બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 06:38 PM, 16 August 2022
ADVERTISEMENT
જો આપ પણ નોકરિયાત છો, તો આ સમાચાર આપના માટે છે. આ સમાચાર વાંચીને ચોક્કસથી આપ ઝુમવા લાગશો. જી હાં, વર્ષ 2022નું ઈંક્રીમેંટ સાયકલ પુરુ થઈ ચુક્યું છે. અને નોકરી કરનારા દરેક શખ્સને હવે 2023માં મળનારા વેતન વધારાની રાહ જોઈ રહ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે, દેશમાં કંપનીઓ વર્ષ 2023માં 10 ટકાનો વધારો કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર, કંપનીઓ થોડા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે.
ADVERTISEMENT
નોકરીદાતાઓએ સેલરી ઈંક્રીમેંટનું બજેટ વધાર્યું
ગ્લોબલ કંસલટેંટ, બ્રોકિંગ અને સોલ્યૂશન સર્વિસ આપનારી કંપની વિલિસ ટાવર્સ વોટસનના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં કંપનીઓ 2022-23 દરમિયાન 10 ટકા વેતન વધારાની વ્યવસ્થા કરી રહી છે. ગત વર્ષે વાસ્તવિક વેતન વધારો 9.5 ટકા હતી. રિપોર્ટ અનુસાર ભારતમાં અડધાથી વધારે નોકરી દાતાઓએ ગત વર્ષની સરખામણીમાં ચાલૂ નાણાકીય વર્ષ માટે બજેટમાં વધારો કરી રાખ્યો છે.
25 ટકાએ બજેટમાં ફેરફાર નથી કર્યો
1/4 (24.4 ટકા)એ બજેટમાં કોઈ કોઈ ફેરફાર કર્યો નથી. રિપોર્ટમાં કહેવાયુ છે કે, 2021-22ની સરખામણીમાં ફક્ત 5.4 ટકા બજેટ ઓછુ કર્યું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, એશિયા પ્રશાંત ક્ષેત્રમાં સૌથી વધારે વેતન વધારો ભારતમાં થશે. આગામી વર્ષે ચીનમાં છ ટકા, હોંગકોંગ અને સિંગાપુરમાં ચાર ટકા પગાર વધારો થશે. રિપોર્ટ એપ્રિલ અને મે 2022માં 168 દેશોમાં કરવામાં આવેલ સર્વે પર આધારિત છે. ભારતમાં 590 કંપનીઓ સાથે વાત કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Stock Market Update / ખુલતાની સાથે જ સેન્સેક્સ 78000ને પાર, તો નિફ્ટી...! આ 10 શેરમાં જબરદસ્ત ઉછાળો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT