બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
માઇગ્રેન, માથામાં ઇજા થવી, નર્વસ સિસ્ટમ અને મગજમાં પરેશાની થવી, દવાઓની આડઅસર જેવા અનેક કારણો વર્ટિગો માટે જવાબદાર છે. વર્ટિગોને ઠીક કરવા માટે તમે કેટલાક ઘરેલૂ ઉપાયો કરી શકાય છે. ચાલો જાણીએ તેના વિશે.

ADVERTISEMENT
લવિંગ
ચક્કર આવવા પર અડધા ગ્લાસ પાણીમાં બે લવિંગ નાખીને તેને ઉકાળી લો અને પછી તે પાણીને પીવો. આ પાણી પીવાથી ફાયદો થઈ શકે છે.
ADVERTISEMENT
એલચી
એલચીમાં વર્ટિગોને ઠીક કરવાના ગુણ છે. તેના માટે 2 ચમચી તલનું તેલ ગરમ કરો તેમાં અડધી ચમચી એલચી અને તજનો પાઉડર મિક્સ કરી ગરમ કરો. આ તેલથી માથા અને ગરદન પર માલિશ કરો અને આખી રાત રહેવા દો. આ તમે દિવસ દરમિયાન અનેક વખત કરી શકો છો.
ADVERTISEMENT

આદુ
ADVERTISEMENT
આદુ મગજમાં બ્લડ સર્ક્યુલેશન વધારી દે છે, જેનાથી મોશન સિકનેસ અને માઇગ્રેન જેવી સમસ્યાઓ નથી થતી. ડોક્ટરની સલાહ મુજબ તેનું સેવન કરી શકો છો. તેના માટે આદુને પાણીમાં ઉકાળીને ગાળી લો. તેમાં મધ મિક્સ કરીને ચાની જેમ થોડાં સપ્તાહ સુધી પીવો. આ સિવાય તમે દરરોજ આદુનો એક નાનકડો કટકો ચાવી પણ શકો છો.
આખા ધાણા
ADVERTISEMENT
ધાણા વર્ટિગોને ઠીક કરવાની એક પ્રાચીન આયુર્વેદિક ઔષધી છે. એક કપ પાણીમાં એક ચમચી ધાણા અને એક ચમચી આમળાનો પાઉડર આખી રાત પલાળીને રાખી મૂકો. બીજા દિવસે સવારે તેને ગાળીને તેમાં મધ મિક્સ કરીને પીવો. તરત આરામ મળશે.
મસાજ થેરાપી
માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેનાથી સ્નાયુઓને આરામ મળે છે. તેમજ ચક્કર આવવા અને વોમિટિંગ જેવી સમસ્યા નથી થતી. એટલે એરોમેટિક તેલની મદદથી માથા અને ગરદનની આજુબાજુ સર્ક્યુલેશન મોશનમાં માલિશ કરવાથી ફાયદો થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.