બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / cbi raid at paytm payment bank independent director

બિઝનેસ / Paytmને પડતા પર પાટું! હવે ફરી શું થયું કે કંપનીની મુશ્કેલીમાં થયો વધારો

Manisha Jogi

Last Updated: 12:12 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિનટેક કંપની પેટીએમની મુશ્કેલીઓ સતત વધી રહી છે. . પેટીએમ મામલે CBIની એન્ટ્રી થઈ છે. CBIએ પેટીએમના ફેમસ ઓફિસના ઘરે તથા અન્ય ઠેકાણા પર રેડ પર દરોડા પાડ્યા છે.

ફિનટેક કંપની પેટીએમની મુશ્કેલીઓ સતત વધી રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પેટીએમને 15 દિવસનો સમય આપ્યો છે, તેમ છતાં ED પેટીએમ પર સતત શિકંજો કસી રહી છે. પેટીએમ મામલે CBIની એન્ટ્રી થઈ છે. CBIએ પેટીએમના ફેમસ ઓફિસના ઘરે તથા અન્ય ઠેકાણા પર રેડ પર દરોડા પાડ્યા છે.  CBIએ વધુ સંપત્તિ હોવાના મામલે ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશનના પૂર્વ સચિવ રમેશ અભિષેકના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. 

રમેશ અભિષેક કોણ છે?
રમેશ અભિષેક પેટીએમ પેમેન્ટ્સ બેન્કના સ્વતંત્ર નિદેશક છે. કહેવામાં આવે છે કે, રમેશ અભિષેક DIPPના સચિવ હતા ક્યારે SEBI સાથે પેટીએમની મૂલ કંપની વન 97 કમ્યુનિકેશન્સના IPOને આગળ લઈ ગયા હતા. રમેશ અભિષેક સામે જે FIR દાખલ કરવામાં આવી તે જાહેર કરવામાં આવી નથી, જેથી રમેશ અભિષેક સામે કયા આરોપ મુકવામાં આવ્યા છે તે જાણી શકાયું નથી. 

રમેશ અભિષેક બિહાર કેડર 1982ની બેચના IAS અધિકારી છે તેઓ વર્ષ 2019માં રિટાયર થયા હતા. રમેશ અભિષેક IAS તરીકે નિવૃત્ત થયા પછી પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ સાથે સ્વતંત્ર નિદેશક તરીકે કામ કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર લોકપાલે ખુલાસો કર્યો છે કે, રમેશ અભિષેક સામે વધુ સંપત્તિ છે. 

વધુ વાંચો: આધાર કાર્ડ આપો અને 50 હજાર તમારા, મોદી સરકારની આ યોજનામાં વગર ગેરંટીએ મળે છે રૂપિયા

ડેડલાઈનમાં વધારો
RBIએ પેટીએમની સહાયક કંપનીને આગામી 29 ફેબ્રુઆરીથી સંચાલિત વોલેટ અથવા એકાઉન્ટમાં જમા, ટોપઅપ અથવા ક્રેડિટ નાણાંકીય વ્યવહારને સ્વીકાર કરવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. પેટીએમ પેમેન્ટ્સ બેન્કે આ સમય મર્યાદા વધારીને 15 માર્ચ સુધી વધારી દીધી છે. ગ્રાહકો 15 માર્ચ સુધી ક્રેડિટ વ્યવહાર, પ્રીપેઈડ સર્વિસ, વોલેટ, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ બનાવી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ