બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 26મી જાન્યુઆરીએ પરેડ જોવા જવું છે? તો અહીં ક્લિક કરીને મેળવો ટિકિટ, જાણો કિંમત

તમારા કામનું / 26મી જાન્યુઆરીએ પરેડ જોવા જવું છે? તો અહીં ક્લિક કરીને મેળવો ટિકિટ, જાણો કિંમત

Last Updated: 09:55 PM, 3 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણતંત્ર દિવસ 2026ની ભવ્ય પરેડ અને બીટિંગ રિટ્રીટને લાઇવ જોવાનો લહાવો મળી રહ્યો છે. રક્ષા મંત્રાલયએ ટિકિટના વેચાણની તારીખ અને કિંમતની જાહેરાત કરી દીધી છે. બેઠકો ખુબ જ મર્યાદિત હોવાના કારણે ઝડપથી સીટ બુક કરી લો.

જો તમે 26 જાન્યુઆરી 2026ના રોજ કર્તવ્ય પથ પર થનારી ભવ્ય ગણતંત્ર દિવસ પરેડને નિહાળવાનું સ્વપ્ન જોઇ રહ્યા હોય તો આ ખબર તમારા માટે છે. રક્ષા મંત્રાલયે ગણતંત્ર દિવસ સમારોહ સાથે જોડાયેલી મહત્વના કાર્યક્રમોના ટિકિટ વેચાણની તારીખોની જાહેરાત કરી દીધી છે. શિડ્યુલ અનુસાર, પરેડથી લઇ બીટિંગ રિટ્રીટ સુધી, દરેક મોટા આયોજનની ટિકિટ સામાન્ય જનતા ખરીદી શકશે.

Republic Day Parade 2026 ટિકિટ બુકિંગની તારીખ

ક્યારથી શરુ થશે ટિકિટનું વેચાણ

રક્ષામંત્રાલય અનુસાર, ગણતંત્ર દિવસ 2026 સાથે જોડાયેલા કાર્યક્રમોમાં ટિકિટોનુ વેચાણ 5 જાન્યુઆરી 2026થી શરુ થશે. ટિકિટ 14 જાન્યુઆરી 2026 સુધી મળશે. ટિકિટનું વેચાણ રોજ સવારે 9 વાગ્યાથી શરુ થશે. તેથી જો તમે ટિકિટ લેવા ઇચ્છતા હોય તો સમય પર ખરીદી લેજો.

ગણતંત્ર દિવસ પરેડની ટિકિટની કિંમત

26 જાન્યુઆરી 2026ના રોજ થનારી મુખ્ય ગણતંત્ર દિવસ પરેડની ટિકિટ બે કેટેગરીમાં મળશે. પહેલી કેટેગરીની ટિકિટની કિંમત 100 રુપિયા રહેશે, જ્યારે બીજી કેટેગરીની ટિકિટ 20 રુપિયામાં મળશે. ઓછી કિંમતવાળી ટિકિટ સામાન્ય જનતાને ધ્યાનમાં રાખીને રાખવામાં આવી છે, જેથી વધારે લોકો આ રાષ્ટ્રિય આયોજનમાં ભાગ લઇ શકે.

Republic Day 2026 2

બીટિંગ રિટ્રીટ અને ફુલ ડ્રેસ રિહર્સલના ટિકિટ

26 જાન્યુઆરી 2026ના રોજ થનારી બીટિંગ રિટ્રીટના ફુલ ડ્રેસ રિહર્સલના ટિકિટ ફક્ત 20 રુપિયામાં મળશે. બીજી તરફ 29 જાન્યુઆરી 2026ના રોજ થનારી મુખ્ય બીટિંગ રિટ્રીટ સમારોહના ટિકિટની કિંમત 100 રુપિયા સુધી નક્કી કરવામાં આવી છે. આ સમારોહ વિજય ચોક, કર્તવ્ય પથ પર હોય છે, જ્યાં ભારતીય સૈન્ય બેન્ડ્ઝની શાનદાર પ્રસ્તુતિઓ દર્શકોને મંત્રમુગ્ધ કરે છે.

ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે મળશે ટિકિટ

રક્ષા મંત્રાલયે સ્પષ્ટ કર્યુ છે કે, દર્શક ટિકિટ ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમોથી ખરીદી શકશે. ઓનલાઇન ટિકિટ રક્ષા મંત્રાલયની ઓફિશિયલ વેબસાઇટ aamantran.mod.gov.in પર ઉપલબ્ધ થશે. આ ઉપરાંત દિલ્હીમાં નક્કી કરેલા ટિકિટ કાઉન્ટરો પરથી પણ ટિકિટ ખરીદી શકાશે.

અહીંથી મળશે ઓફલાઇન ટિકિટ

ઓફલાઇન ટિકિટ કાઉન્ટર સેના ભવન, શાસ્ત્રી ભવન, જંતરમંતર, સંસદ ભવન રિસેપ્શન, રાજીવ ચોક મેટ્રો સ્ટેશન અને કશ્મીરી ગેટ મેટ્રો સ્ટેશન પર બનાવવામાં આવ્યા છે. આ કાઉન્ટરોથી 5થી 14 જાન્યુઆરી સુધી 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને પછી બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી ટિકિટ ખરીદી શકાશે.

Republic Day 2025 army

ટિકિટ ખરીદતી વખતે આ ડોક્યુમેન્ટની જરુર પડશે

ટિકિટ ખરીદવા માટે ફોટો ઓળખ પત્ર જરુરી રહેશે, તે માટે આધાર કાર્ડ, પેન કાર્ડ, વોટર આઇડી, ડ્રાઇવિંગ લાઇસેન્સ, પાસપોર્ટ વગેરે જેવા રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલા ઓળખ પત્ર માન્ય ગણાશે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, જે ઓળખ પત્ર દ્વારા ટિકિટ ખરીદવામાં આવશે, તે જ ઓળખ પત્ર કાર્યક્રમના દિવસે સાથે રાખવુ જરુરી રહેશે.

ક્યાં મળશે સમારોહ વિશેની જાણકારી

ગણતંત્ર દિવસ સમારોહ 2026 વિશેની ઓફિશયલ જાણકારી રક્ષામંત્રાલયની વેબસાઇટ rashtraparv.mod.gov.in પર જોવા મળશે. અહીં સુરક્ષા નિર્દેશ, સમય પત્રક અને અન્ય જરુરી માહિતીની જાણકારી મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Republic Day Parade 2026 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ