બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / બ્રિટનમાં રમખાણો ફાટી નીકળ્યા! રસ્તાઓ પર આગચંપી અને હિંસા, જુઓ ભયાનક વીડિયો

VIDEO / બ્રિટનમાં રમખાણો ફાટી નીકળ્યા! રસ્તાઓ પર આગચંપી અને હિંસા, જુઓ ભયાનક વીડિયો

Last Updated: 10:45 AM, 19 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Riots in Britains Latest News : સ્થાનિક બાળ સંભાળ એજન્સી દ્વારા બાળકોને તેમના માતાપિતાથી અલગ કરી બાળ સંભાળ ગૃહમાં રાખવામાં આવી રહ્યા હોવાથી ભારે રમખાણો

Riots in Britains : યુનાઇટેડ કિંગડમ (યુકે)ના લીડ્ઝ શહેરમાં ગઇકાલે રાત્રે જોરદાર હુલ્લડો થયો હતો. શહેરની મધ્યમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. આ લોકોએ બસને આગ ચાંપી દીધી હતી. પોલીસના વાહનો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ઘટનાના વાયરલ વીડિયોમાં તોફાનીઓની ભીડમાં બાળકો પણ જોઈ શકાય છે. આ રમખાણોનું કારણ સ્થાનિક બાળ સંભાળ એજન્સી બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરીને બાળ સંભાળ ગૃહોમાં રાખવાનું હોવાનું કહેવાય છે. જેના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

વેસ્ટ યોર્કશાયર પોલીસનું કહેવું છે કે, ગુરુવારે સ્થાનિક સમય પ્રમાણે 5 વાગ્યે લીડ્સના હેરહિલ્સ વિસ્તારમાં લક્ઝર સ્ટ્રીટ પર લોકોની ભીડ એકઠી થવા લાગી હતી. જેમાં કેટલાક બાળકો પણ સામેલ હતા. પરંતુ તરત જ ભીડ ગુસ્સે થઈ ગઈ અને થોડી જ વારમાં તોફાનો ફાટી નીકળ્યા. જો કે હજુ સુધી આ હુમલામાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો પોલીસની ગાડી પર હુમલો કરી રહ્યા છે. ટોળું પોલીસ વાનને પલટી મારતું જોવા મળે છે પરંતુ તે પહેલા તેની બારીઓ તોડી નાખવામાં આવી રહી છે.

એક વીડિયોમાં એક વ્યક્તિ બસને આગ લગાડી રહ્યો છે જ્યારે કેટલાક લોકો કચરો ફેંકી રહ્યા છે. અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક મોટું ફ્રીઝર લાવી તેને રસ્તા પર લાગેલી આગમાં ફેંકી રહ્યા છે. આ રમખાણોને કારણે ઘણા રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા અને લોકોને જ્યાં સુધી પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી આ વિસ્તારમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

યુકેના ગૃહમંત્રી યવેટ કૂપરે કહ્યું કે તે લીડ્ઝમાં અશાંતિના સમાચારથી આઘાતમાં છે. તે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

રમખાણો અંગે પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?

લીડ્ઝ શહેરમાં અચાનક ફાટી નીકળેલા આ રમખાણો અંગે 26 વર્ષની રિસાએ કહ્યું કે, તોફાનીઓ પોલીસ વાન પર પણ હુમલો કરી રહ્યા હતા. તેઓ પથ્થરોથી માંડીને પીણાં અને કચરો જે કંઈ મળે તે પોલીસ વાન પર ફેંકી રહ્યા છે. રિસાએ જણાવ્યું કે, આ વિસ્તારમાં તોફાનીઓએ એક બસને ઘેરી લીધી હતી. બસના ડ્રાઈવરે બસને ત્યાંથી હટાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે તેમ કરી શક્યો નહીં ત્યારે તેણે બસ ત્યાં જ છોડી દીધી અને જીવ બચાવવા ભાગી ગયો.

ગિપ્ટન અને હેરહિલ્સ કાઉન્સિલર સલમા આરિફે સ્થાનિક લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે. તેણે વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે હાલ હેર હિલ્સમાં સ્થિતિ સારી નથી.

વધુ વાંચો : દિલ્હીથી અમેરિકા જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું રશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ, 225 મુસાફરો પર આવ્યું અપડેટ

લીડ્ઝમાં રમખાણો શા માટે થયા?

એવું કહેવામાં આવી રહ્યું છે કે, સ્થાનિક બાળ સંભાળ એજન્સી દ્વારા બાળકોને તેમના માતાપિતાથી અલગ કરવામાં આવી રહ્યા છે અને બાળ સંભાળ ગૃહમાં રાખવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા બાળકોને બાળ સંભાળ ગૃહમાં રાખવામાં આવ્યા છે. વાસ્તવમાં જો વહીવટીતંત્રને લાગે છે કે પરિવારના સભ્યોની દેખરેખ હેઠળ બાળકનો ઉછેર યોગ્ય રીતે થઈ રહ્યો નથી તો આવા બાળકોને બાળ સંભાળ ગૃહમાં રાખવામાં આવે છે. જેના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Harehills Leeds UK Riots
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ