ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સેમસંગ ઈન્ડિયામાં 100 કર્મચારીઓની નોકરી ગઈ, ટીવી-હોમ એપ્લાયન્સ બિઝનેસમાં આ વસ્તુ બની છટણીનું કારણ
8 ફોટો ગેલેરી
Last Updated: 12:57 PM, 8 September 2026
1/8
સેમસંગ ઈન્ડિયામાં છટણીનો મોટો ઝટકો લાગ્યો છે. કંપનીએ ટીવી અને હોમ એપ્લાયન્સ બિઝનેસમાં 100 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી હટાવ્યા છે.રિપોર્ટ અનુસાર કંપની વધતા ખર્ચ અને નબળા વેચાણને કારણે આ નિર્ણય લઈ રહી છે. છટણીની અસર ડિરેક્ટરથી લઈને ટીમ લીડ, બ્રાન્ચ મેનેજર અને એરિયા મેનેજર જેવા પદો પર પણ થઈ છે.
2/8
સેમસંગ ઈન્ડિયાએ ટીવી અને હોમ એપ્લાયન્સ બિઝનેસમાં કામ કરતા આશરે 80થી 100 અધિકારીઓને નોકરીમાંથી દૂર કર્યા છે. રિપોર્ટ પ્રમાણે કર્મચારીઓની છટણી અલગ અલગ તબક્કામાં કરવામાં આવી રહી છે. તેમાં ડિરેક્ટર, ટીમ લીડ, બ્રાન્ચ મેનેજર અને એરિયા મેનેજર જેવા પદો પર કામ કરતા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. કંપનીના ખર્ચમાં વધારો અને વેચાણમાં નબળાઈને છટણીનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
3/8
છેલ્લા કેટલાક સમયથી મેમરી ચિપની કિંમતમાં મોટો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર તેની કિંમત બમણાથી પણ વધારે થઈ ગઈ છે. મેમરી ચિપનો ઉપયોગ ટીવી અને અન્ય ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સમાં થાય છે. ચિપ મોંઘી થતાં કંપની માટે પ્રોડક્ટ બનાવવાનો ખર્ચ વધ્યો છે. તેના કારણે ઓછા ભાવે પ્રોડક્ટ વેચીને પહેલાના જેવું નફાનું માર્જિન જાળવવું મુશ્કેલ બની રહ્યું છે.
4/8
ભારતીય રૂપિયામાં આવેલી નબળાઈની અસર પણ સેમસંગના બિઝનેસ પર પડી છે. કંપનીને કેટલાક કોમ્પોનન્ટ્સની આયાત કરવી પડે છે. રૂપિયો નબળો પડતાં આ ઈમ્પોર્ટેડ કોમ્પોનન્ટ્સની કિંમત વધી છે. તેના કારણે પ્રોડક્ટ બનાવવાનો કુલ ખર્ચ વધ્યો છે. વધતા ખર્ચ અને નબળા વેચાણ વચ્ચે કંપની પોતાના ઓપરેશનલ ખર્ચને ઘટાડવા પર ધ્યાન આપી રહી છે.
ADVERTISEMENT
5/8
હાલમાં સામે આવેલી છટણી મુખ્યત્વે ટીવી અને હોમ એપ્લાયન્સ બિઝનેસ સુધી મર્યાદિત છે. જોકે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી સમયમાં વધુ કર્મચારીઓ પર પણ તેની અસર પડી શકે છે. સેમસંગના ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસની સેલ્સ અને માર્કેટિંગ ટીમમાં આશરે 550થી 600 અધિકારીઓ છે. આ ટીમના લગભગ 25 ટકા કર્મચારીઓ પર અસર થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તેમાં ડાયરેક્ટ તેમજ ઓફ-રોલ કર્મચારીઓનો સમાવેશ થઈ શકે છે.
6/8
નોકરીમાંથી દૂર કરવામાં આવી રહેલા કર્મચારીઓને કંપની તરફથી સર્વન્સ આપવામાં આવી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે કર્મચારીઓને આશરે ત્રણ મહિનાની સેલરી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત દરેક એક વર્ષની સર્વિસ માટે એક મહિનાની વધારાની સેલરી આપવાની જોગવાઈ છે. કંપની ખર્ચ ઘટાડવા માટે કેટલાક રિજનલ ઓફિસને એકસાથે કરવાની પણ તૈયારી કરી રહી છે. દિવાળી બાદ ટીવી અને હોમ એપ્લાયન્સ બિઝનેસના વર્કફોર્સમાં વધુ ફેરફાર થઈ શકે છે.
ADVERTISEMENT
7/8
સેમસંગના સ્માર્ટફોન બિઝનેસને હાલની છટણીથી અલગ રાખવામાં આવ્યો છે. કંપનીને આગામી ફેસ્ટિવ સીઝન અને દિવાળી દરમિયાન સ્માર્ટફોનના વેચાણમાં વધારો થવાની આશા છે. જોકે ભારતમાં સ્માર્ટફોન માર્કેટ પણ હાલમાં સંપૂર્ણપણે મજબૂત સ્થિતિમાં નથી. રિપોર્ટ અનુસાર ભારતમાં સ્માર્ટફોનના વેચાણના વોલ્યુમમાં વાર્ષિક ધોરણે આશરે 11થી 12 ટકાનો ઘટાડો નોંધાયો છે.
8/8
સેમસંગ ઈન્ડિયાનો સમગ્ર બિઝનેસ ખરાબ સ્થિતિમાં છે એવું માનવામાં આવતું નથી. કંપનીની ઓવરઓલ કામગીરી મજબૂત હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. હાલની છટણીને ખાસ કરીને ટીવી અને હોમ એપ્લાયન્સ બિઝનેસમાં વધતા ખર્ચ, નબળા વેચાણ અને પ્રોફિટ માર્જિન જાળવવાના પ્રયાસ સાથે જોડવામાં આવી રહી છે. કંપનીનો મુખ્ય ફોકસ વધારે ખર્ચવાળા કામ ઘટાડવા અને ઓપરેશનને સરળ બનાવવા પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
7 ફોટોઝ
Ganesh Chaturthi 2026 / 14 સપ્ટેમ્બરે બિરાજશે બાપ્પા, જ્યોતિષ મુજબ 5 રાશિઓનું ભાગ્ય ચમકશે અને ધનલાભના યોગ બનશે!
ટોપ સ્ટોરીઝ