બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Rupay, Visa and Mastercard what is the difference between these three cards? know

તમારા કામનું / Rupay, Visa અને Mastercard...શું છે આ ત્રણેય કાર્ડમાં અંતર? જાણો

Megha

Last Updated: 06:17 PM, 30 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ કાર્ડ્સ પર Visa, Mastercard અથવા Rupay લખેલું મળે છે પણ શું તમે જાણો છો કે આ ત્રણ શબ્દનો અર્થ શું થાય છે?

  • ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર  Visa, Mastercard અથવા Rupay લખેલું જોવા મળે 
  • આ ત્રણેય વચ્ચેનો તફાવત શું? 
  • આ રીતે અલગ અલગ છે ત્રણેય કાર્ડ

ડિજિટાઈઝેશનના યુગમાં પૈસાની લેવડ-દેવડથી લઈને બેંકિંગના કામો બધુ ઓનલાઈન થઈ ગયું છે બાકીના કામ કાર્ડ કરે છે અને એટલા માટે જ લોકો એ ખિસ્સામાં રોકડ રાખવાનું લગભગ બંધ જ કરી દીધું છે. જો ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમે જોયું જ હશે કે આ કાર્ડ્સ પર Visa, Mastercard અથવા Rupay લખેલું મળે છે પણ શું તમે જાણો છો કે આ ત્રણ શબ્દનો અર્થ શું થાય છે? 

ત્રણ પેમેન્ટ નેટવર્ક કંપનીઓ
Visa, Mastercard અને Rupay  એ પેમેન્ટ નેટવર્ક કંપનીઓ છે જે કાર્ડ દ્વારા કેશલેસ પેમેન્ટ સિસ્ટમ પૂરી પાડે છે. જણાવી દઈએ કે RuPay એ દેશનું પેમેન્ટ નેટવર્ક છે અને Visa અને Mastercard એ વિદેશી પેમેન્ટ નેટવર્ક કંપનીઓ છે. આ કંપનીઓના આ કાર્ડ્સમાં પણ અલગ-અલગ ફિચર્સ હોય છે  અને એ ફીચર્સ જ તેને એકબીજાથી અલગ બનાવે છે. Visa વિશ્વમાં સૌથી મોટું પેમેન્ટ નેટવર્ક ધરાવે છે તો Mastercard  બીજા ક્રમે આવે છે. આજએ અમે તમને Visa, Mastercard અને Rupay આ ત્રણેય વચ્ચેનો તફાવત જણાવશું. 

Visa Card
ડેબિટ કાર્ડ પર Visa લખેલું છે તો એ Visa નેટવર્કનું કાર્ડ છે. આ વિશ્વનું સૌથી મોટું પેમેન્ટ નેટવર્ક છે અને Visa ના કાર્ડ સમગ્ર વિશ્વમાં સ્વીકારવામાં આવે છે. તેનું Classic Card એ બેઝિક કાર્ડ છે જેને તમે કોઈપણ સમયે કાર્ડ બદલી અને કટોકટીની સ્થિતિમાં રોકડ ઉપાડી શકશો. આ સિવાય તેના  Gold અને Platinum Card ટ્રાવેલ આસિસ્ટન્સ, ગ્લોબલ કસ્ટમર આસિસ્ટન્સ અને ગ્લોબલ એટીએમ નેટવર્ક પણ મળે છે. 

MasterCard 
માસ્ટરકાર્ડનું Standard Debit Card, Enhanced Debit Card અને World Debit MasterCard  ખૂબ જ લોકપ્રિય છે. એકાઉન્ટ ખોલવા પર સામાન્ય રીતે  Standard Debit Card મળે છે.  માસ્ટરકાર્ડ વિશ્વનું બીજું સૌથી મોટું પેમેન્ટ નેટવર્ક છે. પણ આ કંપની સીધું કાર્ડ જારી કરતી નથી પણ વિશ્વભરની નાણાકીય સંસ્થાઓ સાથે ભાગીદારી ધરાવે છે. 

RuPay Card 
સ્વદેશી RuPay ભારતીય ચુકવણી નેટવર્ક છે જેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આ નેટવર્ક હેઠળ ત્રણ પ્રકારના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવે છે. જેમાં ક્લાસિક, પ્લેટિનમ અને સિલેક્ટ કાર્ડનો સમાવેશ થાય છે. તે વિઝા અથવા માસ્ટરકાર્ડની જેમ જ કામ કરે છે. 

ત્રણેય કાર્ડ આ રીતે છે અલગ અલગ 
RuPay ડોમેસ્ટિક નેટવર્ક છે તેના દ્વારા તમે દેશમાં જ ચુકવણી કરી શકો છો. ડોમેસ્ટિક  નેટવર્ક હોવાને કારણે તે વિઝા અને માસ્ટરકાર્ડ કરતાં વધુ ઝડપથી કામ કરે છે. વાત કરીએ વિઝા અને માસ્ટરકાર્ડની તો તે સમગ્ર વિશ્વમાં સ્વીકારવામાં આવે છે.  સ્વદેશી કાર્ડ RuPayમાં સર્વિસ ચાર્જ અન્ય કાર્ડ્સ કરતા ઓછો છે અને બેંક ફીની કોઈ ઝંઝટ નથી. તેની સામે વિઝા અને માસ્ટરકાર્ડ આંતરરાષ્ટ્રીય હોવાને કારણે, સર્વિસ ચાર્જ વધારે છે.

સંકળાયેલા મુદ્દાઓ

MasterCard Rupay visa Debit and Credit Card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ