બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / ભારતમાં લોન્ચ થયો Redmi 15A, 6300mAh બેટરીના આ ફોનમાં પ્રીમિયમ ફીચર્સ
Last Updated: 01:00 AM, 28 March 2026
Redmi 15A ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Xiaomi સબ-બ્રાન્ડના સસ્તા સ્માર્ટફોન પોર્ટફોલિયોમાં આ સૌથી નવો સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન ત્રણ કલર ઓપ્શનમાં આવે છે અને તેમાં ઓક્ટા કોર 5G ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના ફીચર્સ વિશે વાત કરીએ તો Redmiના આ નવા ફોનમાં 6300mAhની પાવરફુલ બેટરી આવે છે અને તેને ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ફોનનું વેચાણ 3 એપ્રિલથી Flipkart, Mi.com અને કંપનીના Xiaomi રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે. આ ફોન realme P4 Lite 5G, MOTOROLA g67 power 5G, POCO M7 Plus 5G અને Samsung Galaxy F36 5G સાથે સ્પર્ધા કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ ફોન 6GB LPDDR4X RAM અને 128GB UFS 2.2 સ્ટોરેજ સુધી શાનદાર ગ્રાફિક્સ માટે Mali-G57 GPU સાથે 6nm પ્રક્રિયા પર બનેલ T8300 5G SoC પર કામ કરે છે. જેમાં સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2TB સુધી વધારી શકાય છે. આ ફોનના પા ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ આવે છે, 32-મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા સેન્સર મળશે.તો ફ્રન્ટમાં સેલ્ફી માટે 8-મેગાપિક્સલ કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં 6300mAh ની પાવરફુલ બેટરી આપવામાં આવી છે જે 15W વાયર્ડ ચાર્જિંગ અને 7.5W વાયર્ડ રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.