ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / પૈસાની તંગી હોય તો ઘરમાં કરજો આ ફેરફાર, ધન-સમૃદ્ધિમાં થશે વધારો

Vastu Tips / પૈસાની તંગી હોય તો ઘરમાં કરજો આ ફેરફાર, ધન-સમૃદ્ધિમાં થશે વધારો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:33 PM, 15 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips: સખત મહેનત પછી પણ પૈસા ટકતા નથી? ઘરનો મુખ્ય દરવાજો, રસોડું અને સીડીની આસપાસ અંધારું તમારી પ્રગતિમાં અવરોધ લાવી શકે છે. છ વાસ્તુ નિયમો જાણો જે તમારા ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિ લાવશે.

ADVERTISEMENT

આપણે આપણા ઘરને સજાવવા માટે ઘણા પૈસા ખર્ચીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે એક નાનો અંધારો ખૂણો તમારી બધી મહેનત પર પાણી ફેરવી શકે છે? વાસ્તુ શાસ્ત્ર અનુસાર અંધારું ફક્ત પ્રકાશનો અભાવ નથી, તે નકારાત્મક ઉર્જાનું ઘર હોય છે. જે ઘરમાં સાંજ પડતા અંધારુ છવાઇ જાય ત્યા તણાવ, બીમારી અને પૈસાની તંગી રહેતી હોય છે. તમે ઇચ્છો છો કે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે તો આ છ જગ્યા પ્રકાશિત રાખવાનું ક્યારેય ભૂલશો નહીં.

ઘરનો મુખ્ય દરવાજો

ઘરનો ઉંબરો એ છે જ્યાં ખુશી પ્રવેશ કરે છે. સાંજ પડતાંની સાથે અહી રોશની જરૂર કરો. અંધેર દરવાજો માત્ર અસલામતી જ નહીં પણ દેવી લક્ષ્મીના આગમનને પણ અવરોધે છે.

મંદિર અથવા પૂજા સ્થળ

ભગવાનનું સ્થાન હંમેશા ઊર્જાથી ભરપૂર હોવુ જોઇએ. અહી એક નાનકડો દીવો અથવા બલ્બ હંમેશા ચાલુ રાખવો જોઈએ. જો પૂજા ઘરમાં અંધારું હોય તો તે મનમાં નિરાશા અને ઘરમાં અશાંતિ વધારે છે.

રસોડું

રસોડાને ઘરનો સૌથી મહત્વનો ભાગ માનવામાં આવે છે, કારણ કે ત્યાં બનેલી રસોઈ જ આપણને તંદુરસ્ત રાખે છે. તેથી સકારાત્મક ઊર્જાના પ્રવાહ માટે રાત્રે પણ રસોડામાં સામાન્ય અજવાળું રાખવું જોઈએ.

ઘરની સીડી

વાસ્તુ શાસ્ત્ર મુજબ સીડી પાસે અંધારું હોવું એ વાસ્તુ દોષનું સૌથી મોટું કારણ છે. જો આવા સ્થાન પર અંધારું હોય તો તેનાથી જીવનમાં સંઘર્ષ અને કરિયરમાં અડચણો ઊભી થાય છે, તેથી જ્યાં સીડી હોય ત્યાં હંમેશા લાઈટ ચાલુ રાખવી જોઈએ.

બાથરૂમ અને ટોયલેટ

સામાન્ય રીતે બાથરૂમ અને ટોયલેટની લાઈટો બંધ રાખવામાં આવે છે, પરંતુ ત્યાંનું અંધારું અને ભેજ રાહુ-કેતુનો પ્રભાવ વધારી શકે છે. તેથી આવા સ્થાને થોડું અજવાળું રાખવાથી ઘરના સભ્યોનું આરોગ્ય સારું રહે છે.

તિજોરી

તમારા ઘરમાં જ્યાં તિજોરી હોય, તે સ્થાન પર ક્યારેય અંધારું ન હોવું જોઈએ. ધનના સ્થાન પર હંમેશા અજવાળું રહે તો બરકત જળવાઈ રહે છે અને નકામા ખર્ચા ઘટે છે.

VTV DIGITAL

આ પણ વાંચોઃ રૂપિયે રમશે આ 1 રાશિવાળાના જાતકો, એક્ટિવ થયો દ્વિદ્વાદશ યોગ

ખાસ ઉપાય : સાંજે સૂર્યાસ્ત પછી પૂજા-આરતી સમયે હંમેશા એક વાર આખા ઘરની લાઇટો જરૂર ચાલુ કરો. ઘરમાં કોઈ લાઈટ ખરાબ હોય તો તેને તરત ઠીક કરાવો.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra Religion Vastu Tips Home

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ