ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ril shares falls 13 percent market cap

અસર / દેશના સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણીને 12 વર્ષનું સૌથી મોટું આર્થિક નુકસાન, જાણો એવી શું બની ઘટના

Published By: Intern

Last Updated: 08:05 PM, 9 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારમાં એકાએક આવેલ કડાકાને કારણે દિગ્ગજ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ(RIL)ને મોટો ઝટકો લાગ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં 25 ટકા જેટલો ઘટાડો આવ્યા બાદ રિલાયન્સના શેરમાં 13 ટકાનો ઘટાડો નોંધાયો છે, ત્યારે દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને મોટું નુકસાન થયું છે. તેમની કંપની રિલાયન્સને 12 વર્ષ બાદ મોટો ફટકો પડ્યો છે.

ADVERTISEMENT

  • શેરબજારમાં મોટો કડાકો 
  • મુકેશ અંબાણીની કંપનીના શેરનો ભાવ તૂટ્યો
  • 12 વર્ષ બાદ અંબાણીને પડ્યો મોટો ફટકો 

આપને જણાવી દઇએ કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેર 12.35%ના ઘટાડાની સાથે 1105 રૂપિયા પર આવી પહોંચ્યો હતો. ઓક્ટોબર 2008 બાદ કંપનીનો સૌથી મોટો ફટકો લાગ્યો છે. જેનાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના માર્કેટ કેપ 7.5 લાખ કરોડ રૂપિયા રહ્યા હતા. 

કોરોના અને યસ બેંકના કારણે સેન્સેક્સ તૂટ્યો 

કોરોના વાયરસ અને યસ બેંકના કારણે સોમવારે ભારતીય શેરબજારમાં હોબાળો મચી ગયો હતો. સેન્સેક્સ આશરે 2357 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 600 થી વધુ પોઇન્ટ તૂટ્યો હતો. જોકે, યસ બેન્કના શેરમાં 34 ટકાનો ઉછાળો જોવાયો હતો.

માર્કેટ કેપમાં મોટો કડાકો 

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સનું માર્કેટ કેપ સોમવારે જ 1 લાખ કરોડથી વધુ ઘટ્યું છે. બે મહિના પહેલા રિલાયન્સનું માર્કેટ કેપ 10 લાખ કરોડ રૂપિયાથી ઉપર હતું. ઘટાડા પછી કંપનીની માર્કેટ કેપ નીચે 7 લાખ કરોડ થઈ ગઈ છે. કંપનીના શેર 13 ટકા તૂટીને રૂ. 1,105 પર આવી ગયા છે. ઓક્ટોબર 2008 પછીનો આ સૌથી મોટો ઘટાડો છે. ક્રૂડ ઓઇલની કટોકટીના કારણે સેન્સેક્સમાં ઓઇલ સેક્ટરની કંપનીઓનો શેર ઘટી રહ્યો છે.

છેલ્લે 2015માં થયો હતો ઘટાડો

ભારતીય શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો છે. આ પહેલા 24 ઓગસ્ટ 2015ના રોજ સેન્સેક્સમાં 1624 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. શેરબજારમાં આટલો મોટ કડાકો બોલતા રોકાણકારો ગભરાયા છે.  

પ્રતિ બેરલનો ભાવ 2200 થયો 

ક્રૂડ ઓઇલને કારણે પ્રાઇઝવોર તથા કોરોનાવાયરસના પ્રકોપને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સોમવારે 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. વિદેશી બજારને કારણે ભારતમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. 

એમસીએક્સ એક્સચેંજમાં પણ થયો ઘટાડો 

મલ્ટી કોમોડિટી એટલે કે એમસીએક્સના એક્સચેંજમાં માર્ચ કરારમાં ક્રૂડ તેલ પ્રતિ બેરલ 997 રૂપિયા એટલે કે 31.56 ટકાના ઘટાડા સાથે 2162 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર થયો હતો. 

આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટાડો 

તે જ સમયે, આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઈન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેંજ, એટલે કે આઈસીઇ પરનો બ્રેન્ટ ક્રૂડ અગાઉના સત્રની તુલનામાં 26.51 ટકાના ઘટાડા સાથે 33.27 ડોલર પર કારોબાર રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Mukesh Ambani National News RIL market cap મુકેશ અંબાણી Sensex

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ