ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / Researchers discover material that could someday power quantum computer
ADVERTISEMENT
આ કમ્પ્યૂટર દ્વારા લોકો જટિલ ગણતરીઓ અને ડેટાને વધુ સુરક્ષિત રીતે એન્ક્રિપ્ટ કરી શકે છે, સાથે-સાથે આ કમ્પ્યૂટર સિસ્ટમમાં વાઇરસના પ્રસારનું પૂર્વાનુમાન પણ લગાવી શકાય છે. અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટીએ પોસ્ટ ડોક્ટરલ ફેલો યુફન લીને કહ્યું કે અમે જાણ્યું કે કેટલાક સુપર કન્ડક્ટિંગ મટીરિયલમાં વિશેષ ગુણ હોય છે, જે ભવિષ્યની ટેકનિક માટે એક મજબૂત આધારસ્તંભ બની શકે છે. તેમણે કહ્યું કે વર્તમાનમાં જે કમ્પ્યૂટર આપણી પાસે હાજર છે તે સૂચનાઓને સંગ્રહિત કરવા માટે ઇલેક્ટ્રિકલ વોલ્ટેજ દ્વારા બીટ્સનો ઉપયોગ કરે છે, તેમાં ડેટાને શૂન્ય કે એક જ ફોર્મમાં રાખી શકાય છે.
ADVERTISEMENT
જ્યારે ક્વોન્ટમ કમ્પ્યૂટર ક્વોન્ટમ નિયમો પર આધારિત હોય છે, તેમાં ક્વોન્ટમ બીટ્સ કે ક્યુબીટ્સના આધારે ડેટાનો સંગ્રહ કરાય છે. ક્યુબીટ્સમાં જે ઇન્ફર્મેશન હોય છે તે ૦ અને ૧ બંને ફોર્મમાં હોઇ શકે છે. તેનાથી કમ્પ્યૂટેશન સ્પીડ ખૂબ જ વધી જાય છે.
જર્નલ સાયન્સમાં પ્રકાશિત અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું કે સમસ્યાઓનો હલ કરતી વખતે ક્યુબીટ્સની આ જ ક્ષમતા ક્વોન્ટમ કમ્પ્યૂટર્સને હાલના કમ્પ્યૂટરની તુલનાએ વધુ શક્તિશાળી બનાવે છે. તેની મદદથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્રિપ્ટોગ્રાફીની સમસ્યા સરળતાથી હલ કરી શકાય અને મોસમનું સ્પષ્ટ અનુમાન પણ લગાવી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો