બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
એવું કહેવામાં આવી રહ્યું છે કે કોવિમેડુ ગામના રહેવાસી મનોહરનએ તેના બાથરૂમમાં એક સાપ જોયો હતો અને તેણે મુરલી નામના સપેરાને બોલાવ્યો હતો. મુરલીએ સાપને પકડી લીધો અને પછી ખબર પડી કે આ રસેલ્સ પ્રજાતિનો સાપ છે. રસેલ્સ વાઇપર પ્રજાતિના સાપ સૌથી ઝેરીલા સાપ માનવામાં આવે છે.
Tamil Nadu: 35 snakelets and their mother, a Russell's viper, were found in the bathroom of a house in Kovilmedu area of Coimbatore, earlier today. A team of snake catchers rescued and released them into Anaikatti forest. pic.twitter.com/MblzZu1Py5
— ANI (@ANI) June 26, 2020
ADVERTISEMENT
સાપને પકડ્યા બાદ સપેરાએ સાપને કોથળામાં બાંધીને જંગલમાં છોડી દીધો. થોડીવાર પછી તેને લાગ્યું કે માદા સાપ બાળકોને જન્મ આપી રહ્યો છે, જેથી તેણે કોથળો એક ઝાડ નીચે મૂક્યો. બે કલાક પછી સપેરાને 35 નાના સાપ જોવા મળ્યા. મુરલીએ જણાવ્યું કે આ બધાં સાપને ઇરોડ જિલ્લાના સત્યમંગલમના જંગલમાં છોડવામાં આવશે. સામાન્ય રીતે સાપ ઇંડા મૂકે છે અને તેને સેવે છે. જ્યારે રસેલ્સ વાઇપર પ્રજાતિના સાપ શરીરની અંદર ઇંડાને સેવે છે અને અને પછી બચ્ચાઓને જન્મ આપે છે. રસેલ્સ વાઇપર જન્મ લેતા જ અત્યંત ઝેરી હોય છે.
ADVERTISEMENT
સૌથી ઝેરીલા હોય છે આ સાપ
આમ તો દુનિયામાં ઘણાં ઝેરીલા સાપ હોય છે જે એકવાર કરડી લે તો સેકન્ડોમાં જ મોત થઈ જાય છે. આવા જ સૌથી ઝેરીલા સાપમાંથી એક રસેલ્સ વાઈપર પ્રજાતિના સાપ હોય છે. જે કોઈમ્બતુર જિલ્લાના એક ગામમાં શુક્રવારે જોવા મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.