ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Sankashti chaturthi 2019 shubh muhurat puja vidhi

ધર્મ / સંકટ ચોથના શુભ મુહૂર્ત પર આ રીતે કરો પૂજા, તમારી દરેક મનોકામના થશે પૂર્ણ

Published By: Noor

Last Updated: 10:03 PM, 15 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલાં ભગવાન ગણેશની આરાધના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે સંકટ ચોથના દિવસે ગણેશજીની સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે તો બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આજે સંકટ ચોથ હોવાથી અમે તમને જણાવી રહ્યા છે કઈ રીતે ગણેશજીની પૂજા કરી શુભ ફળ પ્રાપ્ત કરી શકાય છે. આ દિવસે તમે વિધિપૂર્વક ગણેશજીની આરાધના કરી મનગમતું ફળ પ્રાપ્ત કરી શકો છો.

ADVERTISEMENT

ક્યારે આવે છે સંક્ટ ચોથ?

સંકટ ચોથ દરેક મહિનાની કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચોથે ઊજવવામાં આવે છે. પૂનમ પછી આવતી ચોથને સંકટ ચોથ કહે છે અને અમાસ પછી આવતી ચોથને વિનાયક ચોથ કહે છે. 

સંકટ ચોથના દિવસે ગણેશજીની પૂજા આરાધના કરીને વિશેષ વરદાન પ્રાપ્ત કરી શકાય છે અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે. આ વખતની સંકટ ચોથ આજે એટલે કે 15 નવેમ્બર, શુક્રવારે છે. 

સંકટ ચોથના શુભ મુહૂર્ત

ચંદ્રોદયનો સમય- સાંજે 7:48 વાગ્યે

ચોથ તિથિનું પ્રારંભ- 15 નવેમ્બર, સાંજે 7:46 વાગ્યે

ચોથ તિથિની સમાપ્તિ- 16 નવેમ્બર, સાંજે 7:15 વાગ્યે

સંકટ ચોથના શુભ દિવસે આ રીતે કરો પૂજા

  • ભગવાન ગણેશજીમાં આસ્થા રાખનાર લોકો આ દિવસે ઉપવાસ રાખીને તેમને ખુશ કરી મનગમતા ફળ માટે કામના કરે છે. 
  • આ દિવસે સવારે સૂર્યોદય પહેલાં ઉઠી જાઓ
  • સ્નાન કરીને લાલ અથવા પીળા રંગના કપડા પહેરી લો
  • ત્યારબાદ લાલ રંગનું કપડું પાથરી તેની પર ભગવાન ગણેશજીની તસવીર મૂકો
  • ગણેશજીની પૂજા કરતી વખતે પૂર્વ અથવા ઉત્તર તરફ ચહેરો રાખો
  • ગણેશજીની સામે દીવો પ્રગટાવો અને લાલ ગુલાબના ફૂલોથી ભગવાનને સજાવો
  • પૂજા સ્થળે તલના લાડુ, ગોળની રોલી, મોલી, ચોખા, ફૂલ, તાંબાના લોટામાં પાણી, ધૂપ, પ્રસાદમાં કેળા અને મોદક રાખો
  • ગણેશજીની સામે ધૂપ અને દીવો પ્રગટાવી નિમ્ન મંત્ર જાપ કરો. આ મંત્ર ઓછામાં ઓછું 27 વાર અવશ્ય જાપ કરો. તેનાથી નોકરી અને વેપારમાં લાભ થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Dharm Sankashti chaturthi Shubh muhurat puja vidhi પૂજા વિધિ શુભ મુહૂર્ત સંકટ ચોથ ધર્મ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ