોથના દિવસે કયા ઉપાય કરવા જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
સંકટ ચોથ ઉપાય
નોકરી મેળવવા ઉપાય
નોકરીમાં પ્રમોશન મેળવવા માંગો છો અથવા મનપસંદ નોકરી કરવા માંગો છો તો સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશની માટીની મૂર્તિ બનાવો અને પંચોપચાર વિધિથી પૂજા કરો. ભગવાન ગણેશને પીળા વસ્ત્રો પહેરાવો અને તલ અને ગોળનો ભોગ ધરાવો. રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને તમારી ઈચ્છા કહો અને વ્રત તોડો.
ADVERTISEMENT
સંતાન પ્રાપ્તિ માટે ઉપાય
સંતાન પ્રાપ્તિ માટે દર મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ ભગવાન ગણેશનું નિર્જળા વ્રત કરો. આ દિવસે સવારે ઊઠીને વિધિ વિધાન સાથે ભગવાન ગણેશની પૂજા કરો. ભગવાન ગણેશને તમારા મનની ઈચ્છા જણાવો. રાત્રે ચંદ્રના દર્શન કરીને, અર્ઘ્ય અર્પણ કરો અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા જણાવીને વ્રત તોડો. ટૂંક સમયમાં ભગવાન ગણેશ તમારી મનોકામના પૂર્ણ કરશે.
ADVERTISEMENT
માનસિક શાંતિ માટે ઉપાય
મનમાં કોઈ પણ પ્રકારની ચિંતા રહેતી હોય અને તણાવ અનુભવતા હોવ તો સંકટ ચોથના દિવસે ઉપવાસ કરો. રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરતી વખતે 'ઓમ સોમ સોમાય નમઃ' મંત્રનો જાપ કરો. આ પ્રકારે કરવાથી તમારો માનસિક તણાવ દૂર થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.