બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / દિલ્હીથી અમેરિકા જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું રશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ, 225 મુસાફરો પર આવ્યું અપડેટ

ઈમરજન્સી લેન્ડિંગ / દિલ્હીથી અમેરિકા જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું રશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ, 225 મુસાફરો પર આવ્યું અપડેટ

Last Updated: 09:50 AM, 19 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Air India Flight Latest News : એર ઈન્ડિયાનું એક વિમાન ટેક્નિકલ સમસ્યાને કારણે રૂટ બદલી ક્રાસ્નોયાર્સ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું, એર ઈન્ડિયાએ કહ્યું, યાત્રીઓ અને ક્રૂની સલામતી અને સુખાકારી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા

Air India Flight : દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલું એર ઈન્ડિયાનું એક વિમાન ટેક્નિકલ સમસ્યાને કારણે ગુરુવારે રશિયાના ક્રાસ્નોયાર્સ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, પ્લેન તેનો રૂટ બદલ્યા બાદ ક્રાસ્નોયાર્સ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. તેમણે કહ્યું કે, તે મુસાફરોની સંભાળ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે.

એર ઈન્ડિયાએ નિવેદન જાહેર કર્યું

એર ઈન્ડિયાએ જણાવ્યું કે, એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-183 દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતી ટેકનિકલ કારણોસર રશિયાના ક્રાસ્નોયાર્સ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ (UNKL) પર લેન્ડ કરવામાં આવી હતી.

એરલાઈને કહ્યું, અમે જ્યાં સુધી એરક્રાફ્ટ ફરી ઉડી ન શકે ત્યાં સુધી યાત્રીઓની કાળજી લેવા માટે સંબંધિત સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. એર ઈન્ડિયાએ કહ્યું, યાત્રીઓ અને ક્રૂની સલામતી અને સુખાકારી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

વધુ વાંચો : બટાટાંની વેફર ખાતાં છોકરાઓને થવા લાગી ઉલટીઓ, મોંમા બળતરા, હોસ્પિટલમાં દાખલ

ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે

આ તરફ પ્લેનમાં હાજર તમામ 225 મુસાફરો અને 19 ફ્લાઈટ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. એર ઈન્ડિયા સરકારી એજન્સીઓ અને રેગ્યુલેટરી ઓથોરિટી સાથે સતત સંપર્કમાં છે. મુસાફરોને સાન ફ્રાન્સિસ્કો મોકલવા માટે ફ્લાઇટની ગોઠવણ કરવામાં આવી રહી છે તે અંગે એર ઈન્ડિયાએ કહ્યું, અમે તમામ મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષાને લઈને ચિંતિત છીએ. અમે શક્ય તેટલી વહેલી તકે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બોઈંગ 777 એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું છે અને કોઈને ઈજા થવાની આશા નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

emergency landing Air India Flight Air India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ