બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વરસાદમાં જૂતાને ભીના થતા બચાવવા લગાવો આ વસ્તુ

તમારા કામનું / વરસાદમાં જૂતાને ભીના થતા બચાવવા લગાવો આ વસ્તુ

Nirav Kumar

Last Updated: 01:51 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસામાં જો આપણા જૂતા ભીના થઇ જાય તો બહાર જતી વખતે અડચણ પેદા થાય છે. જો વરસાદમાં જૂતા ભીના થઇ જાય તો પગમાં દુર્ગંધ, ખંજવાળ, ફંગલ ઇન્ફેક્શન અને ત્વચા ઇન્ફેક્શન થઈ શકે છે.

ભારતમાં ચોમાસુ આવી ગયું છે. દેશમાં અનેક ઇલાકામાં ભારે વરસાદ અને વાવાઝોડા આવી રહ્યા છે. આ હવામાન ગરમીથી થોડી રાહત લાવ્યું છે. આ હવામાન જેટલું સુખદ છે તે પોતાની સાથે પડકારો પણ લાવે છે. જેમાં વરસાદ પાણી ભરાઈ જાય છે જેના કારણે બહાર જવામાં મુશ્કેલી પડે છે. વરસાદ માત્ર કપડાં જ નહીં પણ મોંઘા જૂતા અને ચંપલ પણ ભીના થઈ જાય છે. ભીના જૂતા ઘણા લોકો માટે મોટી અડચણ બની શકે છે.

આવી સ્થિતિમાં કામ, કોલેજ કે બીજ કોઈ મહત્વના કામ માટે નીકળતી વખતે લોકો જે સૌથી મોટી સમસ્યાનો સામનો કરે છે તે છે તેમના જૂતા અને ચંપલ ભીના હોવા. આખો દિવસ ભીના જૂતા પહેરવાથી પગમાં દુર્ગંધ, ખંજવાળ, ફંગલ ઇન્ફેક્શન અને બીજી ત્વચા ઇન્ફેક્શન થઈ શકે છે.એવામાં તમારા જૂતા અને ચંપલને વરસાદમાં ભીના થવાથી બચાવવા માટે શું કરવું તે જાણવું જરૂરી છે. જો તમે પણ આ જ વાત વિચારી રહ્યા છો તો ચિંતા કરશો નહીં. આજે અમે તમને જૂતાને વરસાદના પાણીથી બચાવવા માટે અમુક સરળ ટિપ્સ જણાવીશું.

  • જૂતાને પોલીથીન બેગથી કરો સેફ

જો તમે વરસાદમાં બહાર જાવ છો તો ચોમાસા દરમિયાન હંમેશા તમારી બેગમાં એક કે બે મોટી પોલીથીન બેગ રાખો. જો તમે બહાર હોવ ત્યારે અચાનક વરસાદ શરૂ થઈ જાય તો તમારા જૂતાને પોલિથીનથી ઢાંકી દો. તેનાથી તમારા જૂતા સુધી પાણી પહોંચતું અટકશે અને કાદવનું જોખમ ઘટશે. આ ફ્રી ટિપ્સ અચાનક ધોધમાર વરસાદ દરમિયાન તમારા જૂતાને ભીના થવાથી બચાવી શકે છે.

  • વરસાદમાં ચામડાના જૂતા

વરસાદની ઋતુ દરમિયાન ચામડાના જૂતા એક સારો વિકલ્પ બની શકે છે. તેને પહેરતા પહેલા વોટરપ્રૂફ સ્પ્રે કે ચામડાના કન્ડિશનરનો ઉપયોગ કરો. આ જૂતા પર એક પ્રોટેક્ટિવ લેયર બનાવે છે, જે પાણીની અસર ઘટાડવામાં મદદ કરે છે. જો ચામડાના જૂતા ભીના થઈ જાય તો તેમને તડકામાં કે આગની નજીક છોડવાનું ટાળો. તેનાથી ચામડું ફાટી શકે છે. આ તેમની ચમકને પણ નુકસાન પહોંચાડી શકે છે. હંમેશા તેમને સામાન્ય તાપમાને ધીમે ધીમે સૂકવવા દો.

vtv hiring
  • મીણની પોલીશથી બનાવો પ્રોટેક્ટિવ લેયર

મીણની પોલીશ વરસાદની ઋતુ દરમિયાન તમારા જૂતા માટે વધારાના રપ્રોટેક્ટિવ લેયર તરીકે કામ કરે છે. તે જૂતાની સપાટી પર એક સ્તર બનાવે છે જે પાણી અંદર ઘૂસવાની શક્યતાને ઘટાડે છે. તેનાથી તમારા જૂતાને સુરક્ષિત રાખવા માટે પહેલા તેમને સારી રીતે સાફ કરો. કોઈપણ નાના કટ કે છિદ્રોને રીપેર કરો. બાદમાં જૂતા પર મીણની પોલિશ લગાવો અને તેમને થોડા સમય માટે રહેવા દો. એકવાર સુકાઈ ગયા પબાદ જૂતા વરસાદનો સામનો કરવા માટે તૈયાર થઈ જશે.

ભીના જૂતાને યોગ્ય રીતે સૂકવવા પણ જરૂરી છે. જો જૂતા ભીના થઈ જાય તો તેમને લાંબા સમય સુધી ન રાખો. ઘરે પહોંચતાની સાથે જ જૂતામાં અખબાર ભરો. અખબાર વધુ ભેજ શોષી લે છે અને તેમને ઝડપથી સૂકવવામાં મદદ કરે છે.

વધુ વાંચો : ઊંઘની ગોળીઓ છોડો, રાત્રે ટ્રાય કરો આ દેશી નુસખો, મિનિટોમાં આવશે ઘસઘસાટ ઊંઘ

હેર ડ્રાયર કે વધુ ગરમીનો ઉપયોગ જૂતાને નુકસાન પહોંચાડી શકે છે આથી તેમને કુદરતી રીતે સૂકવવા બેસ્ટ છે. પગની સ્વચ્છતા પર ફોક્સ કરો. જૂતા સૂકા રાખવા પૂરતા નથી. વરસાદની ઋતુમાં તમારા પગને સ્વચ્છ અને સૂકા રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. બહારથી પાછા ફર્યા બાદ તમારા પગને સારી રીતે ધોઈને સૂકવો. જો જરૂરી હોય તો એન્ટિ-ફંગલ પાવડરનો ઉપયોગ કરો. આ ઇન્ફેક્શન અને દુર્ગંધને રોકવામાં મદદ કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Rains Shoes
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ