ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
જૂલાઈમાં દેશમાં છુટક મોંઘવારી દર ઘટીને 6.71 ટકા પર પહોંચી ગઈ છે. આ અગાઉ જૂન મહિનામાં રિટેલ મોંઘવારી 7.01 ટકા રહી હતી. સરકારે શુક્રવારે આ ડેટા જાહેર કર્યા છે. આ ડેટામાં દેખાય છે કે, છુટક મોંઘવારી દર ઘટના પાછળ મુખ્ય કારણ ખાવાની વસ્તુઓના ભાવ ઓછા થવા છે. જૂલાઈ 2021માં રિટેલ મોંઘવારી દર 5.59 ટકા પર રહ્યો હતો. ડેટા અનુસાર, જૂલાઈ 2022માં ખાદ્ય મોંઘવારી દર ઘટીને 6.75 ટકા પર પહોંચી ગયો, જૂન 2022માં આ આંકડો 7.75 ટકા પર રહ્યો હતો.
ADVERTISEMENT

RBI દ્વારા નિર્ધારિત આંકડાથી વધારે છુટક મોંઘવારી
ADVERTISEMENT
ભારતીય રિઝર્વ બેંક પોતાના દ્વિમાસિક મોનેટરી પોલિસીને નક્કી કરતી વખતે સીપીઆઈ આધારિત મોંઘવારીને જ મુખ્ય કારણ તરીકે જોવે છે. આરબીઆઈને સરકારે 4 ટકા પર રાખવાનુું કહ્યું. જેની સાથે બંને તરફ 2 ટકાનું ટોલરેંસ બેંડ આપ્યું છે. જૂલાઈ મહિનામાં આ આંકડો આરબીઆઈના 6 ટકાના ટોલરેંસ લેવલથી વધારે રહ્યું છે. કહેવાય છે કે, સીપીઆઈ બેસ્ટ રિટેલ મોંઘવારી છેલ્લા સાત મહિનામાં 6 ટકાના આંકડાથી ઉપર બનેલી છે.
હાલના નાણારીય વર્ષની પહેલા ત્રણ મહિનામાં રિટેલ મોંઘવારી 7 ટકાથી વધારે રહી છે. કેન્દ્રીય બેંકે હાલના નાણાકીય વર્ષ માટે મોંઘવારી દર અનુમાન 6.7 ટકા પર સ્થિર રાખ્યો છે.
ADVERTISEMENT

CPI આધારિત મોંઘવારી શા માટે ?
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે, જ્યારે આપણે મોંઘવારી દરની વાત કરીએ છીએ તો, અહીં આપણે કંઝ્યૂમર પ્રાઈસ ઈંડેક્સ પર આધારિત મોંઘવારીની વાત કરી રહ્યા છીએ, સીપીઆઈ સામાન અને સેવાઓની છુટક કિંમતોમાં ફેરફારને ટ્રેક કરે છએ. જેનાથી પરિવાર પોતાની રોજની જરૂરિયાત માટે ખરીદી કરે છે.
મોંઘવારીને માપવા માટે આપણે અનુમાન લગાવીએ છીએ કે, છેલ્લા વર્ષે સમાન ગાળા દરમિયાન સીપીઆઈમાં કેટલા ટકાનો વધારો થયો છે. આરબીઆઈ અર્થવ્યવસ્થામાં ભાવને સ્થિર રાખવા માટે આ આંકડા પર નજર રાખે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો