બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / ruturaj gaikwad becomes first indian to do this in ipl 2024

સ્પોર્ટ્સ / ગાયકવાડ બન્યો આ તોફાની રેકોર્ડ સર્જનાર પ્રથમ ભારતીય બેટ્સમેન, છતાંય નહીં મળે T20 વર્લ્ડકપમાં સ્થાન!

Arohi

Last Updated: 12:28 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ruturaj Gaikwad: ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે એ કરી નાખ્યું છે જે શાનદાર કરિયર હોવા છતાં વિરાટ કોહલી પણ ન કરી શક્યા.

IPL 2024માં રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે તૂફાની મેચ રમાઈ. જેમાં CSKની જીત થઈ. છેલ્લી ઓવરમાં એમએસ ધોનીએ એન્ટ્રી મારીને સ્કોરને વધારી દીધો. જેના કારણે ચેન્નાઈ 20 રનથી જીતવામાં સફળ રહ્યું. ચેન્નાઈની જીતમાં શ્રીલંકાના યુવા પેસર મથીષા પથિરાયાએ પણ મોટી ભુમિકા નિભાવી. તો બેટિંગમાં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પણ 40 બોલ પર 69 રનની ઈનિંગ રમી. જેની પણ સ્કોર બોર્ટ પર ખૂબ અસર થઈ. 

ઋતુરાજે પોતાની બેટિંગથી મન મોહી લીધુ. આટલા પ્રચંડ ફોર્મમાં હોવા છતાં તેમની ટી20 વર્ક કપમાં જગ્યા બનાવવી મુશ્કેલ દેખાઈ રહી છે. આ ઈનિંગની સાથે જ તેમણે એ કમાલ કરી નાખ્યો છે જે આઈપીએલ ઈતિહાસમાં કોઈ બીજો ભારતીય બેટ્સમેન ન કરી શક્યો.

સૌથી ઝડપી 2000 રન બનાવનાર ખેલાડી 
આ શાનદાર ઈનિંગની સાથે જ ગાયકવાડ આઈપીએલમાં સૌથી ઝડપી બે હજાર રન બનાવનાર બેટ્સમેન બની ગયા. વર્ષ 2020માં ચેન્નાઈ માટે પહેલી મેચ રમનાર ગાયકવાડે 58 મેચોની 57 ઈનિંગમાં આ મોટી ઉપલબ્ધિ હાસિલ કરી. ભારતીયોની વાત કરીએ તો આ તેમણે આ રેકોર્ડ કેએલ રાહુલના નામ પર હતો. 

છત્તાં આ કારણે નહીં મળે વર્લ્ડ કપમાં જગ્યા 
જ્યારે વાત રેકોર્ડની આવે તો વિંડીઝના બોસ ક્રિસ ગેલ અને ઓસ્ટ્રેલિયાના શોન પહેલા અને બીજા નંબર પર છે. બન્નેએ ક્રમશઃ 48 અને 52 ઈનિંગ રમી અને હવે આ બન્ને બાદ ઋતુરાજ ગાયકવાડ ત્રીજા નંબર પર આવી ગયા છે. પરંતુ સમસ્યાની વાત એ છે કે આ મેગા રેકોર્ડ બનાવ્યા છતાં ગાયકવાડનું સિલેક્શન ટી20 વિશ્વ કપ ટીમાં નહીં થાય. 

વધુ વાંચો : CSK vs MIની મેચમાં ધોનીએ ડંકો વગાડી દીધો, 500ના સ્ટ્રાઇક રેટથી રન બનાવી મેચમાં તબાહી મચાવી, જુઓ વીડિયો

કારણ એ છે કે ગાયકવાડ એક્સપર્ટ્સ ઓપનર બેટ્સમેન છે અને હવે જ્યારે જાયસવાલ અને રોહિત શર્માની જગ્યા નક્કી છે અને 15 સદસ્યોની ટીમ નક્કી છે તો ટીમમાં બીજા ઓપનરની જગ્યા થવી મુશ્કેલ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ