બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વિશ્વ / અન્ય જિલ્લા / Ruchir Dave will be the new boss of Apple, graduated from this college in Gujarat

ગૌરવ / Ruchir Dave બનશે Appleના નવા બોસ, ગુજરાતની આ કૉલેજમાંથી કર્યું છે ગ્રેજ્યુએશન

Priyakant

Last Updated: 02:14 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ruchir Dave Apple Latest News: અમદાવાદની શારદા મંદિર અને લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ વિદ્યાર્થી રહેલા રૂચિર દવે બનશે Appleની હાર્ડવેર ટીમમાં બનશે બોસ

Ruchir Dave Apple : Appleની હાર્ડવેર ટીમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, રૂચિર દવે (Ruchir Dave) Appleના એકોસ્ટિક્સ (Acoustics) ડિવિઝનના વાઇસ પ્રેસિડેન્ટનું પદ સંભાળવા જઈ રહ્યા છે. રૂચિર દવે (Ruchir Dave)લગભગ 14 વર્ષથી Appleમાં કામ કરી રહ્યા છે. રૂચિર દવે ટૂંક સમયમાં Gary Geavesનું સ્થાન લેશે. રૂચિર દવે ગુજરાતમાંથી સ્નાતક થયા છે.

જાણો કોણ છે રૂચિર દવે ? 
રૂચિર દવે (Ruchir Dave) ના લિંક્ડઇન એકાઉન્ટ્સ દર્શાવે છે કે તેઓ લગભગ 14 વર્ષથી કંપનીમાં સેવા આપી રહ્યા છે. તે વર્ષ 2009માં એપલ સાથે જોડાયા હતા. અહીં તે એકોસ્ટિક્સ એન્જિનિયર ટીમને કમાન્ડ કરતા હતા. આ પછી તેમને વર્ષ 2012 માં મેનેજર સ્તર પર બઢતી આપવામાં આવી હતી. વર્ષ 2021માં તેમને વરિષ્ઠ નિર્દેશકના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. Apple પહેલા તેણે લગભગ 10 વર્ષ સિસ્કોમાં કામ કર્યું. 

રૂચિર દવે અમદાવાદમાં ભણ્યા ? 
રૂચિર દવે (Ruchir Dave) ના લિંક્ડઇન એકાઉન્ટ્સ દર્શાવે છે કે, તે શારદા મંદિર અમદાવાદના વિદ્યાર્થી રહ્યા છે. જ્યાં તેમણે 1982 થી 1994 સુધી અભ્યાસ કર્યો. આ પછી તે 1998માં અમદાવાદની લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી સ્નાતક થયા બાદ તેઓ પેન સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા હતા. 

વધુ વાંચો: બિઝનેસ શરૂ કરવો છે? તો ટેન્શન છોડો, સરકાર આપી રહી છે આટલાં લાખની લોન! જાણો એપ્લાય પ્રોસેસ અને યોગ્યતા

બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ માહિતી રૂચિર દવે (Ruchir Dave) ને ઓળખનારા લોકોએ આપી છે. જોકે આ જાહેરાત હાલ માટે ખાનગી રાખવામાં આવી છે, જેના કારણે તેઓએ તેમની ઓળખ છુપાવવાનું કહ્યું. આ સાથે નોંધનિય છે કે, કંપનીએ આની સત્તાવાર જાહેરાત કરી નથી. મહત્વનું છે કે, Apple હાર્ડવેર ટીમમાં લગભગ 300 કર્મચારીઓ કામ કરે છે. આ લોકો કંપનીના હોમપોડ, એરપોડ્સ અને સ્પીકર્સ બિઝનેસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ટીમ સાઉન્ડ અને માઇક્રોફોન ટેક્નોલોજીને એડવાન્સ બનાવવા પર પણ કામ કરે છે. આ ટીમ સ્પેશિયલ ઑડિયો જેવી સૉફ્ટવેર સુવિધાઓ પર પણ કામ કરે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ