બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Religious story of the Gandharis invaluable sermon in Mahabharat

ધર્મ / દૂષિત બુદ્ધિવાળા લોકોની સંગતમાં રહેવાથી થાય છે આવું, જાણો ગાંધારીના અમૂલ્ય વચનો

Published By: Noor

Last Updated: 10:14 AM, 24 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

‘મહાભારત’નો મૂળ રસ ધર્મ છે, તેના પાને-પાને ધર્મ ટપકે છે. ભીમ, દ્રૌપદી, કર્ણ, અર્જુન, દ્રોણ, દ્રુપદ, કૃષ્ણ, યુધિષ્ઠિર, કુંતી, ગાંધારી, વિદુર, ધૃતરાષ્ટ્ર...સત્ય અને અસત્યની પડખે ઊભેલા ‘મહાભારત’નાં સેંકડો પાત્રોનું મજબૂત ચરિત્ર આલેખવામાં આવ્યું છે, પરંતુ એ તો ‘મહાભારત’નો બાહ્ય શૃંગાર છે. ‘મહાભારત’ના ગર્ભમાં તો આ પાત્રોના મુખેથી પણ ઉચ્ચારવામાં આવતી ધર્મ વાણી છે, જેમ કે સભા પર્વમાં ગાંધારી કહે છે કે દુર્બુદ્ધિવાળા મનુષ્યને શાસ્ત્ર કલ્યાણ કે અકલ્યાણ માટે ઉપદેશ નહીં આપે અને વૃદ્ધ માણસ ક્યારે પણ બાળકબુદ્ધિનો નહિ થાય. દુર્બુદ્ધિ સો કૌરવોની માતા અને પુત્રમોહી અંધ ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીના મુખેથી ધર્મનાં કેવાં અમૂલ્ય વચનો સરી પડે છે.

  • ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીએ જણાવ્યા છે ધર્મ અંગેના અમૂલ્ય વચનો
  • દુર્બુદ્ધિને કોઈ પણ ઉપદેશ આપવા જોઈએ નહીં
  • જ્ઞાની માણસનું જ્ઞાન ક્યારેય ખરી પડતું નથી

જેની દૂષિત બુદ્ધિ છે તેના સંગમાં જે કંઈ આવે છે તે દૂષિત થાય છે એટલે દુર્બુદ્ધિને કંઈ પણ ઉપદેશ આપવાની ગાંધારી મનાઈ ફરમાવી દે છે. કોઈ પણ પ્રકારનો ઉપદેશ એટલે કે દુર્બુદ્ધિને શાસ્ત્ર કલ્યાણનો તો ઠીક અકલ્યાણ માટે પણ ઉપદેશ નહીં આપે. આ વચનોમાં ગાંધારી એવું કહે છે કે કોઈએ દુર્બુદ્ધિને ઉપદેશ ન આપવો એ એકાંગી સત્ય ગણાશે. આ વચનોનો બીજો અર્થ એવો પણ થાય છે કે દુર્બુદ્ધિ મનુષ્યોને શાસ્ત્ર સ્પર્શી જ ન શકે એટલે કે કોઈ મહાપુરુષ કે શાસ્ત્રનો દુર્બુદ્ધિને સંગ થાય અને તેઓ દુર્બુદ્ધિને કંઈ આપવા ધારે તો પણ દુર્બુદ્ધિના આત્મા સુધી એ ઉપદેશ નહીં પહોંચે. દુર્બુદ્ધિની બાય ડિફોલ્ટ એવી હોય છે કે કલ્યાણ કે અકલ્યાણના ઉપદેશ તેના અંતરાત્મા સુધી પહોંચતા નથી. ઉપદેશને લાયક થવું હોય તો દુર્બુદ્ધિને ત્યાગવી પડે. દૂષિત બુદ્ધિ નિર્મળ થાય એ પછી જ ઉપદેશ ભીતરમાં ચિત્તને ચોંટે. ગાંધારીનાં આ વચનોની સાથે ગંગાસતીનાં વચનો “કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ રે, ને સમજીને રહીએ ચૂપ રે, લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે, ભલે હોય શ્રીમંત કે ભૂપ રે”માં કોઈ ફેર વર્તાય છે? કુપાત્રને ઉપદેશ આપવામાં નાહકની શક્તિ ખર્ચવાની ગંગાસતી કેમ ના પાડે છે? કેમ કે ગાંધારી કહે છે કે એવાઓને કલ્યાણ કે અકલ્યાણનો ઉપદેશ આપવો નહીં. 

જ્ઞાની માણસનું જ્ઞાન ક્યારેય ખતમ થતું નથી

ગાંધારીના ઉપદેશની આગળની કડી કહે છે કે વૃદ્ધ માણસ ક્યારે પણ બાળકબુદ્ધિનો નહિ થાય અર્થાત ગાંધારી કહે છે કે વૃદ્ધ એટલે કે જ્ઞાની માણસ. જ્ઞાની માણસનું જ્ઞાન ક્યારેય ખરી પડતું નથી અને તે બાળકબુદ્ધિ એટલે કે કોરોધાકોર થઈ જતો નથી. જેમ દુર્બુદ્ધિ ગમે તેટલા ઉપદેશથી ઉપર ઊઠી શકતો નથી તેમ જ્ઞાનને પ્રાપ્ત માણસ કદી જ્ઞાનહીન થતો નથી. દુર્બુદ્ધિ જ્ઞાનને પ્રાપ્ત થતો નથી અને જ્ઞાની દુર્બુદ્ધિને પ્રાપ્ત થતો નથી. આ જ્ઞાન તે રટેલું જ્ઞાન નથી પણ પરમ જ્ઞાન છે. 

‘મહાભારત’નો અસલી હીરો ધર્મ છે

‘મહાભારત’ના પાને-પાને ધર્મતત્ત્વનો જયઘોષ કરવામાં આવ્યો છે. ધર્મતત્ત્વને પ્રધાન ગણવામાં આવ્યું છે. ‘મહાભારત’નો અસલી હીરો ધર્મ છે. તે અણધાર્યો, ગાંધારી, ધૃતરાષ્ટ્ર કે દુર્યોધન... કોઈ પણ દુષ્ટ ચરિત્રના મુખેથી ધર્મતત્ત્વનું રટણ થાય છે. ‘મહાભારત’માં એક નાનકડો પ્રસંગ હનુમાન અને ભીમના મિલાપનો આવે છે. કથા તરીકે ‘મહાભારત’નું આકલન કરતાં જલદીથી સમજાય નહી કે હનુમાનજી મહારાજને ‘મહાભારત’ના જંગલમાં લાવી મૂકવાનું શું પ્રયોજન હશે? પણ હનુમાનજી મહારાજની પૂંછડી મહાકાય ભીમથી ઊંચકાતી નથી અને ભીમના ગર્વનું ખંડન થાય છે. એ પછી હનુમાનજી મહારાજ અનુજ ભીમને ઉપદેશ સંભળાવે છે. ધર્મતત્ત્વથી સભર એ અતિવિસ્તૃત ઉપદેશ છે. લોકો તો બસ એટલો સંદેશ લઈને કે હનુમાનજીએ ભીમના ગર્વનું ખંડન કર્યું અને આગળ વધી જાય છે. હનુમાનજીના ઉપદેશમાં ડૂબકી મારવાનું કોને સૂઝે છે? ‘મહાભારત’નું પ્રયોજન પણ એ જ છે કે સમગ્ર ધર્મતત્ત્વને તેમણે ‘મહાભારત’નાં પાત્રોના સંવાદોમાં વણ્યું છે. હનુમાનજીએ ભીમને આપેલા ઉપદેશની એક જ પંક્તિ જોઈએ તો હનુમાનજી નીતિવચનો ઉચ્ચારતાં કહે છે કે વિદ્વાનો સાથે મસલત કરવી, સમર્થો પાસે કર્મો કરાવવાં અને શીળા સ્વભાવના લોકો પાસે નીતિની સ્થાપના કરાવવી પણ મૂરખાઓને સદૈવ તજવા.

અહો, રાજ કારભારીઓએ, સમાજ કારભારીઓએ, પરિવાર કારભારીઓએ શું કરવું અને શું ન કરવું તેનો ધર્મ હનુમાનજી મહારાજ આ ગદગદિત થઈ જવાય એવી એક જ પંક્તિમાં પીરસી દે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Dharma mahabharat ગાંધારી ધર્મ મહાભારત Dharma

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ