ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / rishabh pant and hardik pandya are now superstars of team india

ક્રિકેટ / મોટા એટલા ખોટા! રોહિત-કોહલી નથી રહ્યા મેચવીનર્સ, રિષભ અને હાર્દિક બન્યા ટીમ ઇન્ડિયાની કરોડરજ્જુ

Published By: Khyati

Last Updated: 11:55 AM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભલે વિરાટ કોહલી અને રોહિત શર્મા પબ્લિક પર્સેપ્શન અને સોશિયલ મીડિયામાં વર્તમાન યુગના સૌથી મોટા ક્રિકેટિંગ સ્ટાર હોય પરંતુ વાસ્તવમાં ચિત્ર કંઇક અલગ જ જોવા મળી રહ્યું છે

ADVERTISEMENT

 

  • ટીમ ઈન્ડિયાનું પાવર સેન્ટર બદલાયું
  •  રોહિત-વિરાટ નહીં, હવે પંત-પંડ્યા છે સૌથી મોટા સુપરસ્ટાર
  •  ટીમની બેટિંગ ફાયર પાવર મિડલ ઓર્ડરની નજીક 

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભલે વિરાટ કોહલી અને રોહિત શર્મા પબ્લિક પર્સેપ્શન અને સોશિયલ મીડિયામાં વર્તમાન યુગના સૌથી મોટા ક્રિકેટિંગ સ્ટાર બની ગયા છે, પરંતુ જમીન પરતો ચિત્ર કંઇક અલગ જ છે.  હવે રિષભ પંત અને હાર્દિક પંડ્યાનો યુગ આવી ગયો છે. આવો જાણીએ કેવી રીતે 

ભારતના ટોપ થ્રીમાં યુએસ, યુએઈ અને ઓમાનના બેટ્સમેન આગળ 

વર્ષ 2019 સુધી,પ્રદર્શનની દ્રષ્ટિએ, ભારતનું પાવર સેન્ટર ટોપ ઓર્ડર બેટ્સમેનો સાથે હતું. રોહિત શર્મા અને શિખર ધવન વનડે અને ટી-20માં જોડી બનાવતા હતા અને વિરાટ કોહલી નંબર 3 પર આવતો હતો. ભારતની લગભગ 60% મેચોમાં આ ત્રણમાંથી એક અથવા બીજી મોટી ઇનિંગ્સ રમતા હતા.  પરંતુ 2020 ની શરૂઆતથી પરિસ્થિતિ બદલાઈ ગઈ. ODI ક્રિકેટમાં ભારત માટે ટોપ-3માં 11 ખેલાડીઓને અજમાવવામાં આવ્યા હતા. જેમાં વિરાટ, રોહિત અને ધવનનો સમાવેશ થાય છે. આ દરમિયાન ભારત તરફથી 24 વનડેમાં ટોપ-3 તરફથી માત્ર 1 સદી આવી છે.

વનડેમાં આ સમય દરમિયાન, અમેરિકા (4 સદી), UAE (5 સદી) અને ઓમાન (7 સદી) જેવા દેશોમાંથી વધુ સદીઓ આવી. આ મામલે પાકિસ્તાન સૌથી આગળ હતું. પાકિસ્તાન ટીમના ટોપ-3 બેટ્સમેનોએ 2020થી રમાયેલી 15 મેચોમાં 10 સદી ફટકારી છે.

T20માં પણ પાકિસ્તાનથી પાછળ ઇન્ડિયા

આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ રમાવાનો છે. આ ફોર્મેટમાં પણ ટોપ 3 બહુ સારું રમ્યા નથી. 1 જાન્યુઆરી 2020 થી અત્યાર સુધીમાં, રોહિત, વિરાટ અને ધવન સહિત કુલ 15 બેટ્સમેનો ટોપ-3 પોઝીશન પર બેટિંગ કરી ચુક્યા છે. તેણે 33ની એવરેજથી રન બનાવ્યા. જ્યારે પાકિસ્તાનના ટોપ-3 બેટ્સમેનોએ આ સમયગાળા દરમિયાન 40 ની સરેરાશથી રન બનાવ્યા છે.

મિડલ ઓર્ડરના સ્ટાર્સ ટીમને જીત તરફ લઈ જાય છે

સારી વાત એ છે કે વિરાટ, ધવન અને રોહિતના ફ્લોપ હોવા છતાં ટીમ ઈન્ડિયા મોટાભાગની મેચો જીતી રહી હતી. બેટિંગમાં આ ફ્લોપ સ્ટાર્સને બદલે  મિડલ ઓર્ડર બેટ્સમેનો વધારાનો ભાર લઈ રહ્યા છે. 1 જાન્યુઆરી, 2020 થી અત્યાર સુધી 24 વન ડેમાં ભારતનો નંબર 4થી નંબર 7 બેટ્સમેનોને મળીને 44.91ની સરેરાશ રન બનાવ્યા છે. દુનિયામાં સૌથી સારો સરેરાશ આ બેટ્સમેનોએ 4 સદી ફટકારી છે. 
 
પંત બન્યો તારણહાર 

ઋષભ પંત ત્રણેય ફોર્મેટને જોડીને છેલ્લા એક વર્ષથી ટીમ ઈન્ડિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન સાબિત થયો છે. તેણે બર્મિંગહામ ટેસ્ટમાં સદી ફટકારીને  તેણે આ પ્રવાસની શરૂઆત કરી હતી અને માન્ચેસ્ટર વન ડેમાં  ધમાકેદાર સદી  સાથે સમાપન કર્યુ હતું. પંતે 1 જુલાઈ, 2021 થી અત્યાર સુધી 36 આંતરરાષ્ટ્રીય મેચોમાં 1,287 રન બનાવ્યા છે. જેમાં ત્રણ સદીનો સમાવેશ થાય છે. રોહિત શર્મા ચોક્કસપણે 29 મેચમાં 1,144 રન સાથે બીજા સ્થાન પર હાજર છે, પરંતુ છેલ્લા T20 વર્લ્ડ કપ પછી તેણે કંઈ ખાસ કર્યું નથી.

પંડ્યા એકમાત્ર ભારતીય ઓલરાઉન્ડર

વિરાટ કોહલીએ 27 મેચમાં માત્ર 851 રન બનાવ્યા છે. જેમાં 7 અડધી સદી સામેલ છે, પરંતુ એક પણ સદી નથી. એક વર્ષ તો ઠીક પરંતુ તેઓ છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી એક પણ સદી ફટકારી શક્યા નથી. હાર્દિક પંડ્યા ફિટનેસના કારણે ટેસ્ટ નથી રમી રહ્યો, પરંતુ છેલ્લા એક વર્ષમાં તેણે 21 મેચમાં 415 રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે 15 વિકેટ પણ લીધી છે. પંડ્યા એકમાત્ર ભારતીય ઓલરાઉન્ડર પણ બન્યો છે જેણે ત્રણેય ફોર્મેટમાં એક જ મેચમાં 50+ રન બનાવ્યા છે અને 4 વિકેટ પણ લીધી છે.


પંત અને પંડ્યા બંને IPL ટીમોના કેપ્ટન પણ છે. પંડ્યાએ પહેલા જ પ્રયાસમાં આઈપીએલનો ખિતાબ જીતીને પોતાની લિડરશીપ સ્કિલને સાબિત કરી છે. બીજી તરફ રોહિત શર્મા 35 વર્ષનો છે જ્યારે વિરાટ કોહલી નવેમ્બરમાં 34 વર્ષનો થઈ જશે. એટલે કે બંને પોતપોતાની કારકિર્દીના છેલ્લા કેટલાક વર્ષોમાં છે. જો તેઓ આગામી બે-ત્રણ મહિનામાં તેમનું સ્ટેટસ પાછું નહીં મેળવે તો પંડ્યા અને હાર્દિક જેવા ખેલાડીઓ તેમના માટે માત્ર મેદાન પર જ નહીં પરંતુ લોકોના વિચારો અને સોશિયલ મીડિયામાં પણ તેમની ઉપર ભારે પડી શકે છે. 

ભારતે ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવ્યું

ભારતે ઈંગ્લેન્ડને 5 વિકેટથી હરાવીને વન-ડે શ્રેણી જીતી. મેનચેસ્ટરમાં રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાને જીત માટે 260 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને મેળવી લીધો. આ જીત સાથે જ ભારતે વનડે સીરીઝ પર 2-1થી કબજો કરી લીધો. ભારતીય ટીમમાં ઋષભ પંત અને હાર્દિક પંડ્યા હીરો બનીને ઉભર્યા. પંતે શાનદાર 125 રનોની ઇનિંગ રમી. ત્યારે પંડ્યાએ ઓલરાઇન્ડર પ્રદર્શન કર્યું.

સંકળાયેલા મુદ્દાઓ

Hardik pandya Rishbh Pant Team India ટીમ ઇન્ડિયા રોહિત શર્મા વિરાટ કોહલી indian cricket team

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ