ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / છપ્પરફાડ ધન વરસશે, ભોજન બનાવતી વખતે ખાલી આટલું કરજો કામ

ધર્મ / છપ્પરફાડ ધન વરસશે, ભોજન બનાવતી વખતે ખાલી આટલું કરજો કામ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:02 PM, 4 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Astro Tips: ઘરમાં આપણે રસોઇ બનાવીએ ત્યારે ઘણી બાબતો એવી છે તે ધ્યાનમાં રાખવામાં આવે તો લક્ષ્મીજીની કૃપા થાય છે અને અઢળક ધનનો લાભ થાય છે.

ADVERTISEMENT

Astro Tips: ઘરમાં આપણે રસોઇ બનાવીએ ત્યારે ઘણી બાબતો એવી છે તે ધ્યાનમાં રાખવામાં આવે તો લક્ષ્મીજીની કૃપા થાય છે અને અઢળક ધનનો લાભ થાય છે. ઘરનું રસોડું ફક્ત ભોજન બનાવવા માટેનું અલગ સ્થાન છે તેવું નથી. ઘરની સમૃદ્ધિને આકર્ષિત કરવાનું કેન્દ્ર બિંદુ પણ છે. વર્ષોથી રસોડા સંબંધિત કેટલાક માન્યતા પ્રચલિત છે. આ વિશે માનવામાં આવે છે કે આજે પણ તેને કોઈ અજમાવે તો ચોક્કસથી ધન લાભ સહિતના ફાયદા જોવા મળી શકે છે.

તવા પર દૂધનો છંટકાવ

ગરમ તવા પર રોટલી પહેલા દૂધ છાંટવાનું શરુ કરશો. ગરમ તવા પર દૂધ છાંટવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે. આ કામ રાહુ અને શુક્રના ઉપાય તરીકે પણ કરી શકાય છે. તવો રાહુનું પ્રતીક છે અને શુક્ર દૂધનું. આ કામ કરવાથી રાહુ શાંત થાય છે અને શુક્ર શુભ ફળ આપતો થાય છે.

ગાય માતા માટે પહેલી રોટલી

પહેલી રોટલી ગાય માતાને આપવાની પરંપરા વર્ષો જૂની છે. આ ઉપાય ચમત્કારી ફળ આપનાર છે. ઘરમાં બનતી પહેલી રોટલી ગાયને ખવડાવવાનો નિયમ બનાવો પછી જુઓ તમારા ઘરમાં દિવસ-રાત બરકત વધતી જણાશે.

તવાને ખાલી રાખી ગરમ ના કરશો

રોટલી કરતાં પહેલા તવો ગરમ કરવો જરૂરી છે પરંતુ ધાર્મિક માન્યતા અનુસાર ખાલી તવાને ક્યારેય ગરમ ન કરો. તમે જોયું હશે કે માતા કે ઘરની મહિલાઓ તવા પર ઘીનું પાત્ર રાખી પછી તવો ગરમ કરે છે. આવું એટલા માટે કે અગ્નિ પર તવાને ચઢાવો ત્યારે તેને ખાલી ન રાખો. તેના પર કંઈક મુકવું જોઈએ.

vtv app promotion

આ પણ વાંચોઃ ભારતનું એક એવું મંદિર, જ્યાં નથી થતી ગ્રહણની કોઇ જ અસર! જાણો કેમ

તવો કેવી રીતે મુકવો

રોટલી કરી લીધા પછી તવો રાખવામાં પણ સાવધાની રાખવી. તવાને હંમેશા સાફ કરીને મુકવો અને તવો હંમેશા સીધો જ રાખવો. રોટલીની લોઢીને ક્યારેય ઊંધી કે ઊભી રાખવી નહીં. તવો હંમેશા સીધો રાખો અને એવી જગ્યાએ મુકો જ્યાં કોઈની નજર ન પડે.

(DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Astro Tips Astrology2026 Dhan Labh

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ