બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Travel / Romentic place mandu in madhyapradesh

ટ્રાવેલ / રોમેન્ટીક ટ્રીપનો પ્લાન કરતા હોવ તો પહોંચી જાવ આ ખાસ જગ્યાએ...

Krupa

Last Updated: 05:49 PM, 30 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે તમારા પાર્ટનર સાથે કોઇ રોમેન્ટીક ટ્રીપ પ્લાન કરી રહ્યા હો અને કોઇ ખાસ જગ્યા શોધતા હો તો તમારા માટે મધ્યપ્રદેશ બેસ્ટ રહેશે. મધ્યપ્રદેશમાં આવેલ માંડુ જો તમે તમારા પાર્ટનર સાથે કોઇ રોમેન્ટીક ટ્રીપ પ્લાન કરી રહ્યા હો અને કોઇ ખાસ જગ્યા શોધતા હો તો તમારા માટે મધ્યપ્રદેશ બેસ્ટ રહેશે.

  • માંડુ એક એવી ખુશીયોથી ભરેલી ભૂમિ છે જેણે સમય અને પ્રકૃતિના પ્રકોપને સહન કર્યો છે
  • પાર્ટનર સાથે અહીંનો પ્રવાસ તમારી આ ટ્રીપને બેસ્ટ રોમેન્ટીક ટ્રીપમાં સામેલ કરી શકે છે.

જો તમે કોઇને ખુબ જ પ્રેમ કરતા હોવ અને તેની સાથે ટ્રીપ પર જવા ઇચ્છતા હો તો હંમેશા એવી જગ્યા પસંદ કરવી જોઇએ જે પ્રેમના રંગમા રંગાયેલી હોય. એવી જગ્યા જે પ્રેમની કહાની કહેતી હોય. જો તમે તમારા પાર્ટનર સાથે કોઇ રોમેન્ટીક ટ્રીપ પ્લાન કરી રહ્યા હો અને કોઇ ખાસ જગ્યા શોધતા હો તો તમારા માટે મધ્યપ્રદેશ બેસ્ટ રહેશે. જાણો છો કેમ? કેમકે અહીં પ્રેમની એવી ઇમારત છે


માંડુ એક એવી ખુશીયોથી ભરેલી ભૂમિ છે જેણે સમય અને પ્રકૃતિના પ્રકોપને સહન કર્યો છે. આજે માંડુ પર્યટનની દ્રષ્ટિએ પાછળ નથી. માલવાની પારંપરિક દાળ, દાળ-બાટી અને માલપુઆ અને અન્ય માલવા ભોજનની સાથે મધ્ય પ્રદેશ પ્રવાસન વિભાગ દ્વારા માલવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જે પર્યટકોને અત્રે આવવાનું સૌથી સારી તક પ્રદાન કરે છે.

જે ઘણા સમયથી અહીંની આબોહવામાં મુહોબ્બતની ખુશ્બુ વિખેરે છે. આવા સંજોગોમાં પાર્ટનર સાથે અહીંનો પ્રવાસ તમારી આ ટ્રીપને બેસ્ટ રોમેન્ટીક ટ્રીપમાં સામેલ કરી શકે છે. મધ્યપ્રદેશના માંડુમા સ્થિત રુપમતી મંડપ અત્યંત સુંદર રીતે બનાવાયો છે. આજ કારણ છે કે તેને ઐતિહાસિક વાસ્તુકળાનો નમુનો કહેવાય છે. જાણકારો કહે છે કે આ મંડપના પાયામાં પ્રેમ છે. માંડુના રાજકુમાર બાજ બહાદુરને રાની રુપમતી સાથે ખુબ જ પ્રેમ હતો.

એવું કહેવાય છે કે જ્યારે તેમને પ્રેમ થયો ત્યારે તેમણે રાણીનો ફક્ત અવાજ સાંભળ્યો હતો. તે ખુબ મધુર હતો. ત્યારબાદ તેમણે રાણી સામે પ્રેમનો પ્રસ્તાવ મુક્યો. રાણીએ રાજકુમારને કહ્યુ કે તે તેમની સાથે ત્યારે જ લગ્ન કરશે જ્યારે તે એક એવો કિલ્લો બનાવે જ્યાંથી પોતે નર્મદા નદી જોઇ શકે.

ત્યારબાદ રાજકુમારે રુપમતી મંડપનું નિર્માણ કરાવ્યુ. રુપમતી મંડપની નજીક નર્મદા નદીનું ખળખળ વહેતુ પાણી અને તેનું સંગીત પર્યટકોને આકર્ષે છે.

કેવી રીતે પહોંચશો માંડુ
માંડૂ જવા માટે જો તમે રેલ્વે દ્વારા જવા ઇચ્છતા હો તો નજીકનું રેલ્વે સ્ટેશન રતલામ છે. ત્યાંથી નિયમિત ટ્રેનોની અવરજવર થાય છે. આ ઉપરાંત રોડ ટ્રીપ કરવી હોય તો ઉજ્જૈનથી પણ જઇ શકાય છે અને ભોપાલથી પણ. જો તમે હવાઇ માર્ગે જવા ઇચ્છતા હો તો સૌથી નજીકનુ એરપોર્ટ ઇંદોર છે. અહીંથી ભોપાલ, દિલ્હી અને મુંબઇ ઉપરાંત અન્ય શહેરોથી ફ્લાઇટ દ્વારા જઇ શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Madhya Pradesh Mandu Travel lifestyle મધ્ય પ્રદેશ માંડુ Travel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ