બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

VTV / મનોરંજન / બોલિવૂડ / આજે અનુષ્કા શર્માનો બર્થડે: 18 વર્ષની ઉંમરે આ રીતે આપ્યું હતું પહેલું ઓડિશન, સોશ્યલ મીડિયા પર Video વાયરલ

Anushka Sharma Birthday / આજે અનુષ્કા શર્માનો બર્થડે: 18 વર્ષની ઉંમરે આ રીતે આપ્યું હતું પહેલું ઓડિશન, સોશ્યલ મીડિયા પર Video વાયરલ

Last Updated: 09:34 AM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી અનુષ્કા શર્માએ તેની પહેલી જ ફિલ્મથી હિન્દી સિનેમામાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું. અનુષ્કાએ થોડા જ સમયમાં પોતાના માટે સારો ચાહક વર્ગ બનાવી લીધો છે. આજે અભિનેત્રીનો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર 18 વર્ષની અનુષ્કાનાં વીડિયો સામે આવ્યા છે, જેને જોઇને તમને એના પર પ્રેમ આવશે.

બોલિવૂડની સુંદર અભિનેત્રી અનુષ્કા શર્માએ પોતાના જબરદસ્ત અભિનયના આધારે ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. આજે અનુષ્કાની ગણતરી બી ટાઉનની એ લિસ્ટ અભિનેત્રીઓમાં થાય છે. તેનું નામ બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં સામેલ છે. આજે અનુષ્કા શર્માનો જન્મદિવસ છે. 'એ દિલ હૈ મુશ્કિલ'ની આ અભિનેત્રી 36 વર્ષની થઈ ગઈ છે. અનુષ્કા શર્માનાં પિતા કર્નલ અજય કુમાર શર્મા (નિવૃત્ત) આર્મી ઓફિસર હતા. જ્યારે માતા અશિમા શર્મા ગૃહિણી છે.

પહેલી જ ફિલ્મ મળી હતી શાહરૂખ ખાન સાથે

કોઈપણ ફિલ્મી કનેક્શન વિના અનુષ્કાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન હાંસલ કર્યું. અભિનેત્રીને તેની પહેલી ફિલ્મ શાહરૂખ ખાન સાથે મળી હતી. કોઈપણ અભિનેત્રી માટે કિંગ ખાન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવી એ મોટી વાત છે. અનુષ્કાને આ તક તેની પહેલી જ ફિલ્મમાં મળી ગઈ હતી. અનુષ્કા શર્માના જન્મદિવસ પર અમે તમને અભિનેત્રીનો વીડિયો બતાવીશું, જેના દ્વારા તેણે અભિનેત્રી બનવાની સફર શરૂ કરી હતી.

વાયરલ વીડિયોમાં શું છે ખાસ

અનુષ્કા શર્મા માત્ર 18 વર્ષની હતી જ્યારે તેણે પોતાનું પહેલું ઓડિશન આપ્યું હતું. જે વીડિયો સામે આવ્યો છે તેમાં અનુષ્કા સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે. તે પોતાનો પરિચય આપતી જોઈ શકાય છે. તેના હાથમાં એક બોર્ડ છે, જેના પર અભિનેત્રીનો મોબાઈલ નંબર, જન્મદિવસ, હાઈટ લખેલી છે. પ્રથમ ઓડિશનમાં અનુષ્કાના લુક વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ ડેનિમ જીન્સ સાથે સફેદ ટોપ પહેર્યું હતું અને ક્રોપ જેકેટ સાથે તેનો લુક પૂર્ણ કર્યો હતો.

અનુષ્કાનો આ વીડિયો પણ વાયરલ થયો

અનુષ્કા શર્માની પહેલી ફિલ્મ 'રબ ને બના દી જોડી' હતી, જે 12 ડિસેમ્બર, 2008ના રોજ રીલિઝ થઈ હતી. એક વર્ષ બાદ રાજકુમાર હિરાનીની બ્લોકબસ્ટર ફિલ્મ 'થ્રી ઈડિયટ્સ' રીલિઝ થઈ હતી. બહુ ઓછા લોકો જાણતા હશે કે અનુષ્કાએ કરીના કપૂરના રોલ માટે ઓડિશન આપ્યું હતું.

વધુ વાંચો: દિકરી સાથે લાડ કરતો નજરે પડ્યો રણબીર કપૂર, રાહાની ક્યૂટનેસ જોઈ ફેન્સ થયા દિવાના

અનુષ્કાએ આ ઓડિશનનો વીડિયો 'PK' ફિલ્મના પ્રમોશન દરમિયાન બતાવ્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે 'પીકે' બનાવનાર રાજકુમાર હિરાનીને ખબર ન હતી કે અનુષ્કાએ પોતાની જ ફિલ્મ 'થ્રી ઈડિયટ્સ' માટે ઓડિશન આપ્યું હતું. ઓડિશનમાં અનુષ્કાએ ગ્રેસી સિંહ પર ફિલ્માવાયેલી ફિલ્મ 'મુન્નાભાઈ MBBS'નો ડાયલોગ બોલ્યો હતો. વીડિયોમાં અભિનેત્રી આંખોમાં આંસુ સાથે સંપૂર્ણ લાગણી સાથે બોલતી જોવા મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ