બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / VIDEO: પવિત્ર અમરનાથ ગુફાથી બાબા બર્ફાનીની પ્રથમ આરતીના કરો દર્શન

નેશનલ / VIDEO: પવિત્ર અમરનાથ ગુફાથી બાબા બર્ફાનીની પ્રથમ આરતીના કરો દર્શન

Last Updated: 04:56 PM, 3 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. ગુરુવારે સવારે બાબા અમરનાથની પહેલી આરતી કરવામાં આવી હતી. પહેલું ગ્રુપ બાલતાલ અને નુનવાન (પહલગામ) બેઝ કેમ્પથી અમરનાથ ગુફા માટે રવાના થયું. આ સમય દરમિયાન, ભક્તો 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે' ના નારા લગવ્યા હતા.

અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. 'બમ-બમ ભોલે' ના નારા વચ્ચે, પહેલા ગ્રુપએ આજે ગુફામાં બાબા બરફાનીના દર્શન કર્યા અને સવારની આરતીમાં ભાગ લીધો. બુધવારે, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા જમ્મુના ભગવતી નગર કેમ્પથી 5,892 યાત્રાળુઓને લીલી ઝંડી આપવામાં આવી હતી.આ લોકો બપોરે કાશ્મીર પહોંચ્યા, જ્યાં વહીવટીતંત્ર અને સ્થાનિક લોકોએ તેમનું સ્વાગત કર્યું.

AMARNATH 1

38 દિવસની આ યાત્રા પહેલગામ અને બાલતાલ બંને રૂટ પરથી નીકળશે. આ યાત્રા 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. ગયા વર્ષે આ યાત્રા 52 દિવસ ચાલી હતી અને 5 લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા હતા. આ વર્ષે, અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ યાત્રાળુઓએ નોંધણી કરાવી છે. તાત્કાલિક નોંધણી માટે, જમ્મુમાં સરસ્વતી ધામ, વૈષ્ણવી ધામ, પંચાયત ભવન અને મહાજન સભામાં કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. આ કેન્દ્રો દરરોજ 2000 યાત્રાળુઓની નોંધણી કરાવી રહ્યા છે.

બાબા બર્ફાનીની આરતી :

અમરનાથ યાત્રાની શરૂઆત સાથે, આજે અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીની પહેલી આરતી કરવામાં આવી હતી. આ આરતીમાં દેશમાંથી આવેલા લગભગ હજારો શ્રદ્ધાળુઓએ ભગવાન શિવના આશીર્વાદ લીધા હતા.

કેવી રીતે પહોંચવું: મુસાફરી માટે બે રસ્તા છે.

પહેલગામ રૂટ:

આ રૂટ દ્વારા ગુફા સુધી પહોંચવામાં ૩ દિવસ લાગે છે, પરંતુ આ રૂટ સરળ છે. યાત્રામાં કોઈ ઢાળ ચઢાણ નથી. પહેલગામથી પહેલું સ્ટોપ ચંદનવાડી છે. તે બેઝ કેમ્પથી 16 કિમી દૂર છે. ચઢાણ અહીંથી શરૂ થાય છે. 3 કિમી ચઢાણ કર્યા પછી, યાત્રા પિસુ ટોપ પર પહોંચે છે. અહીંથી, યાત્રા ચાલીને સાંજ સુધીમાં શેષનાગ પહોંચે છે. આ યાત્રા લગભગ 9 કિમી છે. બીજા દિવસે, યાત્રાઓ શેષનાગથી પંચતરણી જાય છે. આ શેષનાગથી લગભગ 14 કિમી દૂર છે. ગુફા પંચતરણીથી ફક્ત 6 કિમી દૂર છે.

Vtv App Promotion 2

બાલતાલ રૂટ:

જો તમારી પાસે સમય ઓછો હોય, તો તમે બાલતાલ રૂટ દ્વારા બાબા અમરનાથ દર્શન માટે જઈ શકો છો. તેમાં ફક્ત 14 કિમી ચઢાણનો સમાવેશ થાય છે, પરંતુ તે ખૂબ જ ઢાળવાળી ચઢાણ છે, તેથી વૃદ્ધ લોકોને આ માર્ગ પર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ માર્ગમાં સાંકડા રસ્તા અને ખતરનાક વળાંકો છે.

આ પણ વાંચો : માનો કે બેંકના લૉકરમાં આગ લાગી ગઇ, અથવા ચોરી થઇ, તો શું તમને પૂરેપૂરા રૂપિયા મળશે?

મુસાફરી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

મુસાફરી દરમિયાન, મેડિકલ સર્ટિફિકેટ, 4 પાસપોર્ટ સાઇઝના ફોટા, આધાર કાર્ડ, RFID કાર્ડ, મુસાફરી અરજી ફોર્મ તમારી સાથે રાખો. શારીરિક તંદુરસ્તી માટે, દરરોજ 4 થી 5 કિલોમીટર ચાલવાનો અભ્યાસ કરો. પ્રાણાયામ અને કસરત જેવા શ્વાસોચ્છવાસ યોગ કરો. મુસાફરી દરમિયાન ઊનના કપડાં, રેઈનકોટ, ટ્રેકિંગ સ્ટીક, પાણીની બોટલ અને જરૂરી દવાઓની થેલી તમારી સાથે રાખો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amarnath Yatra 2025 Religion pilgrimage site
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ