બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું ટ્રાફિકના અવાજથી આવે છે હાર્ટ એટેક? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

હેલ્થ એલર્ટ! / શું ટ્રાફિકના અવાજથી આવે છે હાર્ટ એટેક? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

Last Updated: 10:07 AM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રાફિકના વધતા અવાજ અને હૃદયરોગના જોખમ વચ્ચે ચિંતાજનક કડી સામે આવી છે. એક અભ્યાસમાં ટ્રાફિકના અવાજને હાર્ટ એટેક જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગો માટે નોંધપાત્ર જોખમ પરિબળ તરીકે ઓળખવામાં આવ્યું છે.

એમાં કોઈ શંકા નથી કે છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદયના દર્દીઓની સંખ્યા ઝડપથી વધવા લાગી છે. ચિંતાનો વિષય એ પણ છે કે યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે અને તેનું કોઈ એક કારણ નથી. દર વખતે અભ્યાસમાં નવું કારણ બહાર આવે છે. તાજેતરમાં, જર્નલ સર્ક્યુલેશન રિસર્ચમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં ટ્રાફિકના અવાજ અને હાર્ટ એટેક વચ્ચે સંબંધ મળી આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સંશોધકોની ટીમે વિવિધ રોગો માટે જોખમી પરિબળો શોધવા માટે મોટા પાયે ડેટાનું વિશ્લેષણ કર્યું. જેનાં તારણોથી ટ્રાફિકના અવાજ અને સ્ટ્રોક, ડાયાબિટીસ જેવા હૃદય સંબંધિત રોગોના વિકાસ વચ્ચે મજબૂત સંબંધ સામે આવ્યો છે.

traffic

અવાજની તીવ્રતા સાથે વધતું હૃદય રોગનું જોખમ

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રોડ ટ્રાફિકના અવાજમાં પ્રત્યેક 10 ડેસિબલના વધારા સાથે હૃદય રોગનું જોખમ 3.2 ટકા વધી જાય છે. આવી સ્થિતિમાં, ટ્રાફિકના અવાજને ઘટાડવા માટે પગલાં લેવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે.

ટ્રાફિકનો અવાજ આ રીતે કરે છે હૃદયને નબળું

નિષ્ણાતો કહે છે કે રાત્રે ટ્રાફિકનો અવાજ ઊંઘમાં ખલેલ પહોંચાડવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં, ઉંઘ ન આવવાથી રક્ત વાહિનીઓમાં સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર વધી જાય છે, જેનાથી સોજો અને રક્ત વાહિની સંબંધિત રોગોનું જોખમ વધી જાય છે.

heart-attack

હૃદયરોગ માટે ટ્રાફિકનો અવાજ જવાબદાર

જર્મનીના મેઈન્ઝમાં યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના વરિષ્ઠ પ્રોફેસર અને અભ્યાસના મુખ્ય લેખક થોમસ મુન્ઝેલનું કહેવું છે કે આ મહત્ત્વપૂર્ણ છે કે ટ્રાફિકના અવાજને હવે પુરાવાના આધારે કાર્ડિયોવેસ્ક્યુલર રોગો માટે જોખમી પરિબળ તરીકે માન્યતા આપવામાં આવી છે.

વધુ વાંચો: ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા પહેલા ચેતજો! રિસર્ચની આ 5 વસ્તુની રાખજો કાળજી, નહીંતર થશો હોસ્પિટલ ભેગા

અવાજ ઘટાડવા માટે આ પગલાં જરૂરી

આ અભ્યાસમાં ટ્રાફિકના અવાજને ઘટાડવા માટે સ્થાનિક વહીવટીતંત્ર માટે ઘણા વ્યવહારુ પગલાં પણ સૂચવવામાં આવ્યા છે. વ્યસ્ત રસ્તાઓ પર, ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં ધ્વનિ અવરોધક લગાવીને અવાજનું સ્તર 10 ડેસિબલ સુધી ઘટાડી શકાય છે. વધુમાં, રસ્તાના બાંધકામમાં ઓછો અવાજ કરનાર ડામરનો ઉપયોગ કરવાથી અવાજનું સ્તર 3-6 ડેસિબલ સુધી ઘટાડી શકાય છે. સંશોધકોએ વ્યક્તિગત સ્તરે શહેરી માર્ગ ટ્રાફિકના અવાજને ઘટાડવા માટે સાયકલ અને જાહેર પરિવહન જેવા વૈકલ્પિક પરિવહનને અપનાવવાની ભલામણ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ