બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Reaction of Vaishnava Samaj to Parasottama Rupala's statement

લોકસભા ચૂંટણી 2024 / રૂપાલાના નિવેદન પર વૈષ્ણવ સમાજ મેદાને, ડૉ.સ્વામી ગૌરાંગશરણ દેવાચાર્યએ રૂપાલાને હટાવવાની કરી માગ

Priyakant

Last Updated: 02:47 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parshottam Rupala Latest News: ડો.સ્વામી ગૌરાંગશરણ દેવાચાર્યએ આપ્યું નિવેદન,  રૂપાલાને નહીં હટાવાય તો રાજકોટના ગામે ગામ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો અને સાધુ સંતો મેદાને ઉતરશે

Parshottam Rupala News : પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે હવે વૈષ્ણવ સંપ્રદાય પણ મેદાને આવ્યો છે. વાત જાણે એમ છે કે, અખિલ ભારતીય વૈષ્ણવ આચાર્ય પરિષદના આધ્યક્ષે જણાવ્યું હતું કે, પરષોત્તમ રૂપાલાને હટાવવામાં નહીં આવે તો રાજકોટના ગામે ગામ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો અને સાધુ સંતો ઉતરશે. મહત્વનું છે કે, ગઇકાલે પણ ક્ષત્રિય સમાજની બેઠકમાં પણ વિવાદિત નિવેદનને લઈ પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની જ માંગ કરાઇ છે. આ તરફ આજે બપોરે દિલ્હીથી પરત આવેલ પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે, દરેક સમાજ અમારા સમર્થનમાં છે. 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની મુલાકાતે આવેલા અખિલ ભારતીય વૈષ્ણવ આચાર્ય પરિષદના અધ્યક્ષ ડો.સ્વામી ગૌરાંગશરણ દેવાચાર્યના નિવેદનથી ફરી રાજકારણ ગરમાયું છે. વાત જાણે એમ છે કે, પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ હવે અખિલ ભારતીય વૈષ્ણવ આચાર્ય પરિષદના અધ્યક્ષ ડો.સ્વામી ગૌરાંગશરણ દેવાચાર્યએ પણ નિવેદન આપતા કહ્યું છે કે, પરષોત્તમ રૂપાલાને હટાવવામાં નહીં આવે તો રાજકોટના ગામે ગામ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો અને સાધુ સંતો ઉતરશે.


  
તમામ સમાજનું મને સમર્થન: પરષોત્તમ રૂપાલા
રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દિલ્લીથી પરત ફર્યા છે. દિલ્હીથી પરત ફરેલ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે બોલવાનું ટાળી કહ્યું છે કે, તમામ સમાજનું મારા સાથે સમર્થન છે. ક્ષત્રિય સમાજની અમારા આગેવાનો સાથે ચર્ચા થઈ અને ક્ષત્રિય સમાજ વિશે હવે કઈ કહેવાનું નથી. આ સાથે તેમણે ઉમેર્યું છે કે, કેબિનેટની બેઠક માટે દિલ્લી ગયો હતો. 

વડોદરામાં રુપાલાના સમર્થનમાં પાટીદારોની બેઠક
પરષોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે વડોદરામાં પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં જોવા મળી રહ્યો છે. જેને લઈ હવે વડોદરાના સમા વિસ્તારમાં પાટીદારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ગઇકાલે ક્ષત્રિય સમાજ સાથેની બેઠક નિષ્ફળ રહ્યા બાદ સમાજે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની જ માંગ કરી છે. આ બધાની વચ્ચે એક ચર્ચા એવી પણ છે કે, પરષોત્તમ રૂપાલા રુપાલા વડોદરાથી ચૂંટણી લડશે. આ ચર્ચા શરૂ થવાની સાથે જ હવે વડોદરામાં પાટીદાર સમાજની એક બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં પાટીદાર સમાજના આગેવાનો ચૂંટણી સંબધિત ચર્ચા કરી શકે છે.

રાજકોટમાં પણ પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજની બેઠક
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાને પાટીદાર સમાજનું સમર્થન મળી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ દરમિયાન હવે રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજની બેઠક મળશે તેવા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આ બેઠકમાં સૌરાષ્ટ્રની પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજકોટમાં આજે મોડી સાંજે કડવા અને લેઉવા પાટીદારની સંયુક્ત બેઠક યોજાનાર છે. સ્થાનિક ચર્ચા મુજબ લોકસભા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા પાટીદારો બેઠક કરશે.

વધુ વાંચો : 'તમામ સમાજ અમારા સમર્થનમાં' દિલ્હીથી પરત આવતાની સાથે જ પરષોત્તમ રૂપાલાનું મોટું નિવેદન

જાણો શું છે સમગ્ર મામલો ? 
લોકસભા ચૂંટણી જાહેર થતા બાદ તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ લોકસભા સીટ પર ભાજપ દ્વાર પરુષોતમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેઓ દ્વારા પુર જોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હતો. થોડા દિવસ પહેલા પરષોતમ રુપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે તે વિવાદ ધીમે ધીમે વધતા ક્ષત્રિય સમાજ દ્વારા પરષોતમ રુપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારની ટીકીટ આપવાની માંગ ઉચ્ચારી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ