બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Salman Khan said this on gifting flat to Ranu Mondal That's false news

બોલિવૂડ / રાનૂ મંડલને ગિફ્ટમાં આપેલા 55 લાખના ફ્લેટને લઈને જાણો સલમાન ખાને આપ્યો શું જવાબ!

Published By: Bhushita

Last Updated: 10:26 AM, 24 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે રાનૂ મંડલ સોશ્યિલ મીડિયા પર છવાઈ અને પછી સ્ટાર બની ત્યારે એક ન્યૂઝ આવી હતી કે સલમાન ખાને રાનૂ મંડલને 55 લાખ રૂપિયાનો ફ્લેટ ગિફ્ટ આપ્યો છે. સલમાન ખાને આ વાતનો જવાબ આપતાં કહ્યું કે મેં આવી કોઈ ગિફ્ટ રાનૂ મંડલને આપી નથી માટે તેની ક્રેડિટ હું લઈ શકું નહીં.

  • સલમાન ખાને રાનૂ મંડલને 55 લાખનો ફ્લેટ ગિફ્ટ કર્યો હોવાની ચર્ચા
  • સલમાન ખાને આ વાતને આપ્યો રદિયો
  • મેં કંઈ કર્યું જ નથી તો તેની ક્રેડિટ હું લઈ શકું નહીંઃ સલમાન ખાન

રાતોરાત સોશ્યિલ મીડિયા પર છવાઈ રાનૂ મંડલ

સોશ્યિલ મીડિયા સેંસેશન રાનૂ મંડલ રાતોરાત સ્ટાર બની. રાનૂનો પશ્ચિમ બંગાળના રાનાઘાટ રેલવે સ્ટેશન પર લતા મંગેશકરના ગીત એક પ્યાર કા નગમા હૈ ગીત ગાતો એક વીડિયો વાયરલ થયો અને તેણે સોશ્યિલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી. આ પછી રાનૂની જિંદગી બદલાઈ ગઈ. તે દેશભરમાં નામ કમાઈ ગઈ.

રાનૂ મંડલનો ફાઈલ ફોટો

રાનૂ મંડલને 55 લાખનો ફ્લેટ ગિફ્ટ આપ્યો હોવાનો સલમાન ખાનનો ઈન્કાર

એટલું જ નહીં, હિમેશ રેશમિયાએ રાનૂ મંડલને પોતાની આવનારી ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરમાં ગીત ગાવાનો અવસર આપ્યો. આ સમયે એક એવી વાત ફેલાઈ રહી હતી કે સુપરસ્ટાર સલમાન ખાને રાનૂને 55 લાખ રૂપિયાનો ફ્લેટ ગિફ્ટ આપ્યો છે. સાથે એમ પણ કહેવાઈ રહ્યું હતું કે સલમાન ખાને પોતાની ફિલ્મ દબંગ 3માં રાનૂને ગાવાનો અવસર આપ્યો છે. પરંતુ હવે સલમાન ખાને આ વાતોને ખોટી ઠેરવી છે. 

રાનૂ મંડલના મેનેજર અને સલમાન ખાને પણ આપ્યો ગિફ્ટની વાતને રદિયો

આ પહેલાં પણ જ્યારે સલમાને રાનૂને ફ્લેટ ગિફ્ટ આપવાની ન્યૂઝ આવી હતી ત્યારે રાનૂ મંડલના મેનેજરે આ વાતને રદિયો આપ્યો હતો. પણ હવે સલમાન ખાને પોતે કહ્યું છે કે તેઓએ રાનૂને કંઈ ગિફ્ટ આપી નથી. સલમાને કહ્યું કે મેં પણ આ ફ્લેટ ગિફ્ટ આપવાની વાત સાંભળી હતી પણ મેં કંઈ કર્યું જ નથી તો તેની ક્રેડિટ હું લઈ શકું નહીં. આ વાત સદંતર ખોટી છે.

દબંગ 3માં જોવા મળશે સલમાન ખાન

ઉલ્લેખનીય છે કે સલમાન ખાન ફિલ્મ દબંગ 3માં આવવાનો છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રભૂ દેવા કરી રહ્યા છે. સલમાન તેમાં એક વાર ફરી ચુલબુલ પાંડેનો રોલ કરશે. ફિલ્મમાં તેની સાથે સોનાક્ષી સિન્હા, અરબાઝ ખાન, સાંઈ માંજરેકર સહિત અનેક સ્ટાર્સ હશે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે હિંદી, તમિલ, તેલૂગુ અને કન્નડ ભાષામાં રિલિઝ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Flat Gift Ranu mandal Salman khan ફ્લેટ ગિફ્ટ રાનૂ મંડલ સલમાન ખાન Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ