બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
લોહીમાં રહેલા પ્રોટિન, ડીએનએ અને આરએનએમાં થયેલા ફેરફાર કે જેને બાયોમાર્કર્સ કહે છે તેના આધારે કેન્સરની ભાળ હવે મેળવી શકાશે. એક ખાનગી કંપનીના વિજ્ઞાનીઓએ કરેલા સંશોધનને હાવર્ડ યુનિવર્સિટીની ડાના-ફાર્બર કેન્સર ઇન્સ્ટિટયુટના વિજ્ઞાનીઓએ ચકાસણી કરી હતી. કેટલાક મિથાઇલ બેઝ્ડ કેમિકલ શરીરમાં ચોક્કસ જીનને ઓન કે ઓફ કરે છે. જયારે આ સિસ્ટમ ખોરવાય ત્યારે કેન્સર હોવાની જાણ થાય છે.

ADVERTISEMENT
વિજ્ઞાનીઓએ આ માટે 3600 જેટલા લોકોના બ્લડ સેમ્પલ લીધા હતા. જેમાં જેમને કેન્સર ન હતા તેવા લોકો ઉપરાંત 20 જેટલા વિવિધ કેન્સરથી પીડાતા લોકોના બ્લડ સેમ્પલની તપાસ કરી હતી. નવા બ્લડ ટેસ્ટમાં કેન્સર ડિટેકટ કરવામાં 99.4 ટકા કેસોમાં સફળતા મળી હતી. એટલે કે માત્ર 0.6 ટકા સેમ્પલમાં બ્લડ ટેસ્ટથી કેન્સરની ખબર પડી ન હતી. આ સફળતા જબરદસ્ત છે. હજુ વધુ સંશોધન બાદ આ બ્લડ ટેસ્ટથી 100 ટકા કેન્સર ડિટેકટ થઇ શકશે.
બ્લડ ટેસ્ટથી બ્રેસ્ટ કેન્સર ઉપરાંત ગોલ બ્લેડર, ફેફસા, પેનક્રિયાસ અને લ્યુકેમિયા જેવા કેન્સરને ડિટેકટ કરી શકાય છે. નવા સંશોધનને યુરોપિયન સોસાયટી ફોર મેડિકલ ઓન્કોલોજી કોંગ્રેસમાં રજુ કરાયું હતું. અનેક સંશોધનો છતાં કેન્સરની બિમારી મેડિકલ અને વિજ્ઞાન જગત માટે હજુ મોટો પડકાર છે. દુનિયામાં થતાં દર સાતમાંથી એક મોત કેન્સરથી થાય છે.
ADVERTISEMENT

તેનું સૌથી મોટું કારણ મોડુ નિદાન પણ છે. અનેક પ્રકારના કેન્સરમાં છેક ત્રીજા કે ચોથા સ્ટેજ સુધી બીમારી પહોંચી જાય ત્યારે ખબર પડે છે. ત્યારે ઘણી વખત મોડું થઇ જાય છે. આ ઉપરાંત લોકોમાં જાગૃતિનો પણ હજુ અભાવ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.