બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / PM Svanidhi Yojna provides no gurantee loan of 50000 rupees in government banks
ADVERTISEMENT
દેશમાં કોરોના સંકટની વચ્ચે મોદી સરકારે એક યોજના શરૂ કરી હતી જે હવે ઘણી ચર્ચામાં આવી છે. કારણકે આ યોજના અંતર્ગત 50 હજાર રૂપિયા સુધીની વગર ગેરેંટીએ લોન મળે છે. આ સ્કીમ ખાસ કરીને એ લોકો માટે છે જે નાના-મોટા રોજગાર સાથે જોડાયેલા છે. જે લોકોનું કોઈ કારણોસર બિઝનેસ નથી ચાલ્યું અથવા તો કોઈ નવો નાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે તેમને સરકાર આ યોજના અંતર્ગત કોઈપણ પુરાવા માંગ્યા વિના લોન આપે છે. આ સ્કીમનું નામ છે PM સ્વનિધિ યોજનાં.
આ સ્કીમ ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરવામાં આવી હતી જેમના રોજગાર પર કોરોના મહામારીની ખરાબ અસર થઈ હતી. આ લોકોને મદદ કરવા માટે સરકારે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી હતી પણ યોજનાની સફળતાને જોતાં સરકારે યોજનાની લિમિટ વધારી દીધી છે. આ સ્કીમ અંતર્ગત સરકાર રોજગારની શરૂઆત માટે વગર કોઈ ગેરેન્ટી લોન મળી શકે છે.
ADVERTISEMENT
50 હજાર સુધીની લોન લઈ શકાય છે
કેન્દ્ર સરકાર PM Svanidhi Yojna અંતર્ગત 50 હજાર રૂપિયા સુધીની લોન આપે છે. પણ 50 હજારની લોન લેવા માટે પોતાની ક્રેડિબિલિટી બનાવવી પડે છે. તેથી વ્યક્તિને આ સ્કીમ અંતર્ગત પહેલાં 10 હજારની લોન આપવામાં આવશે. એકવાર એ લોનની ચૂકવણી થઈ જશે એ બાદ બીજી વખત તે ડબલ રૂપિયાની રકમ લોન સ્વરૂપે લઈ જશે.
કેવી રીતે મળશે લોન?
હાથલારી ચલાવનારા લોકોને આ લોન સરળતાથી મળી શકશે. માની લો કે કોઈ જગ્યાએ વ્યક્તિએ ચાટની દુકાન લગાડવી છે. તે માટે સ્વનિધિ યોજના અંતર્ગત 10 હજાર રૂપિયાની લોન મળશે. જો તેણે આ લોનની રકમ સમયસર ચૂકવી દીધી છે તો એ વ્યક્તિ બીજીવાર આ સ્કીમ અંતર્ગત 20 હજાર રૂપિયાની લોન લઈ શકે છે. આ રીતે ત્રીજી વખતમાં તે 50000 રૂપિયાની લોન લેવા માટે યોગ્યતા પ્રાપ્ત કરશે. ખાસ વાત તો એ છે કે આ લોન પર સરકાર સબસિડી પણ આપે છે.
ADVERTISEMENT
માત્ર આધારકાર્ડ બતાવીને લઈ શકો છો લોન
આ સ્કીમ અંતર્ગત લોન લેવા માટે કોઈપણ પ્રકારનાં પુરાવાની જરૂર નથી પડતી. અરજી મંજૂર કરવા માટે લોનની રકમ ત્રણ વારમાં તમારા એકાઉન્ટમાં ટ્રાંસફર કરી દેવામાં આવે છે. લારી ચલાવતાં લોકો માટે કેશ-બેક સહિત ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહિત કરવા માટે સરકારે આ સ્કીમનું બજેટ વધાર્યું છે. કોઈપણ સરકારી બેંકમાં માત્ર આધારકાર્ડનાં આધારે આ લોન માટે અરજી કરી શકાય છે.
વધુ વાંચો:
ADVERTISEMENT
લોનની રકમ એક વર્ષનાં સમયગાળામાં ચૂકવી શકાય છે. દર મહિને હફ્તામાં લોનની રકમ ચૂકવી શકાય છે. PM સ્વનિધી યોજનાનો લાભ મળેવવા માટે અરજદાર પાસે આધારકાર્ડ હોવું જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.