ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ પવિત્ર માસમાં શારીરિક સંબંધ બાંધી શકાય કે નહીં? જાણો શું કહે છે શાસ્ત્ર?

ધર્મ / શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ પવિત્ર માસમાં શારીરિક સંબંધ બાંધી શકાય કે નહીં? જાણો શું કહે છે શાસ્ત્ર?

Published By: Maulik Patel

Last Updated: 11:24 PM, 10 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ પવિત્ર માસમાં શારીરિક સંબંધ બાંધી શકાય કે નહીં? જાણો શું કહે છે શાસ્ત્ર?

ADVERTISEMENT

શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે, જેને શિવભક્ત પૂરે પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે મનાવે છે. શ્રાવણ મહિનાના પોતાના કેટલાક નિયમો પણ હોય છે, જેને અવગણવું ભારે પડી શકે છે. આ દરમિયાન કેટલીક વસ્તુઓ કરવાનો નિષેધ હોય છે.

ખાસ કરીને તે વ્યક્તિએ સાવનના દરેક નિયમોનું પાલન કરવું જોઈએ, જે ઉપવાસ રાખે છે. આવો જ એક નિયમ શારીરિક સંબંધો વિશેનો પણ છે. આવામાં લોકોનો પ્રશ્ન હોય છે કે શું શ્રાવણમાં ફિઝિકલ સંબંધ બનાવવા જોઈએ?

lord-shiva-3

શ્રાવણમાં શારીરિક સંબંધ બાંધવો જોઈએ?

દેવોના દેવ મહાદેવને સમર્પિત શ્રાવણનો આખો મહિનો ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દરમિયાન શિવભક્ત શ્રદ્ધાભાવ સાથે ભક્તિમાં લીન હોય છે અને વિવિધ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનોને અપનાવે છે. આ દરમિયાન કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી હોય છે. ધાર્મિક માન્યતા મુજબ, કોઈપણ ધાર્મિક અનુષ્ઠાન પહેલા અને દરમિયાન શારીરિક સંબંધ બાંધવાની મનાઈ હોય છે. તમે શ્રાવણના દરેક સોમવારના ઉપવાસ રાખી રહ્યાં હોવ કે માત્ર પૂજા જ કરતા હોવ, ત્યારે પણ તમારે શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ. એટલે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ.

SHIV-PHOTO

શ્રાવણમાં કેમ સંબંધ ન બાંધવો જોઈએ?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રાવણ મહિનામાં શારીરિક સંબંધ બાંધવાથી બચવું જોઈએ. આવું કરનારા લોકોને પાપ લાગતું હોય છે. ઉપરાંત તમારો ઉપવાસ અને પૂજા ખંડિત થઈ શકે છે, જેના કારણે દેવોના દેવ મહાદેવ નારાજ થઈ શકે છે.

સંબંધ બનાવવા પર શું ધાર્મિક માન્યતા છે?

પૌરાણિક ગ્રંથો અનુસાર, કામદેવને પ્રેમ અને કામનો કારક માનવામાં આવ્યો છે. જ્યારે શિવજીને કલ્યાણના કારક માનવામાં આવે છે. કામદેવે શ્રાવણ માસ દરમ્યાન શિવજી પર બાણ ચલાવ્યું હતું, જેના બાદ ક્રોધિત થઈને ભોળાનાથએ કામદેવને તત્કાળ ભસ્મ કરી દીધા હતા. આ પણ એક કારણ છે કે શ્રાવણમાં શારીરિક સંબંધ બાંધવાથી પાપ લાગે છે.

vtv app promotion

શ્રાવણ સિવાય ક્યારે સંબંધ ન બાંધવો જોઈએ?

ધાર્મિક માન્યતા અનુસાર, શ્રાવણ સિવાય અમાવસ્યા, ચતુર્થી તિથિ, પૂર્ણિમા તિથિ, અષ્ટમી, રવિવાર, શ્રાદ્ધ પક્ષ, સંક્રાંતિ ઉપવાસ અને નવરાત્રિના 9 દિવસ પણ શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ. તેનાથી તમને પાપ લાગી શકે છે. ઉપરાંત દેવી-દેવતાઓના ક્રોધનો પણ સામનો કરવો પડી શકે છે.શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત પવિત્ર સમય હોવાથી આ દરમિયાન બ્રહ્મચર્ય પાળવાનું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. માન્યતા છે કે આ મહિને શારીરિક સંબંધ બાંધવાથી ઉપવાસ અને પૂજા ખંડિત થઈ શકે છે તથા પાપ લાગે છે. આથી શ્રદ્ધાપૂર્વક ધાર્મિક નિયમોનું પાલન કરી ભગવાનની કૃપા મેળવવી શ્રેયસ્કર છે.

વધુમાં વાંચો: 'જે દાદાગીરી કરી રહ્યા છે તે..' ટ્રમ્પના ટેરિફ વોર પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો બેબાક જવાબ

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Religion Shraavan Month Physical Relationship During Shraavan 2025

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ