બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન વિભાગ દ્વારા 5 દિવસ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી

logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

VTV / ગુજરાત / Politics / ભાવનગર / ભાવનગરમાં નથી ચૂંટણીનો માહોલ, આ વખતે મતદાન ઓછું થવાની શક્યતા, જુઓ શું કહી રહ્યા છે મતદારો

લોકસભા ચૂંટણી 2024 / ભાવનગરમાં નથી ચૂંટણીનો માહોલ, આ વખતે મતદાન ઓછું થવાની શક્યતા, જુઓ શું કહી રહ્યા છે મતદારો

Last Updated: 01:56 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી છે. ભાવનગરમાં રાજકીય પાર્ટીનાં નેતાઓ દ્વારા ગત ચૂંટણીમાં પુરા કરવામાં ન આવતા મતદારોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ વખતે ભાવનગરનાં મતદારો કોને ચૂંટીને લાવશે. તે તો આગામી સમયમાં જ માલુમ પડે.

ભાવનગર લોકસભા ની બેઠક માટે હવે મતદાન થવાના આડે હવે ગણતરી ના દિવસો બાકી છે. તેમ છતાં હજુ સુધી જિલ્લામાં ક્યાંય ચૂંટણી નો માહોલ નજરે ચડતો નથી. એક તરફ કાળઝાળ ગરમીના દિવસો છે. અને બીજી બાજુ ક્ષત્રિય આંદોલન ના કારણે તેમજ શહેરીજનો ના પ્રશ્નો અંગે કોઈ પણ રાજકીય પક્ષો માટે અવાજ ઉઠાવતો નથી અથવા તો ભાવનગરના વિકાસ માટે તેઓ નું શું વિઝન છે. તેની પણ કોઈ ચર્ચા થતી નથી. આથી મતદાર પણ નિરાશ થઇ ને બેઠો છે ત્યારૅ આગામી દિવસોમાં મતદાન ઉપ્પર તેની અસર કેવી થશે તેના ઉપ્પર સૌની નજર મંડાઈ છે.

bhavnagar

ભાવનગર લોકસભાની બેઠક માટે આગામી તારીખે મતદાન થનારા છે. છતાં હજુ માહોલ જામ્યો નથી ભાવનગરમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે સીધો મુકાબલો થનાર છે અને કોંગ્રેસ એ આ બેઠક આપ ને ફાળે આપી દીધી છે. ભાવનગર સહરાને જિલ્લાની કુલ વિધાનસભા બેઠકનો આ લોકસભા બેઠક માં સમાવેશ થાય છે. જિલ્લમાં કુલ 19 .16 લાખ મતદારો પોતાનો મતાધિકાર ધરાવે છે. ગત વર્ષ કરતા આવર્ષે મતદાન ઓછું થાય તેવી સંભાવના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. આ વખત ની ચૂંટણી માં કોઈપણ ઉમેદવર ભાવનગરવાસીઓને ભાવનગરનો વિકાસ કેમ કરશું તે અંગે કોઈ ગેરેન્ટી આપી શક્યા નથી. ભાવનગર લોકસભા બેઠક ભાજપ એમ મને છે કે આસાનીથી જીતી લઈશું તેના કારણે ફોર્મ ભરાયા બાદ હજુ સુધી રોડ ઉપ્પર કયાંય પ્રચાર કરતા જોવા મળ્યા નથી. આ બાજુ કોંગ્રેસનો સાથ જોઈએ તેટલો આપણા ઉમેદવારને મળતો નથી. તે પણ નજર સામે છે પહેલાના જમણામાં ચૂંટણી સમયે ગલીઓમાં ધજા પતાકા તેમજ ઠેર ઠેર કાર્યકરોના ટોળા જોવા મળતા હતા. જે આજે જોવા નથી મળતા.

bhavnagar 1

મતદાનનાં દિવસે અસર થવાની શક્યતા

લોકસભાની ચૂંટણીમાં આવર્ષે જ્ઞાતિવાદ અને જાતિવાદના સમીકરણો વધુ જોવા મળે છે. રાષ્ટ્રીય અને સ્થાનિક નેતાઓ જીતવાની લ્હાયમાં બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે. અને તેના કારણે સમાજ સમાજ વચ્ચે ઘર્ષણ થઇ રહ્યા છે. અને તેની અસર મતદાનના દિવસે થશે તેવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાવનગરના અનેક પ્રશ્નો છે તેના ઉપર કોઈ બોલતું નથી અને એક બીજાને નીચા દેખાડવા સિવાય કોઈ કામ થતા નથી. કોઈ રાજકીય પક્ષ ભાવનગર ના વિકાસ માટે બેરોજગારી કે શિક્ષણ કે આરોગ્ય ના પ્રશ્ને મૌન સેવી રહ્યા છે જેને જાણકારો દુઃખદ કહી રહ્યાં છે સ્થાનિકો નું કહેવું છે ભાવનગર ના કનેક્ટિવિટી ના પ્રશ્નો,રેલવે ના પ્રશ્નો,સહિતના પ્રશ્નો કોરાણે મૂકી જતા મતદારો નારાજ છે

vlcsnap-2024-05-01-13h05m28s128

2012 અને 2014 માં અપાયેલા અનેક વચનો હજુ કાગળ પર

ભાવનગરની વાત કરીએ તો અહીં 2012 અને 2014 માં અપાયેલા અનેક વચનો હજુ કાગળ ઉપ્પર રહ્યા છે. અહીં જેમ્સ એન્ડ જવેલરીની વાત હોઈ કે શિપ બિલ્ડીંગ યાર્ડની વાત હોઈ કે ઓવરબ્રિજની વાત હોઈ હજુ સુધી કોઈ વચનો પુરા થયા નથી. ખંભાતના અખાત ઉપ્પર પુલ બંધાવણો હોઈ કે કલ્પસર ની વાત હોઈ આ પ્રશ્નો આજે પણ અધ્ધરતાલ છે સ્થાનિક અનેક પ્રશ્નો છે હીરા ઉઅદ્યોગ ,પલાસ્ટીક ઉદ્યોગ જેવા કરોડ રજ્જૂ સમાન ઉદ્યોગો ના વિકાસ માટે કોઈ રાજકીય પક્ષો પ્રશ્ન ઉકેવાની દીશામાં કામ કરતા નથી તેમ લોકો કહી રહ્યાં છે.

vlcsnap-2024-05-01-13h00m57s049

વધુ વાંચોઃ બનાસકાંઠાના પશુપાલકોની સરકાર પાસે શું અપેક્ષા? જાણો મતદારોનો મિજાજ

હુંસાતુંસીના કારણે ભાવનગરના વિકાસ ને પ્રાધન્ય આપતા નથી

ભાવનગર માટે એવું કહેવાય છે કે ભાવનગર અન્ય મહાનગર કરતા પાછળ છે અહીં ના રાજકીય આગેવાનો એકબીજા ની હુંસાતુંસીના કારણે ભાવનગરના વિકાસ ને પ્રાધન્ય આપતા નથી. અને યોગ્ય સમયે અને યોગ્ય જગ્યા એ રજૂઆત પણ કરતા નથી બીજી બાજુ મતદારો ઉમેદવારો પાસે ક્યારેય હિસાબ માંગતા નથી .અને તેના કારણે નબળા નેતાઓ ચૂંટાઈ જાય છે અને માટે આપ્યા બાદ સ્થાનિકો બળાપો કાઢે છે ત્યારે આજે લોકશાહી દેશમાં મતદાર જ સૌથી મોટું હથિયાર છે તેવા સમયે મતદારો ની જવાબદારી પણ સહ વિશેષ છે તે પણ યાદ રાખવું પડશે

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ