બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

logo

લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠાના પશુપાલકોની સરકાર પાસે શું અપેક્ષા? જાણો મતદારોનો મિજાજ

લોકસભા ચૂંટણી 2024 / બનાસકાંઠાના પશુપાલકોની સરકાર પાસે શું અપેક્ષા? જાણો મતદારોનો મિજાજ

Last Updated: 12:48 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે મતદારોનું શું મિજાજ છે તે જાણવા માટે vtv એ પશુપાલકો સાથે વાત ચીત કરી જિલ્લા નાં માહોલ નો ચિતાર મેળવ્યો હતો.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસોમાં ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. મતદારોને રીઝવવા માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો અનેક સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી મેદાનમાં છે. તો કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર મેદાનમાં છે. બંને મહિલા ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં છે. ત્યારે બનાસકાંઠામાં હવે રંગ જામ્યો છે.. ત્યારે vtv એ બનાસકાંઠામાં ચૂંટણીના માહોલ જાણવા માટે પશુપાલકોનું મિજાજ જાણ્યો હતો.

vlcsnap-2024-05-01-12h25m16s378

પશુપાલકો સાથે બેસી vtv ની ટીમે ચર્ચા કરી

વર્ષોથી પશુપાલન અને ખેતી કરતા વડીલો જ્યારે એક સાથે બેસીને ચર્ચા કરી રહ્યા હતા. તે સમયે vtv ની ટીમ એ પહોંચી અને બનાસકાંઠા જિલ્લાનું મિજાજ અને માહોલ જાણવાના પ્રયત્ન કર્યો હતો. જેમાં વડીલોનું કહેવું છે કે વર્ષો પહેલા જ્યારે પાણી નહોતું ત્યારે ખૂબ મુશ્કેલી હતી પશુપાલન કરવું પણ મુશ્કેલ બન્યું હતું. ત્યારે ભાજપ સરકારે કેનાલો દ્વારા જે પાણી પૂરું પાડ્યું છે. તેને લઈને ભાજપની જીત થાય તેવો આશાવાદ પણ પશુપાલકોએ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ બનાસકાંઠામાં પાણી આવવાથી પશુપાલન વ્યવસાયમાં વધારો થયો અને પશુપાલકો વધુ દૂધ ભરાવતા થયા અને બનાસ ડેરી દ્વારા પશુપાલકોને પૈસા મળતા થયા તેનાથી પશુપાલકો પણ સધ્ધર થયા છે. જેનાથી તેઓ ભાજપ સરકારનું આભાર માની અને સમર્થન પણ આપી રહ્યા છે. રોજગારીની વાતને લઈને વડીલોનું કહેવું છે કે જેને કામ કરવું છે તેને કોઈ રોજગારીની સમસ્યા નડતી નથી જે લોકો કામ કરે એને રોજગારી મળે જ છે.

vlcsnap-2024-05-01-12h25m40s035

સરહદી વિસ્તારમાં કેનાલોદ્વારા પાણી આપવામાં આવ્યું

બનાસકાંઠામાં વર્ષો પહેલા બહાર રોજગારી માટે જવું પડતું હતું. પરંતુ અત્યારે પશુપાલન અને ખેતી કરીને પણ લોકો સારી રીતે કમાય છે. કારણ કે બનાસકાંઠામાં સૌથી મોટી પાણીની સમસ્યા હતી. સરહદી વિસ્તારમાં તે વિસ્તારમાં કેનાલો દ્વારા પાણી આપવામાં આવ્યું છે. જેનાથી ખેડૂતો પણ આર્થિક સધ્ધર બન્યા છે. પહેલા કર્ફ્યુના કારણે બહાર જવાનું ટાળવું પડતું હતું. છેલ્લા કેટલા વર્ષોથી કર્ફ્યું નથી સુખ શાંતિ છે ત્યારે વડીલ પશુપાલકો છે તેવો દેશમાં અમન અને સુખ શાંતિ ને લઈને પણ મોદીને મત આપવા પડે તેવું કહી રહ્યા છે.

vlcsnap-2024-05-01-12h25m49s897

વધુ વાંચોઃ રૂ. 4 હજાર કરોડના ખર્ચે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું કરાશે નવીનીકરણ, અનેક સુવિધાઓથી થશે સજ્જ

લોકો સરકારનાં કામો જોઈને ભાજપને સમર્થન કરે છે

વડીલ લોકોનું કહેવું છે કે વર્ષો પહેલા દેશ નાં અર્થતંત્ર અને હાલના અર્થતંત્રમાં ઘણો ફરક છે પહેલા વિદેશ સાથે જે સંબંધો હતા તેના કરતા હાલ ભારતના વિદેશોમાં સંબંધ સારા બન્યા છે અર્થતંત્ર મજબૂત બન્યું છે અત્યારે બીજા દેશો છે તે ભારત સાથે સંબંધો વધારી રહ્યા છે. આજે દુનિયાના દેશો મધ્યસ્થી કરવા ભારત સામે અપીલ કરે છે. કોંગ્રેસ નાં સમય માં કર્ફ્યું લાગતા હતા આજે દેશ માં સુરક્ષિત હોવાનું પણ લોકો માની રહ્યા છે. ત્યારે બનાસકાંઠા માં હાલ તો લોકો ઉમેદવાર ગમે તે હોય પરંતુ મોદી સરકાર નાં કામો ને જોઈ ભાજપ ને સમર્થન કરતા જોવા મળી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ