બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / modi government give loan without guarantee up to 3 lakh vishwakarma yojna know full process and other benefits
Last Updated: 12:56 PM, 21 February 2024
જો તમારે તમારો બિઝનેસ શરૂ કરવો હોય તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના તમને કામ આવી શકે છે. આ યોજના હેઠળ જરૂરિયાતમંદ વ્યક્તિઓને 3 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ કરવામાં આવે છે. આ લોન માટે કોઈ પ્રકારની ગેરંટી આપવાની રહેતી નથી. આ યોજનાનો લાભ મેળવવા માટે સરકારે નક્કી કરેલ 18 ટ્રેડમાંથી કોઈ એક ટ્રેડ સાથે જોડાવું જરૂરી છે.
ADVERTISEMENT
વિશ્વકર્મા યોજના
વિશ્વકર્મા યોજના હેઠળ વ્યક્તિ પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે. બિઝનેસ શરૂ કરવામાં જે પ્રોબ્લેમ આવે તે દૂર કરવા માટે આ યોજના માટે અરજી કરી શકો છો. આ યોજના હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ રકમ બે તબક્કામાં આપવામાં આવે છે. બિઝનેસ શરૂ કરવા માટે 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. બિઝનેસ શરૂ થયા પછી તેને વિસ્તારિત કરવા માટે બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. જે માટે કોઈપણ ગેરંટી આપવાની રહેતી નથી. આ લોન 5 ટકાના વ્યાજદરે આપવામાં આવે છે.
સ્કિલ ટ્રેનિંગ
આ યોજના સપ્ટેમ્બર 2023માં લોન્ચ કરવામાં આવી હતી. કૌશલ્યવાન વ્યક્તિઓને આર્થિક મદદ કરીને બિઝનેસ માટે પ્રોત્સાહિત કરવાના હેતુસર આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અન્ય લાભ પણ પ્રદાન કરવામાં આવે છે. અલગ અલગ ટ્રેડ સાથે જોડાયેલા લોકોને બિઝનેસ માટે સ્કિલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. એક સપ્તાહ ટ્રેનિંગ આપવામાં આવે છે અને એક દિવસ માટે 500 રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે.
ADVERTISEMENT
કયા ટ્રેડના લોકોને મળશે લોન?
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં ૧૮ પ્રકારના કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુથાર, બોટ-નાવડી બનાવનાર, સરાણિયા (બખ્તર-ચપ્પુ બનાવનાર), લુહાર, હથોડી અને ટૂલકિટ નિર્માતા, તાળાના કારીગર, કુંભાર, શિલ્પકાર, મોચી, કડિયા, વાળંદ, ટોપલીટોપલા કે સાવરણીના કારીગર, દરજી, ધોબી, માળી, માછલી પકડવાની જાળી બનાવનારા, પરંપરાગત રમકડાના કારીગર ઉપરાંત સુવર્ણકામ કરનારા કારીગરો આ યોજનાનો લાભ મળશે.
વિશ્વકર્મા યોજના માટે યોગ્યતા
ADVERTISEMENT
કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે
આધાર કાર્ડ, પાનકાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, ઓળખ પત્ર, રહેઠાણનો પુરાવો, પાસપોર્ટ ફોટો, બેન્ક પાસબુક, મોબાઈલ નંબર
ADVERTISEMENT
વધુ વાંચો: Paytmને પડતા પર પાટું! હવે ફરી શું થયું કે કંપનીની મુશ્કેલીમાં થયો વધારો
વિશ્વકર્મા યોજના માટે કેવી રીતે અરજી કરવી?
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.